બ્લોગિન્ગની દુનિયામાં ઘણો મોડો પ્રવેશી રહ્યો છું.ઘણા સમય પહેલાં આ થઈ શક્યું હોત, પણ મેહમૂદની ‘પડોશન’માં આગા કહે છે તેમ ‘જબ જબ જો હોના હૈ તબ તબ વો હોતા હૈ’. બ્લોગ વિષે જાણકારીનો કોઈ અભાવ નહોતો. સદનસીબ વેબ ટેક્નોલોજીથી હંમેશાં પરિચિત રહેવાનું બન્યું છે. બ્લોગનો આ આખો કોન્સેપ્ટ જ નવોસવો હતો ત્યારે છેક પાંચેક વર્ષ પહેલાં પ્રતીક્ષાએ તેની કોલમ ‘વેબ@હોમ’માં બ્લોગ વિષે લખ્યું હતું, પણ કોણ જાણે કેમ બ્લોગિંગની કદી ઈચ્છા જ થતી નહોતી.પણ જ્યારથી શત્રુઘ્ન સિંહાએ એવોર્ડ ફિક્સિંગનો અમિતાભ બચ્ચનના પરિવાર પર કરેલા આક્ષેપનો અમિતાભે bigb.bigadda.com પર બ્લોગ લખીને સણ્સણતો જવાબ લખ્યો એ વાંચવામાં આવ્યું ત્યારથી બ્લોગ લખવાનો સળવળાટ થવા માંડ્યો. મારે તો એ માટે કંઈ કરવાનું જ નહોતું. બસ, પ્રતીક્ષાને કહેવાની જ વાર હતી. એમ જ થયું. તેને કહ્યું એટલે એ કામે લાગી ગઈ, અને જોતજોતામાં આખો માંચડો ગોઠવાઈ ગયો. હવે બ્લોગની દુનિયામાં સ્વૈરવિહાર કરવો છે. કોઈ પણ વિષય પર વિચારો વ્યક્ત કરવા છે… હવે થાય છે, કાશ આ વહેલું કર્યું હોત… પણ,’જબ જબ જો હોના હૈ તબ તબ વો હોતા હૈ’… એ ન્યાયે ભલે મોડું પણ શરૂ તો થયું…
રોબર્ટ ફ્રોસ્ટનું આ વાક્ય બહુ ગમે છે…
"જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું"હરસુખ થાનકી
ત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય… હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક “કલક્ત્તા હલચલ”ના ગુજરાત બ્યુરો ચીફ.
“આજનું અવતરણ”
* જો આપણે આપણા સામર્થ્ય મુજબ કામ કરીએ તો આપણી જાતને પણ અચંભિત કરી શકીએ. - ટોમસ આલ્વા એડિસનFollow Me on Twitter…
- Blog update : દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા… wp.me/pfwbP-8U 2 weeks ago
- Blog update : “ગુલાબી ગેંગ” એ “ગેંગસ્ટર ગેંગ” નથી… wp.me/pfwbP-86 2 weeks ago
- Interview of Pratiksha Thanki | SpeakBindas http://bit.ly/mswxDt 10 months ago
- New blog post. Tagore on Silver Screen. Chirakumar Sabha : thankibabu.wordpress.com/2011/06/23/%E0… 11 months ago
- New Blog Post. Gujarati short story : Kaalsandook (Timecapsule) : thankibabu.wordpress.com/2011/06/16/%E0… 11 months ago
Archives
-
Recent Posts
Tags
Awards Bengali Films Blue Rose book Citizen Kane Classic Film Drona Education Film & Books Germany Gossip Gujarat Gujarati Film Harry Potter History Info Language Marathi Films Money Mother's Day New Theaters Nobel Prize Nostalgia Orson Welles Oscar Over Rated Peter Doherty Rama Ratilal Jogi Review Rituparno Ghosh Satyajit Ray Slumdog Millionaire Star stuttgart Tagore Tapan Sinha The Lord of the Rings Thought Travel Tribute Vidya Balan Woman Power Wondering World War 2Categories
-
Recent Comments
- bhattji on દુનિયા એક વાર્તા છે અને તમે એનો સાર છો, મા…
- himanshupatel555 on “ગુલાબી ગેંગ” એ “ગેંગસ્ટર ગેંગ” નથી…
- સુરેશ on “ગુલાબી ગેંગ” એ “ગેંગસ્ટર ગેંગ” નથી…
- jitu48 on થોડુંક અંગત
- GUJARATPLUS on “ગુલાબી ગેંગ” એ “ગેંગસ્ટર ગેંગ” નથી…
- alkesh2907 on “ગુલાબી ગેંગ” એ “ગેંગસ્ટર ગેંગ” નથી…
- પંચમ શુક્લ on લેખની લંબાઇ શબ્દોમાં અને મિનિટમાં…
- Envy on “ધ આર્ટિસ્ટ”માં એવું તે શું છે?
- readsetu on “ધ કાઇટ રનર”ની પતંગબાજી… ક્યા કેહના!
- » “ધ આર્ટિસ્ટ”માં એવું તે શું છે? » GujaratiLinks.com on “ધ આર્ટિસ્ટ”માં એવું તે શું છે?
Pages
Meta
-
મુલાકાતીઓ
- 19,943
-
Top Posts
-
Top Clicks
- None
-
This work by Harsukh Thanki is licensed under a Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 2.5 India License. - Pictures have been used for educational and non profit activities. If any copyright is violated, kindly inform and I will promptly remove the picture. I apologize in advance!
ગુજરાતીમાં લખો...
Blogroll
દરેક બ્લોગરને બ્લોગ શરૂ કરવાની પોતાની એક વાર્તા હોય છે
વેલકમ અગેઇન!!
દેર આયે દુરસ્ત આયે!
બ્લોગ જગતમાં આપનું સ્વાગત.
હરસુખભાઈ,
બ્લૉગજગતમાં આપનું સ્વાગત! આપના લેખો વાંચવાની મજા આવી. બ્લૉગ જગતને આવા ગુણવત્તા સભર લેખો સતત આપતા રહેશો એવી આશા રાખું છું.
I have registerd my blog account
bhattji.worldpress.com
dekhajayega age age.
Dinkar
ગુજરાતી બ્લોગજગતમાં, લખવાનું જેમનું કામ છે એવા લોકોની જબરજસ્ત ખોટ છે. કદાચ એટલે તો મેઇનસ્ટ્રીમ મીડિયામાં આ વિશે પૂરતું લખાતું નથી (હમણાં ચિત્રલેખાએ બ્લોગ પર આખો લેખ કર્યો તેમાં ગુજરાતી બ્લોગનું નામોનિશાન નથી!).
આપના આગમનથી આ ખોટ પૂરાશે એવી આશા!
‘ચિત્રલેખા’ની વાત જવા દો હિમાંશુભાઇ, પહેલે પાને “આ ‘બ્લોગ’ છે શું?” અને લેખના મથાળે “યે બ્લોગ-બ્લોગર્સ ક્યા હૈ?” વાંચીને મને થયું કે આ કંઇક આપણા કામનું છે પણ જ્યારે લેખ વાંચ્યો ત્યારે ખબર પડી કે આ તો શાહરુખ/આમિર/અમિતાભની ગોસિપ માત્ર છે!
પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. મારાં હાર્દીક અભીનંદન. તમે પ્રીન્ટ મીડીયા સાથે સંકળાયેલા છો તે જાણી બહુ જ આનંદ થયો.
તમારાં પુસ્તકો અને બીજાં સર્જનોની માહીતી આપો તો સારું. એમાંથી તમારી પસંદગીના લેખ/ કવીતા પણ આપશો.
I like your blog. How can I type and publish in Gujarati on wordpress?
Please let me know: atulraval@gmail.com
Thanks.
પહેલી જ વાર તમારો બ્લોગ જોયો.
મારાં હાર્દીક અભીનંદન
બ્લૉગજગતમાં આપનું સ્વાગત!
આપના લેખો વાંચવાની મજા આવી.
બ્લૉગ જગતને આવા ગુણવત્તા સભર લેખો સતત આપતા રહેશો
Vijay Shah
http://www.vijayshah.gujaratisahityasarita.org
http://www.vijayshah.wordpress.com
http://www.gadyasarjan.wordpress.com
(1)harsukhbhai, zandu bhattjee naa lekh parnee tamaaree koment maate aabhaar.
(2)lokmilapnee khissapothio vechavaamaa mane khoob j rasa chhe, tame koi reete madad karee shakasho?
થાનકીબાબુ, આપનું આગમન એ ઉજ્જડ ગામમાં આંબા સરસુ લાગ્યું, કવીઓથી ભરપુર ગુજરાતી બ્લોગ જગતમાં લખવાનું જેમનું કામ છે એવા લોકોની જબરજસ્ત ખોટ વર્તાયેલી, તે ખોટ પુરાશે એવા એંધાણ મળ્યા.
Harsukhbhai ….1st time to your Blog …Welcome to the world of GUJARATI BLOGS ! You are invited to my Blog…CHANDRAPUKAR..Please do visit at>>>
http://www.chandrapukar.wordpress.com Your VISIT & your COMMENTS will be appreciated.
Dr. Chandravadan Mistry Lancaster Ca USA
FARI AVYO HU
VAT JOVU TAMARI HU
Waiting for your visit to CHANDRAPUKAR……..
હરસુખભાઈ,
આપના લેખો વાંચવાની મજા આવી. બ્લૉગ જગતને આવા જ સુંદર લેખો સતત આપતા રહેશો એવી આશા રાખું છું.
કયારેક આ બ્લોગ ની મુલાકાત લેઇ ને અમને પણ જરૂરી માગઁદશઁન આપતા રહેજો.
http://www.divyesh-patel.blogspot.com
આદરણીય થાનકીસાહેબ
કુશળ હશો જ.
વધુમાં તમારા બ્લૉગ ઉપર મેં નવલિકા વિભાગ શોધી જોયો. ન મળ્યો થોડો નિરાશ થયો. હું જો ભૂલ ના કરતો હોઉં તો કદાચ ‘નવસંધાન’ નામનો સંગ્રહ મેં વર્ષો પહેલાં વાંચેલો. ૧૯૮૧-૮૨ની વાત હશે. તેમાં વાર્તાઓ હતી ડો. જયંત ખત્રી, બક્ષી, બકુલેશની અને બીજા નામ યાદ નથી આવતા, પણ એક બીજું નામ મને યાદ છે હરસુખ થાનકીનું. કારણ કહું તો મને તમારી એ વાર્તામાં ઉપયોગમાં લીધેલ બોલચાલની હિન્દી ભાષાને લીધે ખૂબ ગમેલી. જો કે વાર્તાવસ્તુ યાદ નથી. “બિરયાની” નામ હતું વાર્તાનું. મારી ગમતી વાર્તાના લિસ્ટમાં ડાયરીમાં ટપકાવેલું તેથી પાકી ખબર છે. …એક ભાવક તરીકે મળતા હક્કથી કહું તો મહિના એકાદ કૃતિ સાથે તમે શરૂઆત કરશો તો પણ વાંધો નહિ. અને જો “બિરયાની” ફરી વાંચવા મળે તો એનાથી બીજું રૂડું શું?
હું ગુજરાતી બ્લૉગ જગત વતી તમને નમ્ર વિનંતી કરું છું. આશા છે તમે નિરાશ કરશો નહિ.
કમલેશ પટેલના
પ્રણામ
http://kcpatel.wordpress.com/
કમલેશભાઇ,
સૌથી પહેલાં તો નૂતન વર્ષના અભિનંદન. તમારી યાદદાસ્ત ખરેખર સારી છે. “નવસંધાન” પ્રગતિશીલ વાર્તાઓનો સંગ્રહ હતો અને ગુજરાતીમાં કદાચ એવો એ પહેલો જ પ્રયોગ હતો. તમે ઉલ્લેખ કર્યો છે તે ઉપરાંત દિલીપ રાણપુરા, યશવંત મહેતા સહિતના બીજા લેખકોની પણ તેમાં વાર્તાઓ હતી. તમને મારી વાર્તા “બિરયાની” પણ યાદ છે તેથી બહુ આનંદ થયો. આ વાર્તાનો સંસ્કૃત સહિત કેટલીક ભાષાઓમાં અનુવાદ થયો હતો. હિંદીમાં તે “સારિકા”માં પ્રગટ થઈ હતી. “સમકાલીન ભારતીય વાર્તાઓ” નામે એક સંગ્રહ રશિયામાં રશિયન ભાષાંમાં પ્રગટ થવાનો હતો. તે માટે પણ “બિરયાની” સ્વીકારાઇ હોવાનો મને એ સંગ્રહનાં સંપાદિકા લુદમિલા (તેમની સરનેમ યાદ નથી રહી)નો પત્ર મળ્યો હતો, પણ મારા કમનસીબે ટેકનિકલ કારણસર “બિરયાની” એ સંગ્રહમાં લેવાઇ નહોતી. ખેર, તમે થોડી જૂની સ્મૃતિઓ યાદ કરાવી તે બદલ આભાર. કોઇ નવી વાર્તા લખાશે તો ચોક્કસ બ્લોગ પર મૂકીશ.
hello
kem chho?
majaaman hasho .
હરસુખભાઈ,
બ્લોગજગતમાં સ્વાગત. આજે પ્રથમવાર જ તમારો બ્લોગ જોયો. તમારી પાસે કલમની ખૂબ સુંદર અભિવ્યક્તિ છે. તમારા જેવા ધૂરંધરોના આગમનથી ગુજરાતી બ્લોગજગત બળવત્તર બની રહ્યું છે એથી ખરેખર આનંદ થાય છે.
તમારા વિવિધ લેખો ઉપરાંત ગાગરમાં સાગર જેવા તમારા અવતરણોનો સંગ્રહ ખાસ ગમ્યો. બ્લોગના માધ્યમથી અવારનવાર મુલાકાત થશે.
- દક્ષેશ
http://www.mitixa.com
નમસ્તે હરસુખભાઈ,
બ્લોગની સુચિમાં આપનું નામ તે પર જોઈ ક્લિક કર્યુ. ખાસ તો આપનો અધુરો પરિચય હોવાથી જ. પણ પરિચયમાં પણ આપે ફક્ત બ્લોગ વિષે જ થોડું અંગત લખ્યુ છે. કેટલાક લોકોનો પરિચય એમના કામ થકી જાહેર જ હોય છે. માંગવો એ અજ્ઞાન ગણાય પણ મારા જેવા ઘણા અજ્ઞાનીઓ હશે જે ગુજરાતી હોવા છતાં ગુજરાતીઓથી દૂર થતા ગયા હોય. તે માટે આપનો પરિચય અન્ય માટે લખી મૂકશો તો આનંદ થશે. ફરી અહીં બ્લોગ જગતમાં મળતા રહીએ એવી આશા અને શુભેચછા સહ !
રેખા સિંધલ
very happy to see your blog. do visit our blog
http://www.drsudhirshah.wordpress.com
http://www.banshivat.wordpress.com
http://www.zero2dot.org
http://www.shreenathjibhakti.org
I hope you visit our blog and websites and comments are awaited.
regards,
Dr.Sudhir Shah
મુરબ્બી શ્રીહરસુખભાઈ,
9-10 માસમાં 20 જેટલી વ્યકતિઓએ આમ તો કહી દીધુ છે એટલે વિશેષ કંઇ લખવા જેવું લાગતું નથી પરંતુ આ પેજમાં એડીટ કરીને આપનો વિસ્તૃત પરિચય આપશો તો ગમશે .
ઉપ્સ… સોરી.. તમે ઑલરેડી તમારા ફોટા સાથે લખેલ જ છે પણ (બહાના સાથે કહું તો) જલ્દબાજીમાં ધ્યાન બહાર રહી ગયું.
ઇફ પોસીબલ, ડીલીટ બોથ કોમેન્ટસ.
I like ur writting and I am new to this concept just like u but still cant set my blog…may be I will take someones help…as this is good forum to express.
Wish u best
Dear Harsukhbhai,
Although I turned a blog fan recently and went through your blog writing, I have known your print medium work. I vaguely remember we have met also,once or twice. I am happy to read your output on the blog now.Please keep up the creative work. With all the best wishes,
Tushar Bhatt, journalist,former editor of TOI and ET,Ahmedabad.
માનનિય હરસુખભાઈ,
આમ તો આપના બ્લોગ પર આજે જ જરા સમય ચોરીને આવી પહોંચ્યો. મજા આવી. જ્યારે એ જાણ્યુ કે આપ પણ ટુંકી વાર્તાઓના મહારથી છો. એ જાણી આપને મારો બ્લોગ પર જવા અને એને પવિત્ર કરવા વિનંતી છે. ટુંકી વાર્તાઓ લખવાનો મને પણ રોગ છે. હાલે મેં લગભગ મારી ૮ વાર્તાઓ પ્રકાશિત કરી છે. આપના સુચનોની મને રાહ રહેશે.
આપનો સ્નેહાધિન,
નટવર મહેતા
http://natvermehta.wordpress.com/
Shri Harsukhbhai,
“જ્યારે પણ લખું છું ત્યારે એમ લાગે છે કે પહેલી વાર લખી રહ્યો છું” I liked this sentence of Robert Frost a lot. I hope you enjoy your stay at Germany. I have stayed there for 3.5 yrs. Beautiful country!
I enjoyed reading your blog. Very good! Bina.
please mail me your e mail ID.
mukesh thakkar.kolkata
aamarkolkata@gmail.com
Thankibabu….where are you lost these days?????!!!!!
I couldnt see any new entry in your blog for so long………..!
Look forward to something interesting from you soon, can I?
Hope to…thnx
Thankibabu,
Blog man tamne maline maja padi.
Hari Desai
Director
Research Institute on Sardar Patel StudiesCERLIP
Vallabh Vidyanagar
9898543881
Harsukhbhai,
Congratulations,
Blog swarupe tamane maline rubaru malya jevo anand thay chhe.Jagat bahu nanu thai gayun chhe.
Parixit Thankey.
Very nice blog.
સુંદર અને સરસ બ્લોગ
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
હરસુખ ભાઇ આપને વાંચીને ધન્ય થવાયું છે, આપની ગુજરાતી ભાષાની સેવા અદભૂત છે. ધન્યવાદ આપને. …
harsukh bahi ape je suvakyo blog par mukya chhe e khare khar sara chhe thanks ………..
આપના જેવા સિધ્ધહસ્ત લેખક પાસેથી વાંચીને પણ માર્ગદર્શન મળતું રહે. મેં પણ બ્લોગજગતમાં કશુંક આપવાનો પ્રયત્ન શરુ કર્યો છે.
http://bestbonding.wordpress.com
કોઈવાર આપની માર્ગદર્શક કોમેન્ટ મળશે તો જ્ઞાન વહેંચવાનો ઉત્સાહ વધશે.