Feeds:
Posts
Comments

Archive for May, 2008

“ઘૂંઘટ કા પટ ખોલ રે તોહે પિયા મિલેંગે…” આ એક જ ગીતે જેમને અમર બનાવી દીધાં છે અને આવાં તો અનેક કર્ણપ્રિય અને ભાવવાહી  ગીતો અને ભજનો થકી હિન્દુસ્તાનના ઘટઘટમાં વસેલાં જુથિકા રોયની આત્મકથાનો ગુજરાતી અનુવાદ “ચૂપકે ચૂપકે બોલ મૈના” વાંચીને જે પહેલી લાગણી થઈ તે એ કે એક મહાન જીવનના જાણે સાક્ષી બવી શકાયું. તેનું કારણ કદાચ એ કે એકદમ સરળ બાનીમાં તે એટલું સહજ રીતે આલેખાયું છે કે [...]

Read Full Post »

ત્રણેક વર્ષ પહેલાં અંગ્રેજી નવલકથા “પોલીએના” ઘરમાં આવી હતી. પ્રતીક્ષાને તેની કોઈ ફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. પુસ્તક વિષે ખાસ માહિતી નહોતી એટલે એકાદ-બે વાર હાથમાં લઈને મૂકી દીધું હતું. પ્રતીક્ષા તો એ વખતે જ વાંચીને ખુશ થઈ ગઈ હતી, પણ એ પછી હું “પોલીએના”ને સાવ ભૂલી ગયો. ચાર-પાંચ દિવસ પહેલાં ફરી “પોલીએના”નો ગુજરાતી અનુવાદ ઘરમાં આવ્યો. આ વખતે ચંદ્રિકાએ વાંચી અને ખૂબ વખાણી. એ વખતે પ્રતીક્ષાએ કહ્યું, [...]

Read Full Post »

ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ખૂબ સંઘર્ષભર્યો રહ્યો છે એ તો આપણે જાણીએ જ છીએ, પણ આ સંઘર્ષપૂર્ણ ઇતિહાસનાં કેટલાંક પૃષ્ઠ વિશિષ્ઠ રહ્યાં છે. “આરઝી હકૂમત” આવું જ એક વિશિષ્ઠ પૃષ્ઠ છે. દેશ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે આઝાદ થઈ ગયો હતો, પણ એ સમયના કાઠિયાવાડના એક નાનક્ડા રજવાડા જૂનાગઢે તો મુક્તિ મેળવવા એ પછી પણ લગભગ સાડા ત્રણ [...]

Read Full Post »

પત્રકાર-લેખક તરીકેની મારી કારકિર્દીમાં ઘણાં પુસ્તકોની સમીક્ષા કરવાનું બન્યું છે. મને યાદ છે કે કેટલાંયે પુસ્તકોને રિવ્યુ કરતી વખતે હાથમાં લેવાની પણ ઇચ્છા ન થાય. ઘણી વાર પુસ્તકની પ્રસ્તાવના અને થોડાં પાનાં પર નજર નાંખી લેવાથી જ અંદર શું હોઈ શકે એ ખબર પડી જતી હોય છે. એક અંગ્રેજ નિબંધકાર સિડની સ્મિથ (૧૭૮૧-૧૮૪૫)એ એવું કહ્યું છે [...]

Read Full Post »

દુનિયાના ફિલ્મ ફેસ્ટિવલઓમાં અવ્વલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૬૫માં દેવ આનંદે નિર્માણ કરેલી ક્લાસિક “ગાઈડ” દર્શાવાશે. મને ગમતી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. અનેક વાર મેં આ ફિલ્મ જોઈ છે અને જ્યારે પણ તક મળશે ત્યારે ત્યારે જોવાનો છું. એક એક્ટર તરીકે દેવ આનંદ મને બહુ ગમ્યો નથી, પણ આ ફિલ્મમાં તેણે કમાલ કરી છે. પટકથા, અભિનય, એડિટિંગ, દિગ્દર્શન, ગીત-સંગીત… એક પણ પાસું નબળું નહિ. ભારતીય [...]

Read Full Post »

આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ [...]

Read Full Post »

ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ [...]

Read Full Post »

જાપાનમાં લોકપ્રિય બની ચૂકેલી બ્લોગર મીકો વિષે લખતો હતો ત્યારે જે લેખિકા સતત યાદ આવ્યા કરતી હતી તે છે બેબી હલદાર. મીકો કરતાં તેની કહાણી સાવ જુદી છે, પણ તેની સંઘર્ષગાથા કોઈ પણ દમિત અને પીડિત મહિલા માટે પ્રેરક બની રહે તેવી છે. કહાણી શરૂ થાય છે હરિયાણાના ગુડગાંવમાં રહેતા એક નિવૃત પ્રોફેસર પ્રબોધકુમારના ઘરથી. પ્રબોધકુમારનો [...]

Read Full Post »

૨૦૦૮ના વર્ષમાં બનેલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં એક ઘટનાનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે તે એ કે જાપાનમાં એક યુવા લેખિકાને ત્યાંનો એક પ્રતિષ્ઠત એવોર્ડ મળ્યો છે. સારું લખતા લેખકોને તો એવોર્ડ મળતા જ હોય છે એટલે આમાં નવી વાત શી એવો કોઈને પણ પ્રશ્ન થાય, પણ આ કિસ્સામાં નવી વાત [...]

Read Full Post »

બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કોઈ કારણ વગર રિમુવ થઈ ગયા તેનું દુખ હજી છે. કાર્તિકભાઈ મિસ્ત્રીએ બેક અપ લેવાનું જે સૂચન કર્યું છે અને તે માટેની જે ટેકનિકલ વિધિ આપી છે તે ઘણાને ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને મારા જેવા બિન-ટેકનિકલ બ્લોગર માટે તો ખરી જ.
બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કેમ રિમુવ થયા તેનું કારણ હેલ્પ-ગ્રૂપના એક [...]

Read Full Post »

Older Posts »