ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”નું આ ગીત મને બહુ ગમે છે, પણ બહુ જલદી તે મારા એક બ્લોગનું હેડિંગ બનશે એવી તો કલ્પના જ નહિ. આવું બનવું કંઈ નવી વાત નહિ ગણાતી હોય, પણ મારા માટે તો નવી જ છે… બ્લોગસ્પોટ પર બ્લોગ લખવાવું શરૂ કર્યાની બરાબર મોજ આવવી હજી તો શરૂ થઈ હતી ત્યાં જ તા. ૯મી મેંએ એક મિત્રે ફોન કરીને કહ્યું કે તે મારા બ્લોગ હેઈજ પર ગયો પણ તે ખૂલતું નથી. એવું કઈ રીતે બને? પણ વાત સાચી હતી. હું પણ મારું બ્લોગ પેઈજ ન ખોલી શક્યો. ત્યાં એક મેસેજ હતો કે “આ બ્લોગ રિમુવ કરી દેવાયા છે.” એ પછી ઘણી ખણખોદને અંતે મને એટલી જાણ કરાઈ કે એકાદ દિવસમાં આ અંગે યોગ્ય કરવામાં આવશે.
મારી પાસેથી જાણે કંઈ છીનવી લેવાયું હોય એવું લાગ્યુ. ખરેખર નિરાશ થઈ ગયો. અંતે ધીરજ ખૂટી ગઈ. બ્લોગ લખવાનો આનંદ તો હવે જતો કરવો જ નહોતો. બ્લોગસ્પોટ પર જે બન્યું તે ભૂલીને વર્ડપ્રેસ પર આવી ગયો. દુખ એક જ વાતનું હતું કે જે બ્લોગ લખ્યા હતા તે ગયા, પણ ત્યાં તો પ્રતીક્ષાએ શોધી કાઢ્યું કે તરકશ.કોમ પર મારા બધા બ્લોગ મોજૂદ છે. આભાર તરકશ.કોમનો. બધા બ્લોગ ત્યાંથી મળ્યા એટલે અહીં મૂકી શકાયા છે… ખરેખર નિરાંત થઈ, પણ હજી એ તો સમજાયું જ નથી કે બ્લોગસ્પોટ પર જે બન્યું એ કઈ રીતે બન્યું…

વર્ડપ્રેસ.કોમ સારું છે, પણ સાવચેતી રૂપે બેકઅપ લેતા રહેવું. તમે બ્લોગને .xml ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકો છો.
Manage–>Export માં જઇ Download Export File પર ક્લિક કરો. આ પરથી મેં આ વિધી સ્ક્રિનશોટ સાથે મારા બ્લોગ પર લખી છે
[...] વર્ડપ્રેસ, સમાચાર by Kartik Mistry on May 12th, 2008 * હરસુખભાઇએ લખ્યું તેમ તેમનો બ્લોગસ્પો…! હવે તમારી પોતાની વેબસાઇટ હોય કે [...]
ખૂબ ખૂબ આભાર કાર્તિકભાઈ… બ્લોગનો બેક અપ લેવાની તમે આપેલી રીત બધાને કામ લાગશે.