Feeds:
Posts
Comments

Archive for June, 2008

રજનીકાન્તની બહુ ફિલ્મો મેં જોઈ નથી. યાદ કરવા બેસું તો એક માત્ર અમિતાભ સાથેની “હમ” યાદ આવે. જે ફિલ્મોથી રજનીકાન્ત મશહૂર છે તે “બાબા”, “ચંદ્રમુખી”, “શિવાજી” વગેરે તો જોવા મળે ત્યારે ખરી. તેની કેટલીક ફિલ્મો વિષે તો જોક્સ પ્રચલિત છે અને સાંભળ્યું છે કે એ ફિલ્મો જોવા જતી વખતે મગજ ઘેર રાખીને જ જવું પડે.
તેમ [...]

Read Full Post »

રુગ્વેદમાં કહ્યું છે : “આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ” અર્થાત “સારા વિચારો સમગ્ર વિશ્વમાંથી આવવા દો”. વેદની આ વાણીનો આજે દુનિયામાં સૌથી વધુ જો કોઈ પ્રચાર કરતું હોય તો તે છે એક ચીની વિદ્વાન. તેમનું નામ છે જિ ઝિયાનલિન (Ji Xianlin) અને ઉંમર છે ૯૭ વર્ષ. હવે તો તેઓ પદ્મભૂષણ થઈ ગયા છે. સંસ્કૃત [...]

Read Full Post »

રાત્રે સૂવા જતાં પહેલાં રોજની ટેવ મુજબ ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં એક ચેનલ પર ફિલ્મ “ધ ગન્સ ઓફ નેવેરોન” ચાલતી હતી. સદનસીબે હજી શરૂ જ થઈ હતી. ઊંઘ ક્યાંય છૂ થઈ ગઈ. આખી ફિલ્મ જોઇ. કેટલામી વાર જોઈ એ યાદ રાખવાનું છોડી દીધું છે. આમ પણ મને યુદ્ધ ફિલ્મો બહુ ગમે છે. મારી મનપસંદ [...]

Read Full Post »

ઇ-મેઇલ, ચેટ અને એસએમએસના આજના જમાનામાં આ બધાં સંપર્ક માધ્યમોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઇ ચીજ હોય તો તે છે સ્માઇલી. તમારા લખાણ સાથે જે લાગણી વ્યક્ત કરવી હોય તે માટેના અલાયદાં સ્માઇલી હોય છે. આ સ્માઇલીનો વ્યાપક ઉપયોગ કરનારે પણ એવો વિચાર કદાચ ભાગ્યે જ કર્યો હશે કે સ્માઇલી કોણે ક્યારે બનાવ્યું હશે અને [...]

Read Full Post »

નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જાહેર થઈ ગયા છે. હજી સુધી તો તે જાહેર થયા પછી કોઇ વિવાદ ઊભો થયો નથી એટલી નિરાંત છે. બીજી ઘણી બાબતોની જેમ ફિલ્મોને અપાતા નેશનલ એવોર્ડ શરૂ કરવા પાછળ પણ સરકારનો શુભ આશય જ હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો તે પછી અનેક ક્ષેત્રોમાં સરકારે પ્રોત્સાહન આપવાની જે નીતિ અપનાવી હતી તે મુજબ [...]

Read Full Post »

ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાનો હીરક મહોત્સવ આજથી શરૂ થઈ ચૂક્યો છે. આજે આ સંસ્થાની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થયાં છે.
નવી પેઢીના ફિલ્મરસિકો માટે કદાચ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા” બહુ જાણીતું નામ નહિ હોય. પણ હજી થોડાં વર્ષ પહેલાં થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં એક દસ્તાવેજી ફિલ્મ કે લઘુ ફિલ્મ ફરજિયાત જોવી પડતી. તેનું નિર્માણ “ફિલ્મ્સ [...]

Read Full Post »

વેકેશન પૂરું થઈ ગયું છે. શાળાઓ ખૂલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો બાળકો શાળામાં દાખલ થશે અને પોતાના શૈક્ષણિક જીવનનો આરંભ કરશે. બાળકના શાળાપ્રવેશનો દિવસ દરેક માતાપિતા માટે પણ મહત્ત્વનો બની રહેતો હોય છે. ભવિષ્યનાં અનેક સપનાંઓ સાકાર થઈ શકશે એવી આશાઓ જાગવાનો પ્રારંભ પણ આ દિવસથી થતો હોય છે. બાળક [...]

Read Full Post »

અશ્વેત નેતા બેરેક ઓબામા માટે અમેરિકાના પ્રમુખપદ તરફ જવાનો રસ્તો વધુ મોકળો થઈ રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની પસંદગી માટે હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે તેમાં હિલેરી માટે હવે કોઇ શક્યતા રહી નથી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઓબામાએ ખરો ચૂંટણી જંગ તો હવે જ લડવાનો છે. અત્યારે તો તેમણે તેમના માર્ગનો એક અવરોધ પાર કર્યો [...]

Read Full Post »

પ્રથમ વિશ્વ યુદ્ધમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર કેટલીક ખ્યાત અને કુખ્યાત વ્યક્તિઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં “માતાહરી”ને ઘણું આગળ સ્થાન મળે. માતા અને હરી શબ્દોને કારણે નામ ભારતીય લાગે, પણ તે યુરોપિયન હતી. હોલેન્ડમાં જન્મેલી માતાહરીનું મૂળ નામ બીજું જ હતું, પણ આ નામે તેણે યુદ્ધમાં જર્મન સેના માટે જાસૂસી કરી હતી અને પ્રાચીન [...]

Read Full Post »

“ગાંધીજી આજે જીવતા હોત તો પરિસ્થિતિ જુદી હોત” આવું ઘણાને મોઢે ક્યારેક સાંભળવા મળતું હોય છે. “જો અને તો” પરિબળ માણસમાત્રના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે. ૨૦૦૪ની ૨૩ ઓગસ્ટનો “આઉટલૂક” મેગેઝિનનો એક વિશેષાંક હાથમાં આવી ગયો. તેમાં “જો આવું ન થયું હોત તો…”ને કેન્દ્રમાં રાખીને લખાયેલા કેટલાક લેખો છે. તેમાંનાં કેટલાંક રસપ્રદ શીર્ષકો : ગોડસેની ગોળીથી ગાંધી બચી ગયા હોત તો…, સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન [...]

Read Full Post »