૩૧ જુલાઇ એટલે હિંદી ફિલ્મોના મહાન ગાયક મહંમદ રફીની પુણ્યતિથિ. દેશભરમાં રફીના લાખો પ્રશંસકો આ દિવસે પોતાના આ પ્રિય ગાયકને યાદ કરી લેતા હોય છે. તેમની યાદમાં કાર્યક્રમો પણ યોજાતા હોય છે. રફીના ચાહકો કે તેમની બનેલી કોઇ સંસ્થા કે મંડળ દ્વારા આવો કોઇ કાર્યક્રમ યોજાય એમાં કોઇ નવી વાત ન કહેવાય પણ ૩૧મી જુલાઇએ [...]
Archive for July, 2008
મહંમદ રફી : ક્યારે રીલીઝ થશે એ ડોક્યુમેન્ટરી…
Posted in Music, tagged Tribute on July 30, 2008 | 3 Comments »
તપન સિંહા : “ખુદિતો પાષાણ”નું અમદાવાદ કનેક્શન…
Posted in Film, tagged Nostalgia on July 24, 2008 | 7 Comments »
આખરે ભારતીય ફિલ્મજગતના ટોચના સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડનો કળશ બંગાળી ફિલ્મકાર તપન સિંહા પર ઢોળાયો છે. પ્રાણ, સુચિત્રા સેન, બી. સરોજાદેવી જેવાં કેટલાંક દિગ્ગજો હજી કતારમાં છે, પણ ૮૪ વર્ષીય તપનદાને આ એવોર્ડ મળવો એ ખુદ એવોર્ડનું પણ સન્માન છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સત્યજિત રાય, મૃણાલ સેન અને રુત્વિક ઘટકની હેડીના તપનદાએ બંગાળી અને હિંદીમાં ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. આજ સુધીમાં તપનદાની ફિલ્મોને વિવિધ [...]
મિડનાઇટ્સ ચિલ્ડ્રન : એ યાદગાર અનુભવ…
Posted in Nostalgia, tagged Film & Books on July 12, 2008 | 3 Comments »
“મિડનાઇટ્સ ચિલ્ડ્રન” આજકાલ સમાચારોમાં છે. સલમાન રશદીની આ બહુ વખણાયેલી નવલકથાને “બુકર ઓફ બુકર” પ્રાઇઝ મળ્યું છે. કટ્ટરવાદીઓના ફતવા, મુક્ત લાઇફસ્ટાઇલ અને છાશવારે ગર્લફ્રેન્ડ બદલતા રહેવા સહિતનાં કારણોસર રશદી વિવાદોમાં ઘેરાયેલા રહે છે. જોકે તેમનું જમાપાસું એ છે કે આ સ્થિતિમાં પણ તેમનું સાહિત્યસર્જન ચાલુ જ હોય છે. ભારતીય મૂળના જે કેટલાક લેખકો અંગ્રેજી સાહિત્યજગતમાં ધાક જમાવી શક્યા છે તેમાં [...]
ભાષાને શું વળગે ભૂર : વેદનું જર્મન ક્નેક્શન
Posted in General, tagged Language on July 10, 2008 | 4 Comments »
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર…” એવું કવિ નર્મદ કહી ગયા છે. કયા સંદર્ભમાં કહી ગયા છે એની ચિંતા કર્યા વિના ભાષાના મહાસાગરમાં ભલે ડૂબકી ન મારીએ પણ કિનારે બેસીને છબ્છબિયાં કરીએ તો પણ ઘણું રસપ્રદ જાણવા મળે તેમ છે. હિંદી સામયિક “કાદમ્બિની”માં ઇબ્બાર રબ્બીના માત્ર અડધા પાનાના લેખમાં દંગ થઈ જવાય તેવી [...]
વિઠ્ઠલ પંડ્યા : એક અસલી ચહેરો…
Posted in Literature, tagged Film & Books on July 9, 2008 | 3 Comments »
લોકપ્રિય નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા હવે આપણી વચ્ચે નથી. મુંબઈમાં તા. ૩ જુલાઇએ રાત્રે ૮૬ વર્ષની વયે તેમનો જીવનદીપ બુઝાયો. “સુખની સરહદ”, “નૈન વરસ્યાં રાતભર”, “યાદોનાં ભીનાં રણ”, “સમણાં તો પંખીની જાત”, “લોહીનો બદલાતો રંગ”, “આખું આકાશ મારી આંખોમાં”, “માણસ હોવાની મને બીક”, “બુકાની બાંધેલા રસ્તા” વગેરે ૪૫ જેટલી નવલકથાઓ અને ૧૦ વાર્તાસંગ્રહો સહિત ૭૦ જેટલાં પુસ્તકોનું સર્જન કરીને ગુજરાતી [...]
“સાત”નો મહિમા અપરંપાર…
Posted in General, tagged Wondering on July 7, 2008 | 2 Comments »
મારા મિત્ર દિનકર ભટ્ટે જગતની એક અજાયબી તાજમહાલ વિષે બ્લોગ લખ્યો છે. તેના શીર્ષકમાં જ પ્રશ્ન કર્યો છે કે “અજાયબી સાત જ કેમ?” આવો પ્રશ્ન બીજા ઘણાને થવો સ્વાભાવિક છે, પણ તેનો જવાબ એટલો જ હોઈ શકે કે સાતનો આંકડો દુનિયાભરની સંસ્કૃતિઓમાં શુભ અને પવિત્ર મનાય છે અને તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. સાત જનમના ફેરા, [...]
વિમ્બલડન : ઓલ સિસ્ટર્સ ગેઇમ
Posted in Sport, tagged Woman Power on July 4, 2008 | 1 Comment »
ફરી એક વાર વિમ્બલડન (Wimbledon)માં વિલિયમ્સ બહેનો છવાઇ ગઈ છે. છેલ્લાં આઠ વર્ષમાં બંને બહેનો વિનસ અને સેરેના એક સાથે ત્રીજી વાર ફાઈનલમાં પહોંચી છે. વિનસની આ સાતમી અને સેરેનાની ત્રીજી વિમ્બલડન ફાઇનલ છે. ગુરુવારે સેરેનાને સેમીમાં રમતી જોવા વિનસ અને તેમના પિતા રિચાર્ડ બંને પ્રેક્ષકો વચ્ચે બેઠાં હતાં, પણ શનિવારે બંને બહેનો ફાઇનલમાં ટકરાશે ત્યારે પિતા તે જોવા હાજર નહિ રહે. [...]
ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક : એક ઘટનાનું સત્ય…
Posted in Film, tagged Review on July 2, 2008 | 1 Comment »
ગુલઝાર દિગ્દર્શિત “પરિચય” ઘણી વાર જોઈ છે. આ ફિલ્મ મારી મનગમતી ફિલ્મોમાંની એક છે. “પરિચય” વિષે સાંભળ્યું હતું કે તે “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” પર આધારિત છે, પણ ઘણી ઇચ્છા હોવા છતાં આ ફિલ્મ જોવાનો મેળ પડતો નહોતો, પણ અંતે થેન્ક્સ ટુ કુમાર, મેળ પડી ગયો.
“ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” જોતી વખતે અને જોયા પછી એક [...]
