ગુજરાતી ફિલ્મો વિષે આજે જ એક લાંબો લેખ લખવાનું થયું છે. “નવચેતન”ના દિવાળી અંકમાં તે છપાશે. ગુજરાતી ફિલ્મો વિષે જ્યારે પણ લખવાનું થાય છે, ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે. શું નથી આપણી પાસે? પ્રતિભા છે, સાધનોની કમી નથી, પૈસા છે, પણ આખા વરસમાં સમ ખાવા પૂરતી એક સારી ફિલ્મ બનાવી શકતા નથી. પહેલી ગુજરાતી [...]
Archive for September, 2008
વાત ગુજરાતી ફિલ્મોની… સંદર્ભ મરાઠી ફિલ્મો
Posted in Film, tagged Gujarati Film, Jinki Re Jinki, Marathi Films, Taare Zameen Par, Tingya, Valu on September 27, 2008 | 7 Comments »
ધ એલ્કેમિસ્ટ : ખરો કીમિયાગર છે પોલો કોએલો…
Posted in Literature, tagged Film & Books, Paulo Coelho on September 18, 2008 | 11 Comments »
માણસનું જીવન બદલી નાંખવાની ક્ષમતા ધરાવતા કોઇ એક પુસ્તક્નું નામ આપવાનું જો કહેવામાં આવે તો બેશક પોલો કોએલો (Paulo Coelho) લિખિત નવલકથા “ધ એલ્કેમિસ્ટ” (The Alchemist)નું જ નામ આપું. મૂળ પોર્ટુગિઝ ભાષામાં ૧૯૮૮માં પ્રગટ થયેલું, ૬૭ ભાષાઓમાં અનુવાદ થયેલું અને ત્રણ કરોડ પ્રતોથી વધુ વેચાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ સુલભ બન્યું છે. “એલ્કેમિસ્ટ” નામે [...]
ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય…
Posted in General, tagged Film & Books, H. G. Wells, Time Machine, Wanted, Wondering on September 13, 2008 | 1 Comment »
હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય [...]
સલમા : પ્રતિભા ક્યાંય છૂપી રહી શકતી નથી…
Posted in Literature, tagged Awards, Salma, Woman Power on September 10, 2008 | 3 Comments »
“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે [...]
બેટલશિપ પોટેમકિન : મૂક ફિલ્મની મજા કંઇક ઓર હોય છે…
Posted in Film, tagged Film & Books on September 7, 2008 | 3 Comments »
મૂક ફિલ્મો વિષે ઘણું લખવાનું અને વાંચવાનું થયું છે, પણ ચાર્લી ચેપ્લિન અને લોરેલ-હાર્ડીની કેટલીક મૂક ફિલ્મો અને અમુક ડોક્યુમેન્ટરીમાં રડીખડી ભારતીય મૂક ફિલ્મોની ઝલકને બાદ કરતાં એક પણ પૂરી લંબાઈની મૂક ફિલ્મ જોઈ નહોતી. ઇન્ટરનેટ પરથી અવારનવાર રસ પડે તેવી ફિલ્મો ડાઉનલોડ કરતો રહું છું. બે દિવસ પહેલાં કઈ ફિલ્મ ડાઉનલોડ કરવી તેનો વિચાર [...]
મહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો…
Posted in Film, tagged Nostalgia on September 3, 2008 | 4 Comments »
ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરતો કરતો deshgujarat.com પર પહોંચી ગયો. ત્યાં ૧૯૬૦માં બનેલી ગુજરાતી ફિલ્મ “મહેંદી રંગ લાગ્યો”નાં બધાં ગીતોની YouTube વિડિયો-લિન્ક પર નજર પડતાં જ જલસો પડી ગયો. આ આનંદ તો જોકે ક્ષણજીવી જ નીવડ્યો, કારણ કે બધી જ લિન્ક પર “સોરી, વિડિયો હટાવી લેવાયો છે” એવો મેસેજ હતો એટલે “મહેંદી રંગ લાગ્યો”નું એક પણ ગીત [...]
