
ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરતો કરતો deshgujarat.com પર પહોંચી ગયો. ત્યાં ૧૯૬૦માં બનેલી ગુજરાતી ફિલ્મ “મહેંદી રંગ લાગ્યો”નાં બધાં ગીતોની YouTube વિડિયો-લિન્ક પર નજર પડતાં જ જલસો પડી ગયો. આ આનંદ તો જોકે ક્ષણજીવી જ નીવડ્યો, કારણ કે બધી જ લિન્ક પર “સોરી, વિડિયો હટાવી લેવાયો છે” એવો મેસેજ હતો એટલે “મહેંદી રંગ લાગ્યો”નું એક પણ ગીત તો જોવા-સાંભળવા ન મળ્યું, પણ ઘણી સ્મૃતિઓ સળવળી ઊઠી…
“મહેંદી રંગ લાગ્યો” રીલીઝ થઈ હતી એ જ વર્ષે ૧૯૬૦માં જ પહેલીવાર જોઈ હતી. એ વખતે નવેક વર્ષનો હતો. પછીનાં સાત-આઠ વર્ષો દરમ્યાન એકાદ વખત ગણેશોત્સવ જેવા કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળી હતી. “મહેંદી રંગ લાગ્યો” વિષે એ વખતે જે ખબર નહો્તી એ વર્ષો પછી થઈ કે આવી ફિલ્મો એ જમાનામાં બની હતી, જ્યારે ગુજરાતમાં અને મુંબઈમાં ગુજરાતી ફિલ્મો જોનારો ઘણો મોટો વર્ગ હતો અને સરકારે ફેંકેલા સબસિડીના ટુકડા કે મનોરંજન કરમુક્તિ વિના પણ હાઉસફુલનાં પાટિયાં ઝુલાવતી હતી.
દારૂબંધીનો પ્રચાર કરતું એક સૂત્ર “દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂ જ દારૂડિયાને પી જાય છે” એ છેલ્લાં કેટલાંક વર્ષોથી જ પ્રચલિત થયું છે, પણ “મહેંદી રંગ લાગ્યો” ફિલ્મે તો વર્ષો પહેલાં આ જ સંદેશો આપ્યો હતો. અનિલ અને અલકાના સુ્ખી સંસારને દારૂ કેવો બરબાદ કરી નાંખે છે તે આ ફિલ્મની કથા છે. મુખ્ય ભૂમિકામાં રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણનો ઉત્કૃષ્ટ અભિનય અને કર્ણપ્રિય ગીત-સંગીતે લોકોને ઘેલા કરી દીધા હતા. “મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો” જેવા આ ફિલ્મના ટ્રેડમાર્ક જેવા ગીત ઉપરાંત “નૈન ચકચૂર છે… મન આતુર છે… હવે શૂં રહી ગયું બાકી કહો મંજૂર છે”, ”આ મુંબઈ છે…”, “પાંદડું લીલું ને રંગ રાતો…”, “ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું… હું તો નીકળી ભરબજારે…”, “હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…” જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી. રાજેન્દ્રકુમારે આ એક જ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, પણ એ જમાનાના આ અતિ સફળ અભિનેતાએ “મહેંદી રંગ લાગ્યો”માં કામ કરવાનો એક પણ પૈસો લીધો નહોતો.
“મહેંદી રંગ લાગ્યો”ની નિર્માણકથા પણ રસપ્રદ છે. બન્યું એવું કે ૧૯૫૯માં દિગ્દર્શક વિજય ભટ્ટે “ગુંજ ઉઠી શહનાઇ” ફિલ્મ બનાવી હતી. કરુણ અંત ધરાવતી આ ફિલ્મ સુપરહિટ થઈ હતી. વિજય ભટ્ટે તેના એક ગીતમાં ગુજરાતના ટિપ્પણી રાસનો ખૂબ સુંદર ઉપયોગ કર્યો હતો. કેમેરામેન બિપિન ગજ્જર હતા. રાજેન્દ્રકુમાર બિપિનના કામથી ખૂબ પ્રભાવિત હતા. એક દિવસ તેમણે બિપિનને એવું વચન આપી દીધું કે જો તેઓ પોતે કોઇ ફિલ્મનું નિર્માણ કરશે તો પોતે તેમાં કામ કરવાનો એક પણ પૈસો નહિ લે.
આવી તક કોણ છોડે? બિપિન ગજ્જરે પણ ન છોડી. તેઓ ગુજરાતી ફિલ્મો માટે પાયાનું કામ કરનાર ચાંપશીભાઇ નાગડા અને મનહર રસકપૂર સાથે સંકળાયેલા હતા જ. તે્મની પાસે આર્થિક સહાય માંગી. પ્રશ્ન એક જ હતો, નિર્માતા તરીકે બિપિન ગજ્જરનું નામ હોવું જોઇએ. એનો કોઇને વાંધો નહોતો. હવે વાર્તાની પસંદગી કરવાની હતી. ચતુર્ભુજ દોશી એ જમાનામાં ખ્યાતનામ પટક્થાલેખક હતા. તેમની પાસે ત્રણ-ચાર વાર્તા સાંભળ્યા પછી એક વાર્તા પસંદ પડી ત્યારે દોશીએ ફોડ પાડ્યો કે આ વાર્તા તેમણે થોડાં વર્ષો પહેલાં હિંદી દિગ્દર્શક એચ. એસ. રવૈલને વેચી દીધી હતી. બધા રવૈલને મળ્યા. તેમની પાસે વાર્તા હતી અને તાત્કાલિક તેના પરથી ફિલ્મ બનાવવાનો તેમનો કોઇ ઇરાદો નહોતો. તેમણે બિપિન ગજ્જરને વાર્તા આપી દીધી… અને પછી તો જે કંઇ બન્યું તે ઇતિહાસ જ છે…

હરસુખભાઈ, મહેદી રંગ લાગ્યો વિશેના તમારા લેખે ખરેખર રંગ રાખ્યો. મને લાગે છે કે આવા માહિતી સભર લેખોની ફ્રિક્વન્સી થોડી વધારવી જોઈએ. What you feel, m I right? It may be possible that there must be many articles on Gujarati films on the Net, but since you have started writing in our own language let more and more information go online. (I have written the second part in English language only because right now I find it is little difficult, and it take more than 15 minutes to wright just two lines, but I hope will be able to wright in my mother toung next time.)
આ ફિલ્મ વિષે વાંચ્યા પછી એકતો બચપણ યાદ આવ્યું અને મારું લીંબડી ગામ યાદ આવ્યું. કારણકે મને ઘરેથી ધાર્મિક ફિલ્મો સિવાય કોઇ ફિલ્મ જોવાની પરમિસન મળતી નહીં. અને ફિલ્મ વિષે મહત્વની માહિતીતો મળી જ.
vaah sundar maahiti … !!
dear harsukhbhai
enjoyed this bit as well as many other posts. Had a chance to meet Champshibhai Nagda who was sort of production controller as well as actor in the film. He even managed outdoor shooting of the film in Ahmedabad. Had also chance ot meet Manhar Raskapoor’s son Rajshekhar Raskapur.
By the way, I’m putting link of your blog on mine.
best
urvish kothari
http://www.urvishkothari-gujarati.blogspot.com
સરસ લેખ.સવિનય સર્વેને જણાવાનું કે આપના માંથી કોઈ ને આ ફિલ્મ જોવી હોવી હો અને તમે યુ એસ એ માં રેહતા હો તો Netflix નામ ની વેબસાઈટ ચાલે છે એના મેમ્બર બનશો તો આ ફિલ્મ ની CD એ લોકો ના કલેક્શન માં છે.મેં આ ફિલ્મ તાજેતર માં જ જોઈ ઘણા વર્ષો બાદ.ફિલ્મ જૂની છે એ ધ્યાન માં રાખશો બાકી પ્રિન્ટ ઘણી સારી છે.આભાર.
અને હા એ વેબસાઈટ પર બીજા ઘણા જુના હિન્દી અને ગુજરાતી મુવી છે.ખાલી જાણ ખાતર.