
ભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને હાથનો મેલ ગણાવ્યો છે કે કહેવતમાં એવું કહેવાયું છે, પણ કેટલાક મહાનુભાવોએ પૈસા વિષે શું કહ્યું છે તે મજા પડે તેવું છે.
* પૈસા કંઇ પણ કરી શકે છે એવી માન્યતા ધરાવતો હોય એ માણસ પૈસા માટે થઈને બધું જ કરી છૂટતો હશે એવી શંકા થાય. – બેન્જામિન ફ્રેન્કલિન
* ઇશ્વર પૈસા વિષે શું વિચારતો હશે એ જાણવું હોય તો જે લોકોને તેણે પૈસા આપ્યા છે એ લોકોને જોઇ લો. – ડોરોથી પાર્કર
* પૈસા વિષે કંઇ ન વિચારવાનો એકમાત્ર રસ્તો એ છે કે તે તમારી પાસે ઘણાબધા હોવા જોઇએ. – એડિથ વ્હોરટન
* પૈસાનો અભાવ જ તમામ પાપોનું મૂળ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો
* પૈસાને તમારો ભગવાન બનાવો અને તે શેતાનની જેમ તમને ભરડો લેશે. – હેનરી ફીલ્ડિંગ
* જો તમે તમારા પૈસાને ગણી શકતા હો તો તમે અબજોપતિ નથી. – જો પોલ ગેટ્ટી
* મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું. – જેકી મેશન
* તમારાં બાળકો પૈસા અંગે કંઇ શીખી શકે તેનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે તમારી પાસે તે ન હોય. – કેથરિન વ્હાઇટહોર્ન
* પૈસા સુખ નથી ખરીદી શકતા તો ગરીબાઇનું પણ એવું જ છે. – લિયો રોસ્ટ
* પૈસા મિત્રો નથી ખરીદી શકતા, પણ તે તમને સારી જાતના દુશ્મનો મેળવી આપે છે. – સ્પાઇક મિલિગન
* પૈસા એ છઠ્ઠી ઇન્દ્રિય જેવા છે. એના વિના તમે બાકીની પાંચનો પણ પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. – સમરસેટ મોમ
* આર્થિક કારણોસર પણ ગરીબાઇ હોવી એના કરતાં પૈસા હોવા સારા. – વૂડી એલન

When it was british era & when it was time just after independence, money was literally meant ‘paisa’ (it was time when anna wasn’t a matter or GK!)
But since ‘naya paisa’ came along with ‘Rupees’, Money means Rupees…
Saw all the nice collection about money translated with ‘paisa’ that’s why shared, hope its fine :~]
Well Nimit, when you want to talk about ‘money’ in Gujarati, the valid word used all around is ‘paisa’… Of course Rupees would be used in English and if you specifically want to talk about them, you call them ‘Rupiya’ in Gujarati and not Rupees.
‘paisa’ is the term widely used to for wealth when u call someone ‘paisadaar’ as well. Use of word ‘paisa’ in Gujarati is not limited to currency… and that is not a matter of GK.
અત્યારની પરિસ્થિતિ જોતાં લાગે છે કે ખરેખર પૈસા ઝાડ પર નથી ઉગતા!
પૈસા વિશેના અવતરણોનું સરસ સંકલન.
“મારી પાસે જિંદગીભર ચાલે એટલા પૈસા છે, સિવાય કે હું કંઇ ખરીદું – જેકી મેશન” સૌથી વધુ ગમ્યું.
ભગવદ્ ગોમંડલમાં પૈસા વિશે ૬૩ જેટલા અર્થો છે તેમાંથી “૨૮. પૈસાવગરનો ઘેલો અને સાબુ વગરનો મેલો” અહીં ટાંકવાની ઈચ્છા રોકી શકતો નથી.