Feeds:
Posts
Comments

Archive for November, 2008

ચંદ્રકાન્ત બક્ષીએ ભલે એમ કહ્યું હોય કે કવિતા રચવી એ દાઢી ઉગાડવા જેટલું સહેલું કામ છે, પણ બક્ષીએ તો આવાં ઘણાં રમૂજી વાક્યો આપ્યાં છે. જેમને કવિતા સહજ છે અને સાધ્ય  છે, એમને કદાચ આ લાગુ પડતું હોઇ શકે, બાકી એક સારી કાવ્યકૃતિ કેટલી મથામણ પછી સર્જાતી હોય છે એ તો કોઇ કવિ જ કહી શકે. મેં કદી કવિતા રચી નથી, પ્રયાસ પણ નથી કર્યો.  ટૂંકી વાર્તા [...]

Read Full Post »

જનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે? પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું.
આદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે તો [...]

Read Full Post »

 

ચારેકોર સહ્યાદ્રી પર્વતમાળાના ઉતારચઢાવ વચ્ચે મોટરમાર્ગે અમે ગણપતિપુલે (Ganpati pule) તરફ આગળ વધી રહ્યાં હતાં. વિક્રમ સંવતના નવા વર્ષની સવાર પનવેલમાં મિત્ર દિનકર ભટ્ટના ઘેર પડી હતી અને બપોર પછી ગણપતિપુલેમાં પગ મૂકવાનો હતો. પનવેલથી નીકળીને જેવા મુંબઈ-ગોવા હાઇવે પર આવ્યાં કે થોડી જ વારમાં બંને તરફ સુંદર હરિયાળીથી ચિત્ત પ્રસન્ન રહ્યું. રત્નાગિરિથી થોડે દૂર હતાં, ત્યાં [...]

Read Full Post »