
View from Stuttgart TV Tower
સ્ટુટગાર્ટમાં અત્યારે બરાબર બપોરના બાર વાગ્યા છે. ગયા શનિવારે એર અમીરાતની ફ્લાઇટમાં ફ્રેન્ક્ફર્ટ ઊતરવાનું મનોમન કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું. આજે સ્ટુટગાર્ટમાં પૂરું એક સપ્તાહ થઈ ગયું છે.
દેશની બહાર નીકળવાનો આ પહેલો જ મોકો એટલે ત્રણ-ચાર માસ પહેલાં જ્યારથી આ પ્રવાસનું નક્કી થયું હતું ત્યારથી અમારા બંનેની ઉત્સુકતા અને આતુરતાનો પાર નહોતો, અને મને ખાતરી છે કે અહીં સ્ટુટગાર્ટમાં પ્રતીક્ષા અને કુમારની પણ એ જ હાલત હતી… અંતે પહેલાં મહિનાઓના, પછી દિવસોના અને અંતે કલાકોના કાઉન્ટડાઉન પછી અમે સ્ટુટગાર્ટમાં છીએ.
અહીં જે મોજથી એક સપ્તાહ વીત્યું છે અને બાકીનાં ત્રણ સપ્તાહ વીતવાનાં છે તેના પરથી એટલું તો નક્કી જ છે કે આ એક મહિનો હંમેશ માટે અમારી જિંદગીનો યાદગાર સમય બની રહેવાનો છે.
અહીં પહોંચ્યાં નહોતાં ત્યાં સુધી એવું વિચાર્યું હતું કે રોજેરોજ એક બ્લોગ લખવો, પણ અહીંની વ્યવસ્થા, સુઘડતા, પળેપળ પલટાતી રહેતી મોસમ, કુદરતી સૌંદર્ય, અહીંનાં લોકો અને એવી અનેક બાબતો વિષે કદાચ નિરાંતે જ લખી શકાશે… થોડી તસવીરો મૂકવાની લાલચ રોકી શકાતી નથી…

ટીવી ટાવર પરથી સ્ટુટગાર્ટ

લેન્ડસ્કેપ

ફનીક્યુલર ટ્રેન

આહ, જર્મની! આખું જર્મની જોવા જેવું છે. મારા વિશલિસ્ટમાં ઉમેરેલું છે તેનું એક બીજું કારણ છે જર્મનીમાં સૌથી વધુ ડેબિયન ડેવલોપર્સ છે!
When will we develop our country so that people from the other world come to see and commend us not only for the
Taj,Rajasthan,Palaces or curse us for the indescipline,dirtyness
indifferent behaviour and like!?
I have seen few countries and always like those for their
cleanliness,good behaviour…now I am working in Seoul,Korea
and I think our ‘Ram’ was born here and not in India as we
claim!! feel angry? but yes, I have reason to say this as I
find so much nice behaviour of people…they do not touch
your lost things and return it, they behave so obediently
even if nobody is watchig, they follow traffic rules at night
…all this and more cant be expected in India so easily!
Enjoy your short stay in good country.
amazing …
have a wonderful time there ..
Enjoy!
and do write aftrer coming back.
કોન્રાડ સ્ટેટગેલેરી નીમુલાકાત અવશ્ય કરશો, તેમજ આપની પ્રિય યુધ્ધભુમી તેમજ જર્મનયુધ્ધકથા માણવી હોય તો Birkencopf ની નાનકડી મુલાકાત લેવાનું ચુકશો નહી.