
મ્યુનિકના સિટી સેન્ટરમાં પેડલ રિક્ષા
જર્મનીમાં ઘણાં બધાં આશ્ચર્યો વચ્ચે એક છે પેડલ રિક્ષા. તેને Pedicab પણ કહે, પણ વધુ તો Rikscha તરીકે જાણીતી છે. સ્ટુટગાર્ટમાં તો ક્યાંય જોવા નથી મળી, પણ મ્યુનિકના સિટી સેન્ટર મરિયનપ્લાઝમાં ઘણી Rikscha જોઇ. પછી ખબર પડી કે માત્ર મ્યુનિકમાં જ નહિ, બર્લિન સહિતનાં જર્મનીનાં બીજાં કેટલાંક શહેરોમાં પણ Rikscha દોડે છે, એટલું જ નહિ, આ શહેરો જેમને નિરાંતજીવે જોવાં હોય તેમને માટે ગાઇડની પણ ગરજ સારે છે. બે કલાક માટે તેને બુક કરી શકાય અને તેનું ઓનલાઇન બુકિંગ પણ થઈ શકે છે.
ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં તો પેડલ રિક્ષા અને પગરિક્ષા આજે પણ દોડે છે. કોલકાતામાં તો પગરિક્ષા છે જ. ભારતનાં બીજાં શહેરોની તો ખબર નથી, પણ અમદાવાદમાં માલની હેરફેર માટે પેડલ રિક્ષાનો આજે પણ ઉપયોગ થાય છે. એક સમયે લોકોને પણ બેસાડીને લઈ જવાતા, પણ કેટલાંક વર્ષોથી બંધ કરી દેવાયું છે.
પગરિક્ષા અને પેડલ રિક્ષા એ મૂળ તો એશિયાની જ પેદાશ છે. Rickshaw શબ્દ મૂળ જાપાની Jinrikisha પરથી આવ્યો છે. તેનો શાબ્દિક અર્થ થાય “માનવશક્તિથી ચાલતું વાહન”. આજે કોલકાતામાં જોવા મળે છે એ માણસ દોડીને ખેંચી લઈ જાય એવું બે પૈડાંનું વાહન એ જ આવી રિક્ષાનું આદ્ય રૂપ છે અને લગભગ ૧૪૦ વર્ષ પહેલાં ૧૮૬૮માં જાપાનમાં તે દોડતું થયું હતું. ભારતમાં તેનું આગમન ૧૮૮૦માં થયું અને વીસમી સદીના પ્રારંભે તે ચીનમાં પહોંચ્યું હતું. પગે ખેંચીને ચાલતી રિક્ષા સમય જતાં પેડલ રિક્ષા બની. ભારત અને ચીન તથા જાપાન ઉપરાંત બાંગ્લાદેશ, કંબોડિયા, થાઇલેન્ડ,
વિયેતનામ, મ્યાંમાર, મલેશિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને મેક્સિકો જેવા દેશોમાં પણ ચાલે છે.
“દો બીઘા જમીન” જેવી ફિલ્મોમાં આવી ચૂકેલી પગરિક્ષા કે પેડલ રિક્ષા માણસ દ્વારા માણસને ખેંચતી હોઇ ઘોર શોષણનું પ્રતીક ગણાય છે. તે ભારત જેવા ગરીબ દેશમાં હોય એ તો સમજી શકાય,પણ જર્મની જેવા સમૃદ્ધ દેશમાં પણ પેડલ રિક્ષા હોઈ શકે એવી કલ્પના નહોતી. જોકે આશ્ચર્યોની આ દુનિયામાં ક્યાં કમી હોય છે…

gr8 …
દિલ્હી (જુનું અને નવું બંને)માં અને એની ફરતેના શહેરો જે NCR ના ભાગ છે, ત્યાં પુષ્કળ પ્રમાણમાં સાઈકલ રીક્શા દોડે છે… મોટેભાગે બાંગ્લાદેશી નિરાશ્રીતો ચલાવે છે પણ અન્ય રાજ્યોમાંથી આવેલાં કામદારો પણ ઘણુંખરું એ ચલાવતાં હોય છે…
થાઈલેન્ડમાં તો આપણે ત્યાંના છકડાઓ જેવી ઓટો રિક્ષાઓ હોય છે… પરદેશીઓ એને ટુક-ટુક પણ કહે છે…
This man-drawn ricksaws are still a reality (though just for tourist purppose) in Japan today…I saw it when I visited in Dec.08..For tourism attraction purpose it is not bad…provided people who run are paid like taxi….not poorly.
સાચી વાત છે અંકલ, દુનિયામાં આશ્ચર્ય ની ક્યા કમી હોય છે? જર્મની જેવા વિકસિત દેશમાં પણ આ ચલણ છે એ તો ખબર જ નહોતી, આપના બ્લોગ માં વાંચીને માહિતગાર થઇ. સરસ.
આધુનિકતા પાછળની દોડ સાથે સાથે જુની રીત ભાતો પણ જોડાયેલી રહે તેની મજા પણ અનેરી હોય છે.
બર્લિનની ઐતિહાસીક દિવાલ જોવા જરૂર જજે,માનવીય ભાવનાઓને કચડીને ત્યારના શાસકોએ બર્બતાનો કેવો પરચો આપ્યો હતો ?
તે અનુભવ, તે દિવાલની પાસે ઉભો રહીને કરજે.