
સ્ટુટગાર્ટનું સિટી સેન્ટર
જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ અર્થ જ નથી, પણ જે કેટલીક બાબતોને લઈને સતત મનોમન સરખામણી થતી રહે તે છે લોકોની સ્વચ્છતા જાળવવા પ્રત્યેની જાગૃતિ, ટ્રાફિક વગેરેના નિયમોના પાલનમાં ડિસિપ્લિન અને ખાસ તો લોકોની બેઝિક પ્રામાણિકતા.
આપણે ભલે આપણી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિના ઢોલ પીટતા રહીએ, અને એના માટે આપણે ગૌરવ લેવું જોઇએ એમાં પણ બેમત નથી, પણ ઉપર્યુક્ત સહિતની કેટલીક એવી બાબતો છે, જેના અંગે આપણે બહુ ગૌરવ લઈ શકીએ તેમ નથી. આ બધી બાબતોના પાલનમાં ત્યાં કોઇ કશી ચૂક નથી કરતું એવું કહેવાનો કોઇ આશય નથી, પણ ત્યાં એ પ્રમાણ કદાચ એટલું ઓછું છે કે તે દેખાઇ આવતું નથી.
જર્મનીથી આવ્યા પછી પહેલી વાર એક મોલમાં જવાનું થયું. પત્ની પાસે પર્સ હતું. સુરક્ષાકર્મીએ પર્સને એક બેગમાંમુકાવ્યા પછી એ બેગને સીલ કરીને આપી. આવે સમયે જર્મની યાદ આવે જ. ત્યાં મોલ કે સુપર માર્કેટમાં જઈએ ત્યારે સાથે ગમે તેટલા થેલા-થેલી હોય, સાથે જ રાખવાનાં. બહાર ક્યાંય જમા કરાવવાની કડાકૂટ નહિ. એક સ્ટોરમાંથી કંઇ ખરીદી કરી હોય તે પણ સાથી રાખવામાં કોઇને વાંધો નહિ. બહાર નીકળતી વખતે ક્યાંય કશું ચેકિંગ નહિ, કંઇ નહિ. આનો અર્થ એવો પણ નથી કે ત્યાં રામરાજ્ય છે. શોપ-લિફ્ટર્સને પકડી પાડવા માટે પૂરતી વ્યવસ્થા હોય છે, અને એવા લોકો પકડાતા પણ હોય છે, પણ તે છતાં સ્ટોરમાં આવશે તે દરેક માણસ ચોરી કરી જશે એવું માનીને તેમની પાસેનાં પર્સ કે બેગ બહાર મુકાવી દેવાતાં નથી.
જર્મનીમાં જાણ્યું કે ત્યાં ટ્રેનો અને બસો વગેરેમાં જે લોકો પોતાની કોઇ ચીજવસ્તુઓ ભૂલી ગયા હોય તે કોઇને મળે તો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગમાં જમા કરાવી દે. ત્યાંથી એ વસ્તુ પરત મળી જાય. લોકોનાં લેપટોપ પણ આ રીતે પરત મળ્યાના દાખલા છે. આપણે ત્યાં પણ લોકોની પ્રામાણિકતા સાવ મરી પરવારી છે એવું તો કહી શકાય તેમ છે જ નહિ. ફરક કદાચ એ છે કે આવી કોઇ ઘટના બને છે ત્યારે એ છાપાના સમાચાર બની જાય એવી જવલ્લે બનતી ઘટના બની ગઈ છે.
બાકી ગઠિયાઓ તો બધે જ હોવાના. જર્મનીમાં એક મહિના દરમ્યાન એવો કોઇ ખાસ અનુભવ નથી થયો, પણ કહે છે કે ઇટાલી સહિત યુરોપના કેટલાક દેશોમાં બહુ સાચવવું પડતું હોય છે…

You are right in saying that, in other countries where discipline and truth are given priority.
You experienced this in europe but even in Asia too, it is maintained with zeal.
I have first hand experience of forgetting and getting back my camera stand (costly) in very busy Everland resort where @ lac of people were commuting and enjoying…I got it back after remembering it 5 hrs later and intact too! surprisingly they returned me without asking any question, believing that only owner will come to claim it!! so true…still, punch line is-when I thanked them for that they replied me..this is our duty and please enjoy your stay here..wow.
As per me, this can be done here too by us..only thing is we have to teach this to our chilren from day one.
રોજીંદી ઘટમાળની સરસ સરખામણી.
કુદરતી સૌંદર્ય પર-
જૂના યુરોપના મોટાભાગના દેશોમાં સભાનતા પૂર્વક પર્યાવરણને જાળવી રાખવાનો પ્રયાસ કરવામં આવે છે. આમ આદમીમં પણ આ બાબતે નોંધપાત્ર જાગૃતિ જોવા મળે છે.
જર્મનીમાં એક હેકર્સ ક્લબ છે – CCC (http://ccc.de) મારી ઇચ્છાઓની એક યાદીમાં આ ક્લબની વાર્ષિક કોન્ફરન્સમાં હાજરી આપવાની છે. જર્મનીમાં ૧૯૭ ડેબિયન ડેવલોપર છે, જ્યારે, ભારતમાં ૫
hi,
hu chella 1 varas thi germany ma j rahu chhu. Munich ma.
aapani vat 100% sachi chhe ahi loko pramanik chhe, mara frnd no cell phone train ma kaik padi gayo hato, pachi lost and found ma tapas kari, ane bije divase lost/found dept mathi phone aavyo k tamari nishani mujab no cell phone mlyo chhe aaivi ne lai jav….
ane ek bija kissa ma to ek frnd ani beg (jema passport, camero, cash, ane biji vastu o hati) austria ane germany ni trin ma bhuli gayo hato to pan badhi vasto bije devase sahisalamat pachi mali gayi…
Munich ni gali o ma rate game tetala vage gumata mane koi dar nahi lagato enathi vishesh biju shu hoy…
bhargav
ભાર્ગવભાઇ, આપણો સંપર્ક થોડો વહેલો થયો હોત તો મ્યુનિચમાં મળવાનું ગોઠવી શકાયું હોત. મ્યુનિચમાં એક દિવસ સવારથી સાંજ સુધી હતાં. ખેર, બ્લોગ મારફત મળતા રહીશું.
germani mare javani echa che tame site ma sarsh mahiti aapi che maza padi hu germani thi j bllog ma messsage aapish
ક્યાંક પ્રામાણિકતા વ્યવહારમાં હોય છે અને ક્યાંક કાયદા મારફત વ્યવહારમાં લાવવી પડે છે. …. વાંચીને ગમ્યું.
આપના અનુભવો વિશે વધુ વાંચવુ ગમશે…