
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત જ છે. નોબેલ જેવા પારિતોષિક સાથે જે કેટલાંક અનિવાર્ય અનિષ્ટો પેકેજ ડીલ તરીકે મળે છે એનો આ એક ભાગ જ છે.
વર્ષો પહેલાં વાર્તા સામયિક “ચાંદની”ના સહ-સંપાદક તરીકે કાર્યરત હતો ત્યારે એક લેખ “નોબેલ પારિતોષિક કાંટાળો તાજ છે?” લખવાનું થયું હતું. તે “ચાંદની”ના ૧૯૮૬ની ૭ ડિસેમ્બરના અંકમાં પ્રગટ થયો હતો. લેખનો એક સૂર એ હતો કે નોબેલ પારિતોષિક આપવાનો મૂળ હેતુ “નાણાંના અભાવે કામ અટકી ન પડે” તે જાણે બર આવતો જ નથી. ઊલટું આ પારિતોષિક જ તેમના માર્ગમાં આડું આવતું હોય છે. વિગ્નાનના ક્ષેત્રે તો આવા અનેક દાખલા મળી આવે છે કે નોબેલ જીત્યા પછી વિગ્નાનીઓ પોતાના ક્ષેત્રે ખાસ કંઇ ઉકાળી શક્યા ન હોય. ઘણા કિસ્સામાં એવું પણ બનતું હોય છે કે નોબેલ મળ્યા પછી વિગ્નાની “અતિ વિશિષ્ટ” વિગ્નાનીઓના વર્ગમાં આવી જાય છે, અને માન-સન્માન, પ્રતિષ્ઠા અને નાણાં મળતાં તેને પોતાને એમ લાગવા માંડે છે કે હવે કંઇ કરવાનું બાકી રહેતું નથી.
જે વિગ્નાનીઓને નાની ઉંમરે નોબેલ મળી જાય છે તેમની સામે તો સૌથી મોટો પ્રશ્ન જ એ ખડો થાય છે કે હવે શું કરવું? અમેરિકન વિગ્નાની ડો. ડી. ટી. લીને ૩૧ વર્ષની ઉંમરે જ નોબેલ મળી ગયું હતું. તેમને નોબેલ મળ્યાની જાણ થતાં તેમનો પહેલો પ્રતિભાવ એ હતો કે “હવે હું આખી જિંદગી શું કરીશ?”
આજે ઇ-મેઇલના જમાનામાં વેન્કી જેવા વિગ્નાની પર ઇ-મેઇલનો મારો થાય છે, જૂના સમયમાં વિજેતાઓ પર પત્રોનો મારો થતો. બધા પત્રોના કદાચ જવાબ ન આપે તો પણ ઘણા પત્રોના જવાબ આપવા પડે તેમ જ હોય. તેમાં ઘણો સમય વેડફાય. એક નોબેલ વિજેતા વિગ્નાની ડો. ક્રિકે તો પત્રોના જવાબ આપવામાં સમય ન બગડે તે માટે એક છાપેલું ફોર્મ જ રાખ્યું હતું. તેમાં નિશાની કરીને તે મોકલી આપતા.
મેડમ ક્યુરીને બે વાર નોબેલ મળ્યું હતું. તેઓ કહેતાં કે “પત્રોના મારાએ અમારા જીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મહામહેનતે હું “ના” પાડી શકું છું. જવાબ આપવા તો દૂર રહ્યા, પત્રો વાંચવામાંય ખૂબ સમય લાગે છે. ”
નોબેલ મળ્યા પછી વિગ્નાનીઓની કામ કરવાની પદ્ધતિમાં પણ પરિવર્તન આવી જાય છે. પછી તેઓ નાનાંમોટાં કામમાં તો હાથ પણ નથી નાખતા. ઓછાં મહત્ત્વનાં રિસર્ચ પેપરોમાંથી પોતાનું નામ પણ કઢાવી નાખે છે. બીજી બાજુ તેમનાં સંશોધન કાર્ય સિવાય બીજાં ઇત્તર કાર્યોમાં તેમનો વધુ સમય વીતવા માંડે છે.
૧૯૦૧થી ૨૦૦૯ સુધીનાં વર્ષો દરમ્યાન અસંખ્ય વિગ્નાનીઓને નોબેલ પારિતોષિકો મળ્યાં છે. તેમાંથી કેટલાને પારિતોષિક ફળ્યું અને તેમણે નવી સિદ્ધિઓ હાંસલ કરી અને કેટલાને માટે તે કારકિર્દીના પૂર્ણવિરામરૂપ બની રહ્યું એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય બની શકે…

રસપ્રદ નિરિક્ષણ. અને બ્લોગ-જગતમાં પાછા ફરવા માટે અભિનંદન
Thankibabu welcome.
First of all, kudos for taking up this subject in new light.
You have good points here, scientist random do something impressive after Noble which itself is not so Noble (ala OBAMA case..compare this with many other deserving in world)
Venkatraman has vented correctly too that people who never cared for him for years, suddenly coming out to take credit. He was student of MSU and I read many views of professors and all about him, his carrier, his liking, his sincerity for study and all such rubbish (without all this it is not possible to reach where he is now, let alone getting Noble)
But, all this is part and parcel of fame, he should get used to too.
Now, question…where were u all these long time absence from the blog world? I hope you must have some comelling reason else it wont happen.
Wish you and your family a happy Diwali and New Year.
સરસ વિશ્લેષણ
તમે તો વેંકીની વાત કરી પણ મને ઓબામાની ચિંતા થાય!
બાપડાએ શાંતિનુ પારિતોષક મેળવ્યું એ પણ આટલું જલ્દી જલ્દી.(સાલુ, એમાં પણ જરૂર કંઈ રંધાયુ જ છે)
હવે ઓબામા તો યુધ્ધોની (ઓ)બા અને મા છે.
અફઘાનિસ્તાનમાં ઊબાડિયું, ઈરાકમાં નાસીપાસ અને ઈરાનની ભુતાવળ એમાં ઉત્તર કોરિયાનો અને ઈરાનનો મેળ!
ઓબામાએ તો જાતે જઈ નોબલ પ્રાઈઝ સ્વિકારવાનું નક્કી કર્યું.
એનું શું થશે??
hello sir
like it after all come at web world
we really enjoy with your all articales.
drpatel…………………………………