
કોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે બતાવવામાં નથી માનતો. તે સ્પષ્ટપણે એવું માને છે કે જો માથું ધડથી અલગ કરવાનું દૃશ્ય હોય તો તે પડદા પર દેખાડવું જ જોઇએ. જેઓ ટેરેન્ટિનોની ફિલ્મોથી પરિચિત છે તેમને ખબર જ છે કે હિંસાને પડદા પર વધુ ને વધુ પ્રભાવક રીતે નિરૂપવામાં આ ફિલ્મકાર બેજોડ છે.
ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મો જોયા પછી એ ગમી કે નહિ એ જવાબ તરત આપી દેવો સહેલું નથી હોતું. ”ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોયા પછી એવું જ બન્યું, પણ ટેરેન્ટિનોની ફિલ્મો સાથે હંમેશ બને છે તેમ તેની ફિલ્મો ધીમેધીમે તમારા પર સવાર થવા માંડે.
“ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” (Inglorious Bastards)માં બીજા વિશ્વયુદ્ધની એક કાલ્પનિક ઘટના છે. અગાઉ “ધ ગન્સ ઓફ નેવેરોન”થી માંડીને “વ્હેર ઇગલ્સ ડેર” સહિતની ઘણી કાલ્પનિક કથાઓ પરથી સુંદર યુદ્ધ ફિલ્મો બની ચૂકી છે, પણ જો ટેરેન્ટિનો જો કોઇ કાલ્પનિક કથાનક હાથમાં લે તો કેવી ફિલ્મ બને એ “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” જોઇને જ ખ્યાલ આવે. અહીં ડ્રામા પણ છે, સારું એવું ટેન્શન ઊભું કર્યા પછી હળવાશમાં લઈ જતી ક્ષણો પણ છે, અને ટેરેન્ટિનો શૈલીની હિંસા સાથે મુખ્ય ત્રણ પાત્રો બ્રેડ પિટ (Brad Pitt), મેલેની લોરેન્ટ (Melanie Laurent) અને ક્રિસ્ટોફર વોલ્ત્ઝ ( Christoph Waltz)નો સુંદર અભિનય પણ છે. નાઝી અધિકારીની ભૂમિકામાં ક્રિસ્ટોફર વોલ્ત્ઝ તો ઓસ્કર નોમિનેશન મેળવી શકે એ કક્ષાનું કામ છે. નાઝી અધિકારીઓ કઈ હદે ક્રૂર અને બદમાશ હતા એનું ચિત્રણ ટેરેન્ટિનોએ વોલ્ત્ઝના પાત્ર દ્વારા પ્રભાવક રીતે કર્યું છે અને રસપ્રદ વાત એ છે કે કોઇ નાઝી અધિકારીના પાત્રનો વિકાસ થવા માટે કોઇ દિગદર્શકે આટલો સમય ફાળવ્યો હોય એવા દાખલા બહુ ઓછા હશે.
નાઝીઓએ ફ્રાન્સ પર કબજો કર્યા પછી “જ્યુ હન્ટર” તરીકે કુખ્યાત નાઝી અધિકારી એક ગામમાં એક ખેડૂતના ઘરમાં સંતાયેલા એક યહૂદી પરિવારનો ખાતમો બોલાવે છે ત્યારે તેની એક દીકરી શોસાના ભાગી જવામાં સફળ થાય છે. તે સમય જતાં પેરિસમાં એક થિયેટરની માલિક બને છે. યુદ્ધની એક ઘટનામાં ૩૦૦ અમેરિકન સૈનિકોનો ખાતમો બોલાવનાર એક જર્મન સૈનિકને હીરો ચીતરતી ફિલ્મ “નેશન્સ પ્રાઇડ”નો પ્રિમિયર આ થિયેટરમાં યોજવાનું નક્કી થાય છે. તેમાં હિટલર સહિત તમામ ટોચના નાઝીઓ હાજર રહેવાના છે. એ બધા થિયેટરમાં હોય ત્યારે થિયેટરને આગ ચાંપી દઈ તમામને જીવતા ભૂંજી દઈ બદલો લેવાનો શોસાના પ્લાન બનાવે છે.
બીજી બાજુ અમેરિકન લશ્કરમાં રહેલા કેટલાક યહૂદીઓની ટોળી બ્રેડ પિટના નેતૃત્વમાં ફ્રાન્સ પહોંચે છે. તેમનો ધ્યેય એક જ છે, નાઝીઓને પકડી પકડીને ખતમ કરી નાખવા. તેઓ જે આતંક ફેલાવે છે તેને કારણે આ ગેંગ “બાસ્ટર્ડ્સ” તરીકે જાણીતી બની જાય છે. તેમને જ્યારે ખબર પડે છે કે એક થિયેટરમાં યોજાનારા ફિલ્મ પ્રિમિયરમાં ટોચના નાઝીઓ હાજર રહેવાના છે ત્યારે તેઓ પણ આત્મઘાતી બોમ્બરો બનીને ત્યાં પહોંચી જાય છે. શોસાના અને બાસ્ટર્ડ ગેંગે કરેલા પ્લાનથી એક્બીજા વાકેફ નથી કારણ કે તેમની કદી મુલાકાત જ થઈ નથી. બંને પોતપોતાના પ્લાન અમલમાં મૂકે તે પહેલાં કેટલીક અણધારી ઘટનાઓ બને છે. ફિલ્મનો અંત એક ફિલ્મકારની પોતાની કલ્પના મુજબનો છે. ઇતિહાસમાં શું બન્યું છે એને તેઓ અનુસર્યા નથી.
ખ્યાતનામ ફિલ્મસમીક્ષક રોજર એબર્ટે (Roger Ebert) ખરું જ કહ્યું છે કે ટોરેન્ટિનોની ફિલ્મ એક વખત જોઈને કદી સંતોષ ન થાય.

Kill Bill મેં ઓછામા ઓછી ૧૦ વખત ટીવી પર જોયા પછી ઓરિજીનલ સીડીઓ વસાવી લીધી. બાસ્ટર્ડ્સનું પણ એમ જ થાય તેવું લાગે છે. ડીવીડીની રાહ જોઈશ!
[...] રીવ્યુ લખવાનું નથી. પણ, જોયું કે, હરસુખભાઈએ અને ટર્મિનેટરે પહેલા જ લખી નાખ્યો છે [...]
http://foryouworld.wordpress.com/
good one. me too big fan of tarantino and as Kartik said, I too have watched Kill Bill many times. Here I would like to mention “No country for old man” hence it was Joel-Ethan Coen film but for so long the treatment led me to belive it as Tarantino’s work.
Thanks Harsukhbhai, Kartik.
- Dhaivat