
“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા પણ કહે છે)ના કેલેન્ડરનું ૧૩મું ચક્ર ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે પૂરું થઈ રહ્યું છે અને તે સંદર્ભે જે આગાહી કરાઇ છે તે મુજબ તે દિવસે દુનિયાનો અંત આવશે જ એવું માનીને ગ્વાટેમાલામાં લાખો લોકો આપઘાત કરી લે છે. ખરેખર આગાહી સાચી પડશે કે કેમ તે જાણવા માટે IHC નામના એક ગુપ્ત સંગઠનની સ્થાપના કરવામાં આવે છે. આ સંગઠન પણ એવો અહેવાલ આપે છે કે દુનિયાનો અંત આવી જશે. હવે દુનિયાભરના દેશોની સરકારો માનવજાતને બચાવી લેવાનું અતિ મુશ્કેલ કામ IHCને સોંપે છે. ૨૦૧૨ સુધીમાં ગમે તેમ કરીને દુનિયાને બચાવી લેવાના પ્લાન શરૂ થાય છે, પણ શું એ શક્ય બની શકશે ખરું? અંતે શું થાય છે તે ફિલ્મમાં જ જોવાનું રહ્યું. દિગ્દર્શ્ક રોનાલ્ડ એમેરિચની આ ફિલ્મ ખાસ્સી આતુરતા જગાવી ચૂકી છે.
ફિલ્મ “૨૦૧૨” તો જોવા મળે ત્યારે ખરી, પણ એ પહેલાં ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે એ આગાહીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી “નોસ્ટ્રાડામસ ૨૦૧૨” (Nostradamus 2012)જોઇ નાખી. આ એક દસ્તાવેજી ફિલ્મ છે અને ૨૦૧૨ માટે નોસ્ટ્રાડામસે કરેલી આગાહીઓ પર આધારિત છે. ૨૦૧૨માં દુનિયાનો અંત આવશે તે સંદર્ભે નોસ્ટ્રાડામસે શું કહ્યું છે, અને શા માટે માનવજાતનું નિકંદન નીકળી જશે તેનાં તેણે શું કારણો આપ્યાં છે, અને નોસ્ટ્રાડામસની હંમેશાં ગૂઢ અને રહસ્યમય ગણાતી રહેલી આગાહીઓનું અર્થઘટન કરવામાં નિષ્ણાતો તે અંગે શું કહે છે તે ખૂબ જ વિસ્તૃત રીતે આ દસ્તાવેજી ફિલ્મમાં દર્શાવાયું છે.
દુનિયામાં જ્યારે પણ ક્યાંય યુદ્ધ જેવી માનવસર્જિત કે ભૂકંપ જેવી કુદરતી હોનારતો સર્જાતી હોય છે ત્યારે નોસ્ટ્રાડામસે એ મુજબની આગાહીઓ કરી હોવાના લેખો લખાવા માંડતા હોય છે. નોસ્ટ્રાડામસ આમ તો એક સીધોસાદો ફ્રેન્ચ તબીબ હતો. પોતે કંઇક અસામાન્ય શક્તિઓ ધરાવે છે એ જાણ તેને જિંદગીની મધ્ય વયે થઈ હતી. બંને વિશ્વયુદ્ધો, કેનેડીની હત્યાથી માડીને અંતરીક્ષમાં સિદ્ધિઓ વગેરેની હત્યાથી તેણે ૪૦૦ વર્ષ પહેલાં કરી હતી. તેની ઘણી આગાહીઓ સાચી પડી હોવાનું માનવામાં આવે છે. જોકે ૧૯૯૯માં ત્રીજું વિશ્વયુદ્ધ થશે એવી તેની આગાહી સાચી પડી નથી.

નોસ્ટ્રાડામસના જીવન પરથી ”ધ મેન હૂ સો ટુમોરો” (The Man Who Saw Tomorrow) ફિલ્મ ૧૯૮૧માં બની હતી તે પણ જોવા જેવી છે. ૨૦૧૨નું વર્ષ નજીક આવશે તેમ તેમ નોસ્ટ્રાડામસની ઓર ચર્ચાસ્પદ બનતી રહેશે એમાં કોઇ શંકા નથી.

The movie you talked is running here and I wish to see it.
About Nostradamus, the language he has used in his quadrants is old and vague too! without much details, which gives doubt about his capabilities..
People try to fix his words after the incidences have happened, but they still have to prove his credentials with future incidences…they have failed in the case of Saddam Husain……