ગુજરાતના લોકનેતા અને આજીવન સેવાના ભેખધારી ઇન્દુલાલ યાગ્નિકની છ ભાગમાં ફેલાયેલી આત્મકથાનું પુન: પ્રકાશન થઈ રહ્યું છે એ બહુ મોટી ઘટના છે. મહાગુજરાત માટેની તેમની રાજકીય લડત તો ઐતિહાસિક મહત્ત્વ પામી ચૂકી છે, પણ રાજકીય કારકિર્દી દરમ્યાન વચ્ચે થોડાં વર્ષો તેઓ મુંબઈ પણ રહી આવ્યા હતા, ત્યારે ફિલ્મી દુનિયામાં પણ તેમણે કરેલા સંઘર્ષની એક અનોખી [...]
Archive for June, 2011
ફિલ્મસર્જક ઇન્દુલાલ યાગ્નિક
Posted in Film, General, Life, tagged Induchacha, Indulal Yagnik, Madhuri, Pavagadh nu Patan on June 24, 2011 | 4 Comments »
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…14 – “ચિરકુમાર સભા”
Posted in book, Film, Literature, tagged Bengali Films, Chirakumar Sabha, Deboki Bose, Tagore on June 23, 2011 | 1 Comment »
“ચિરકુમાર સભા” ટાગોરની એક વ્યંગ કૃતિ છે. તેના પરથી આ જ નામની બે ફિલ્મો બની ચૂકી છે. પહેલી વાર ૧૯૩૨ની ૨૮મી મેએ રીલીઝ થયેલી ”ચિરકુમાર સભા”નું દિગ્દર્શન પ્રેમાંકુર અર્ટોર્થીએ કર્યું હતું. તેમાં રાયચંદ બોરાલનું સંગીત હતું. બીજી વાર ૧૯૫૬માં નિર્માણ પામેલી ”ચિરકુમાર સભા”નું દિગ્દર્શન દેવકી બોઝે કર્યું હતું. ત્યારે હજી મહાનાયક ઉત્તમકુમારની કારકિર્દીનો શરૂઆતનો સમય હતો. ફિલ્મમાં [...]
સંભારણાં “ચંદ્રકાન્તા”નાં…
Posted in book, General, Literature, Nostalgia, tagged Chandrakanta, Devki Nandan Khatri, Gurjar Granth Ratna Karyalay on June 21, 2011 | 3 Comments »
સિરિયલ “ચંદ્રકાન્તા” ફરી ટીવી પર શરૂ થઈ ચૂકી છે, અને ”ચંદ્રકાન્તા”ની યાદ મને લગભગ પચીસેક વર્ષ પાછળ લઈ જાય છે. દેવકીનંદન ખત્રીની હિંદી નવલકથા ”ચંદ્રકાન્તા” વિષે ઘણું સાંભળ્યું હતું, પણ ક્યાંય વાંચવા મળતી નહોતી. એવામાં ૧૯૮૦ના અરસામાં “ઇન્ડિયન એક્સપ્રેસ” જૂથે “હિંદી એક્સપ્રેસ” નામનું એક સાપ્તાહિક શરૂ કર્યું. હિંદીના ખ્યાતનામ વ્યંગકાર શરદ જોશી તેના સંપાદક હતા. તેમાં તેમણે [...]
પિતા અર્થાત ઇશ્વર કા અનુવાદ
Posted in General, Life, tagged Father's Day, Nai Dunia on June 19, 2011 | 2 Comments »
આજનો દિવસ છે “ફાધર્સ ડે”. દર વર્ષે જૂનના ત્રીજા રવિવારે દુનિયાના ઘણા દેશોમાં ફાધર્સ ડે ઉજવાય છે. આજે કેટલાંક હિંદી અખબારોમાં ફાધર્સ ડે નિમિત્તે જે લેખો વાંચવા મળ્યા તેમાં “નઈ દુનિયા”માં ઓમ દ્બિવેદીનો લેખ દિલથી લખાયેનો લાગ્યો. લેખના બે ફકરા અહીં ઉતારવાની લાલચ રોકી શકાતી નથી. અનુવાદમાં મજા ન બગડે એટલે હિંદીમાં જ ઉતાર્યા છે. [...]
કાળસંદૂક (ટાઇમ કેપ્સ્યૂલ)
Posted in General, Literature, Nostalgia, tagged Digant Oza, Kaalsandook, Loksatta-Jansatta, Timecapsule on June 16, 2011 | Leave a Comment »
“ટાઇમ કેપ્સ્યૂલ” (time capsule) આજનાં ગુજરાતી અખબારોમાં ચમકેલો શબ્દ છે. સમાચાર વાંચીને ૧૯૯૨માં લખેલી ટૂંકી વાર્તા “કાળસંદૂક” એટલે કે “ટાઇમ કેપ્સ્યૂલ” યાદ આવી ગઈ. “જનસત્તા-લોકસત્તા”ના દિવાળી અંકમાં તે પ્રગટ થઈ હતી. એ વખતે “જનસત્તા-લોકસત્તા”ના તંત્રી સ્વ. દિગંત ઓઝા હતા. તેમણે દિવાળી અંકોની પરંપરા શરૂ કરી હતી, જે લગભગ દસેક વર્ષ જળવાઇ રહી હતી. દર વર્ષે [...]
ધ ગુડ મુસ્લિમ
Posted in book, Film, Literature, tagged Bangladesh, Film & Books, Steven Soderbergh, Tahmima Anam, The Good German, The Good Muslim on June 14, 2011 | 1 Comment »
તહમિમા અનામ લંડનમાં સ્થાયી થયેલાં બાંગ્લાદેશી મૂળનાં યુવા લેખિકા છે. હજી ગયા મહિને જ તેમની બીજી અંગ્રેજી નવલકથા “ધ ગુડ મુસ્લિમ” પ્રગટ થઈ છે. તેમની પહેલી નવલકથા “ધ ગોલ્ડન એજ”એ તેમને જે રીતની ખ્યાતિ અપાવી અને આંતરરાષ્ટીય સ્તરના એવોર્ડ્સ પણ અપાવ્યા એ પછી સ્વાભાવિક જ આ નવી નવલકથા ઘણી અપેક્ષાઓ જગાવી ચૂકી છે. ”ધ ગુડ મુસ્લિમ” તરફ [...]
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…13 – “ચિત્રાંગદા”
Posted in Film, Literature, tagged Bengali Films, Chitrangada, Tagore on June 10, 2011 | 1 Comment »
“ચિત્રાંગદા” મૂળ તો ટાગોરની એક નૃત્યનાટિકા છે, અને વર્ષોથી તેનું મંચન થતું રહે છે. ૧૯૫૫માં તેનો આધાર લઈને દિગ્દર્શક હેમચંદ્ર અને સૌરેન સેને આ જ નામની ફિલ્મ બનાવી હતી. ૧૮૯૨માં લખાયેલી નૃત્યનાટિકા ”ચિત્રાંગદા”ની કથા મૂળ તો મહાભારતમાં છે. તે અર્જુનની પત્ની હતી, અને મણિપુરના રાજાની કુંવરી હતી. અર્જુન એક વાર ફરતોફરતો મણિપુર જઈ ચઢે છે. [...]
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…12 – “ચાર અધ્યાય”
Posted in Film, Literature, tagged B R Chopra, Bengali Films, Char Adhyay, Kumar Sahni, Paul Zils, Tagore, Zalzala on June 9, 2011 | 1 Comment »
ટાગોરનું સાહિત્ય ફિલ્મ બનાવવા માટે માત્ર ભારતીય ફિલ્મકારોને આકર્ષતું રહ્યું છે એવું નથી. જર્મનીના એક ખ્યાતનામ દસ્તાવેજી ફિલ્મોના સર્જક પોલ ઝિલ્સ ૧૯૫૦ના અરસામાં ભારતમાં હતા. તેમને ટાગોરની “ચાર અધ્યાય” નવલકથાએ બહુ પ્રભાવિત કર્યા હતા. તેમને તેના પરથી ફિલ્મ બનાવવાની ઇચ્છા થઈ આવી. તેમણે હિંદીમાં તેની પટકથા પણ તૈયાર કરાવી. હિંદી ફિલ્મી દુનિયાથી તેઓ ખાસ પરિચિત [...]
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…11 – “ચોખેર બાલી”
Posted in Film, Literature, tagged Aishwarya Rai, Bengali Films, Chokher Bali, Rituparno Ghosh, Tagore on June 6, 2011 | 1 Comment »
“ચોખેર બાલી” ટાગોરની એક એવી કૃતિ છે, જેના પરથી છેક ૧૯૩૮થી લઈને આજ સુધી ફિલ્મો બનતી રહી છે. ૧૯૩૮માં દિગ્દર્શક સતુ સેને બનાવેલી ફિલ્મમાં રમા બેનરજી, મનોરંજન ભટ્ટાચાર્ય, છબિ બિશ્વાસ, શિબકાલિ ચેટરજી, શાંતિલતા ઘોષ જેવાં કલાકારોએ કામ કર્યું હતું. ૨૦૦૩માં રિતુપર્ણો ઘોષે બનાવેલી તાજેતરનાં વર્ષોની ચર્ચાસ્પદ ફિલ્મોમાંની એક રહી હતી. ટિકિટબારી પર પણ ખૂબ સફળ [...]
ટાગોરની કૃતિઓનો રૂપેરી દેહ…10 – “કાદમ્બિની”
Posted in Film, Literature, tagged Bengali Films, Daughters of this century, Kadambini, Shabana Azmi, Tagore, Tapan Sinha on June 4, 2011 | 2 Comments »
તપન સિંહાએ ૧૯૯૭માં “ડોટર્સ ઓફ ધિસ સેન્ચ્યુરી” નામે પાંચ વાર્તાઓ સમાવતી એક હિંદી ફિલ્મ બનાવી હતી. વિભિન્ન સામાજિક પરિસ્થિઓનો શિકાર બનતી સ્ત્રીઓને કેવીકેવી વિષમતાઓનો ભોગ બનવું પડે છે, તેના પ્રતીકરૂપ પાંચ પાત્રો દ્વારા પોતાને જે કંઇ કહેવું છે કે કહેવા તપનદાએ પાંચ વાર્તાઓ પસંદ કરી હતી તેમાં એક ટાગોરની વાર્તા હતી. ૧૯૦૪માં પ્રગટ થયેલી આ [...]
