“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા [...]
Archive for the ‘General’ Category
૨૦૧૨ : જે થશે તે જોયું જશે…
Posted in Film, General, tagged 2012, Nostradamus, Review, Thought on November 7, 2009 | 1 Comment »
ગુજરાત : અર્ધશતાબ્દી અને…
Posted in Film, General, book, tagged book, Gujarat, Gujarat 50 years, Gujarati Film on October 16, 2009 | 3 Comments »
૨૦૧૦ ગુજરાતની સ્થાપનાનું અર્ધશતાબ્દી વર્ષ છે. તેની સ્વર્ણિમ ઉજવણી તો થવાની જ, પણ વીતેલાં પચાસ વર્ષો દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતે શુંશું મેળવ્યું, કેટલું મેળવ્યું અને ક્યાં ખોટ પડી એનાં સરવૈયાં પણ થવાનાં જ. આવું જ એક સરવૈયું ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું છે. શીર્ષક છે “ગુજરાત : અર્ધશતાબ્દી અને…” (૨૫૮ પાનાંના આ પુસ્તકની કિંમત છે [...]
કોઇ વેન્કીને કહો, આ તો હજી શરૂઆત છે…
Posted in General, tagged Nobel Prize, Vadodara, Venky on October 15, 2009 | 4 Comments »
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ભણેલા વેંકટરામન રામકૃષ્ણન ઉર્ફે વેન્કીને આ વર્ષે કેમિસ્ટ્રીનું નોબેલ પારિતોષિક મળ્યા પછી સતત સમાચારોમાં છવાયેલા છે. તેમાં એક સમાચાર એવા પણ આવ્યા છે કે તેમને નોબેલ મળ્યા પછી ભારતવાસીઓએ તેમના પર ઇ-મેઇલનો જે મારો ચલાવ્યો છે તેનાથી તેઓ કંટાળી ગયા છે, પણ કોઇએ તેમને કહેવું જોઇએ કે આ તો હજી શરૂઆત [...]
જર્મનીમાં વાત જર્મન સિલ્વરની…
Posted in General, Nostalgia, Travel, tagged Chhaya, Galeria, German Silver, Germany, Mall, Porbandar, stuttgart on May 26, 2009 | 6 Comments »
સ્ટુટગાર્ટના એક વિશાળ મોલ “ગેલેરિયા”માં લટાર મારતાં મારતાં વાસણોના વિભાગમાં જઈ પહોંચ્યાં. અમદાવાદમાં પણ હવે મોલ કલ્ચર સારું એવું વિકસી ચૂક્યું છે એટલે કોઇ મોલમાં જઈને નવાઇ પામવા જેવું તો ભાગ્યે જ કંઇ રહ્યું છે. જાતજાતનાં વાસણો, રસોડામાં કામ લાગે તેવાં ઉપકરણો વચ્ચેથી પસાર થતાં હતાં ત્યાં પ્રતીક્ષાએ પ્રશ્ર કર્યો, “જર્મન સિલ્વરનાં વાસણો હોય એ [...]
આનું નામ રાજકારણ : છાસ લેવા જવું ને દોણી સંતાડવી…
Posted in General, tagged BJP, Congress, CPM, NDA, SDA, Sikkim, UFD, UPA on March 11, 2009 | 6 Comments »
ચૂંટણીઓ માથે છે. સત્તા પર આવવા માટેની રાજકીય તડજોડ તેની ચરમસીમાએ છે અને જેમજેમ દિવસ નજીક આવતો જશે તેમતેમ અવનવા રંગ જોવા મળશે. NDA
અને UPA પોતપોતાના મોરચા મજબૂત કરવામાં પડ્યા છે. નિવેદનબાજો બરાબર સક્રિય છે.
આવે ટાણે એક મજાની ઘટના બની છે, પણ એ તરફ લોકોનું ખાસ ધ્યાન દોરાયું નથી, કારણ કે જેઓ ધ્યાન દોરી શકે [...]
“એવોર્ડ અને વિવાદ” એટલે આગ અને ધુમાડો…
Posted in General, tagged Awards, Nobel Prize, Padmashree on February 1, 2009 | 6 Comments »
એવોર્ડની સીઝન પૂરબહારમાં ખીલી છે. ધુમાડો હોય ત્યાં આગ હોય એ કહેવત એવોર્ડને પણ જરા જુદી રીતે લાગુ પડે છે. એવોર્ડ હોય ત્યાં વિવાદ હોય. બીજે તો ખબર નથી પણ ભારતમાં તો ભાગ્યે જ કોઇ એવોર્ડ એવો છે, જે વિવાદમાં ઘસડાતો રહેતો ન હોય. બાકી હોય તે સરકારી છબરડાઓ પૂરું કરી આપે છે.
સરકાર દ્વારા અપાતા [...]
નૂતન વર્ષનો પ્રારંભ ગણપતિપુલેમાં…
Posted in General, tagged Beach, Ganpati pule, Mumbai-Goa Highway, Tourism, Travel on November 5, 2008 | 1 Comment »
ચારેકોર સહ્યાદ્રી પર્વતમાળાના ઉતારચઢાવ વચ્ચે મોટરમાર્ગે અમે ગણપતિપુલે (Ganpati pule) તરફ આગળ વધી રહ્યાં હતાં. વિક્રમ સંવતના નવા વર્ષની સવાર પનવેલમાં મિત્ર દિનકર ભટ્ટના ઘેર પડી હતી અને બપોર પછી ગણપતિપુલેમાં પગ મૂકવાનો હતો. પનવેલથી નીકળીને જેવા મુંબઈ-ગોવા હાઇવે પર આવ્યાં કે થોડી જ વારમાં બંને તરફ સુંદર હરિયાળીથી ચિત્ત પ્રસન્ન રહ્યું. રત્નાગિરિથી થોડે દૂર હતાં, ત્યાં [...]
મની ટોક્સ : પૈસા ઝાડ પર નથી ઊગતા…
Posted in General, tagged Money, Thought on October 15, 2008 | 4 Comments »
ભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને [...]
નોબેલ પારિતોષિક (Nobel Prize) જીતવાની કળા…
Posted in General, tagged Awards, Nobel Prize, Peter Doherty on October 7, 2008 | 3 Comments »
નોબેલ પારિતોષિકની સીઝન શરૂ થઈ ગઈ છે. આ વર્ષે પ્રારંભ મેડિસિનના ક્ષેત્રથી થયો છે. ફ્રાંસના બે અને જર્મનીના એક વિજ્ઞાનીને સંયુક્ત રીતે તે અપાશે. વિજેતા એક હોય તો તેને ૧૪ લાખ ૨૦ હજાર ડોલર મળે છે. બે કે વધુને સંયુક્તપણે અપાયું હોય તો સરખા ભાગ પડે છે. આ કિસ્સામાં જરા જુદી રીતે ભાગ પડવાના છે, કારણ [...]
ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય…
Posted in General, tagged Film & Books, H. G. Wells, Time Machine, Wanted, Wondering on September 13, 2008 | 1 Comment »
હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય [...]
