Feeds:
Posts
Comments

Archive for the ‘Literature’ Category

હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…
***
એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે [...]

Read Full Post »

સિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?”
આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, પણ [...]

Read Full Post »

ચંદ્રકાન્ત બક્ષીએ ભલે એમ કહ્યું હોય કે કવિતા રચવી એ દાઢી ઉગાડવા જેટલું સહેલું કામ છે, પણ બક્ષીએ તો આવાં ઘણાં રમૂજી વાક્યો આપ્યાં છે. જેમને કવિતા સહજ છે અને સાધ્ય  છે, એમને કદાચ આ લાગુ પડતું હોઇ શકે, બાકી એક સારી કાવ્યકૃતિ કેટલી મથામણ પછી સર્જાતી હોય છે એ તો કોઇ કવિ જ કહી શકે. મેં કદી કવિતા રચી નથી, પ્રયાસ પણ નથી કર્યો.  ટૂંકી વાર્તા [...]

Read Full Post »

માણસનું જીવન બદલી નાંખવાની ક્ષમતા ધરાવતા કોઇ એક પુસ્તક્નું નામ આપવાનું જો કહેવામાં આવે તો બેશક પોલો કોએલો (Paulo Coelho) લિખિત નવલકથા “ધ એલ્કેમિસ્ટ” (The Alchemist)નું જ નામ આપું. મૂળ પોર્ટુગિઝ ભાષામાં ૧૯૮૮માં પ્રગટ થયેલું, ૬૭ ભાષાઓમાં અનુવાદ થયેલું અને ત્રણ કરોડ પ્રતોથી વધુ વેચાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ સુલભ બન્યું છે. “એલ્કેમિસ્ટ” નામે [...]

Read Full Post »

“માન એશિયા લિટરરી પ્રાઈઝ” કદાચ “બુકર” જેટલું બહુ જાણીતું નથી એટલે મીડિયાનું તેના તરફ બહુ ધ્યાન ખેંચાયું લાગતું નથી. સમગ્ર એશિયામાં પ્રગટ થયેલા પણ અંગ્રેજીમાં અપ્રગટ રહેલી શ્રેષ્ઠ પાંચ કૃતિઓને આ પારિતોષિક અપાય છે. લંડન ખાતેની એક અગ્રણી ફાઈનાન્સિયલ સેવાઓ આપતી પેઢી માન ગ્રૂપ દ્વારા સ્પોન્સર્ડ આ પારિતોષિકનું સંચાલન હોંગકોંગ યુનિવર્સિટી અને ચાઇનીઝ યુનિવર્સિટી કરે [...]

Read Full Post »

લોકપ્રિય નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા હવે આપણી વચ્ચે નથી. મુંબઈમાં તા. ૩ જુલાઇએ રાત્રે ૮૬ વર્ષની વયે તેમનો જીવનદીપ બુઝાયો. “સુખની સરહદ”, “નૈન વરસ્યાં રાતભર”, “યાદોનાં ભીનાં રણ”, “સમણાં તો પંખીની જાત”, “લોહીનો બદલાતો રંગ”, “આખું આકાશ મારી આંખોમાં”, “માણસ હોવાની મને બીક”, “બુકાની બાંધેલા રસ્તા” વગેરે ૪૫ જેટલી નવલકથાઓ અને ૧૦ વાર્તાસંગ્રહો સહિત ૭૦ જેટલાં પુસ્તકોનું સર્જન કરીને ગુજરાતી [...]

Read Full Post »

રુગ્વેદમાં કહ્યું છે : “આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ” અર્થાત “સારા વિચારો સમગ્ર વિશ્વમાંથી આવવા દો”. વેદની આ વાણીનો આજે દુનિયામાં સૌથી વધુ જો કોઈ પ્રચાર કરતું હોય તો તે છે એક ચીની વિદ્વાન. તેમનું નામ છે જિ ઝિયાનલિન (Ji Xianlin) અને ઉંમર છે ૯૭ વર્ષ. હવે તો તેઓ પદ્મભૂષણ થઈ ગયા છે. સંસ્કૃત [...]

Read Full Post »

ત્રણેક વર્ષ પહેલાં અંગ્રેજી નવલકથા “પોલીએના” ઘરમાં આવી હતી. પ્રતીક્ષાને તેની કોઈ ફ્રેન્ડે ગિફ્ટ આપી હતી. પુસ્તક વિષે ખાસ માહિતી નહોતી એટલે એકાદ-બે વાર હાથમાં લઈને મૂકી દીધું હતું. પ્રતીક્ષા તો એ વખતે જ વાંચીને ખુશ થઈ ગઈ હતી, પણ એ પછી હું “પોલીએના”ને સાવ ભૂલી ગયો. ચાર-પાંચ દિવસ પહેલાં ફરી “પોલીએના”નો ગુજરાતી અનુવાદ ઘરમાં આવ્યો. આ વખતે ચંદ્રિકાએ વાંચી અને ખૂબ વખાણી. એ વખતે પ્રતીક્ષાએ કહ્યું, [...]

Read Full Post »

પત્રકાર-લેખક તરીકેની મારી કારકિર્દીમાં ઘણાં પુસ્તકોની સમીક્ષા કરવાનું બન્યું છે. મને યાદ છે કે કેટલાંયે પુસ્તકોને રિવ્યુ કરતી વખતે હાથમાં લેવાની પણ ઇચ્છા ન થાય. ઘણી વાર પુસ્તકની પ્રસ્તાવના અને થોડાં પાનાં પર નજર નાંખી લેવાથી જ અંદર શું હોઈ શકે એ ખબર પડી જતી હોય છે. એક અંગ્રેજ નિબંધકાર સિડની સ્મિથ (૧૭૮૧-૧૮૪૫)એ એવું કહ્યું છે [...]

Read Full Post »

જાપાનમાં લોકપ્રિય બની ચૂકેલી બ્લોગર મીકો વિષે લખતો હતો ત્યારે જે લેખિકા સતત યાદ આવ્યા કરતી હતી તે છે બેબી હલદાર. મીકો કરતાં તેની કહાણી સાવ જુદી છે, પણ તેની સંઘર્ષગાથા કોઈ પણ દમિત અને પીડિત મહિલા માટે પ્રેરક બની રહે તેવી છે. કહાણી શરૂ થાય છે હરિયાણાના ગુડગાંવમાં રહેતા એક નિવૃત પ્રોફેસર પ્રબોધકુમારના ઘરથી. પ્રબોધકુમારનો [...]

Read Full Post »

Older Posts »