દર ચાર વર્ષે યોજાતા ઓલિમ્પિક રમતોત્સવના અરસામાં ઓલિમ્પિક તો ઠીક, કોઇ ઓલિમ્પિક સ્પોર્ટ્સને લાગતીવળગતી હોય એવી કોઇ હિંદી ફિલ્મ કદી રીલીઝ થઇ હોય એવું ધ્યાનમાં નથી, પણ આ વખતે એવું બનવાનું છે. આગામી જુલાઇમાં લંડનમાં ઓલિમ્પિકનો પ્રારંભ થશે તે પહેલાં જૂનમાં હિંદી ફિલ્મ “શાંઘાઇ” રીલીઝ થવાની છે. ઓલિમ્પિક અને “શાંઘાઇ”ને સીધેસીધું કંઇ લાગતુંવળગતું નથી, પણ [...]
Archive for the ‘Sport’ Category
ઓલિમ્પિકને ટાંકણે જ “શાંઘાઇ”
Posted in Film, Literature, Sport, Uncategorized, tagged Costa-Gavras, Dibakar Banerjee, Greece, Grigoris Lambrakis, Olympics, Oscar, Prosenjit Chatterjee, Shanghai, Vassilis Vassilikos, Z on મે 16, 2012 | Leave a Comment »
હેઇડનની ઇનિંગ્સમાં સિંહફાળો “મોંગૂસ”નો…
Posted in Sport, tagged Cricket, IPL, Marcus Codrington Fernandez, Mongoose Cricket Bat on March 20, 2010 | 3 Comments »
હાલમાં રમાઇ રહેલી આઇપીએલમાં તા. ૧૯મીએ દિલ્હી ડેરડેવિલ્સ (DD) અને ચેન્નાઇ સુપર કિગ્સ (CSK) વચ્ચેની મેચનું લગભગ તમામ ગુજરાતી અખબારોએ જે રિપોર્ટિંગ કર્યું છે તેમાં બધાએ CSK વતી રમતા મેથ્યુ હેઇડનની ધૂંઆધાર તોફાની ઇનિંગ્સ (૪૩ બોલમાં ૯૩ રન)નાં તો વખાણ કર્યાં છે, પણ નવાઇની વાત એ છે કે કોઇએ એ વાતની નોંધ નથી લીધી કે [...]
વન-ડેમાં બેવડી સદી ફટકારનાર સચિન પહેલો પુરુષ ખેલાડી છે…
Posted in General, Sport, tagged Belinda Clark, Double Century, Woman Power, Women's Cricket on March 3, 2010 | 8 Comments »
ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે સચિને બેવડી સદી ફટકારી તેને એક સપ્તાહ કરતાં વધુ સમય થઈ ગયો છે, પણ એ સમાચાર હજી જૂના થયા નથી. હજી ટીવી પર તેના વિષેની ચર્ચાઓ ચાલી રહી છે અને સચિનને ભારતરત્ન આપવાની માંગણીઓ થઈ રહી છે. સચિનને ક્રિકેટજગતના ભગવાનથી માંડીને જે શબ્દોમાં બિરદાવાઇ રહ્યો છે, તેની સાથે ભાગ્યે જ કોઇ [...]
ભારતીય હોકી… ભવ્ય ભૂતકાળ, ચીંથરેહાલ વર્તમાન
Posted in book, Sport, tagged Hockey, Olympic, World Cup on February 5, 2010 | 7 Comments »
તા. ૨૮ ફેબ્રુઆરીથી નવી દિલ્હીમાં ૧૨મો હોકી વર્લ્ડ કપ રમાવાનો છે. “કલકત્તા હલચલ” માટે તે અંગે લેખ લખતી મન એ વાતે ખાટું થઈ ગયું કે એક સમયે આપણે જેના માટે ગૌરવ લઈ શકીએ તેમ હતા તે હોકીની દેશમાં કેવી ઘોર ખોદાઇ ગઈ છે. ૧૯૨૮માં આમ્સ્ટરડામમાં ભારતીય હોકી ટીમે પહેલી વાર ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને [...]
મહંમદ અલી : જાતે જ ઇતિહાસ રચી જાણ્યો…
Posted in Sport, tagged Star on August 27, 2008 | 2 Comments »
રાત્રે ચેનલ સર્ફિંગ કરતો હતો ત્યાં ESPN પર અટકી જવું પડ્યું. બોક્સિંગના હેવી વેઇટ ચેમ્પિયન મહંમદ અલી અને જો ફ્રેઝિયર વચ્ચે ૧૯૭૫માં થયેલી એક મહત્ત્વની ફાઇટ શરૂ જ થવાની હતી. મહંમદ અલી વિષે ઘણું વાંચ્યું છે, સાંભળ્યું છે અને લખ્યું પણ છે, પણ તેમની કોઇ ફાઇટ જોવાની આ પહેલાં કદી કોઇ તક મળી નહોતી. પંદર રાઉન્ડની એ આખી ફાઇટ જોઈ. ૨૮૦૦૦ પ્રેક્ષકો સામે અલીના મુક્કાઓનો [...]
મન મેં હો વિશ્વાસ : બૈજિંગ ઓલિમ્પિક… બે પ્રેરક ઘટનાઓ
Posted in Sport, tagged Woman Power on August 23, 2008 | 5 Comments »
બૈજિંગ ઓલિમ્પિકનો આજે છેલ્લો દિવસ છે. હજારો રમતવીરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શિત કરીને અનેક નવા વિક્રમો સર્જ્યા છે, સાથેસાથે એવી કેટલીક વાતો પણ બહાર આવી છે જે ઘણા લોકો માટે પ્રેરક બની શકે તેમ છે. બે ઘટનાઓ મને ખાસ સ્પર્શી ગઈ છે. તેમાં એક છે મહિલાઓની ૧૦૦ મીટર દોડમાં જમૈકાને ગોલ્ડ મેડલ અપાવનાર શેલી-એન ફ્રેઝરની વાત. “મન [...]
વિમ્બલડન : ઓલ સિસ્ટર્સ ગેઇમ
Posted in Sport, tagged Woman Power on July 4, 2008 | 1 Comment »
ફરી એક વાર વિમ્બલડન (Wimbledon)માં વિલિયમ્સ બહેનો છવાઇ ગઈ છે. છેલ્લાં આઠ વર્ષમાં બંને બહેનો વિનસ અને સેરેના એક સાથે ત્રીજી વાર ફાઈનલમાં પહોંચી છે. વિનસની આ સાતમી અને સેરેનાની ત્રીજી વિમ્બલડન ફાઇનલ છે. ગુરુવારે સેરેનાને સેમીમાં રમતી જોવા વિનસ અને તેમના પિતા રિચાર્ડ બંને પ્રેક્ષકો વચ્ચે બેઠાં હતાં, પણ શનિવારે બંને બહેનો ફાઇનલમાં ટકરાશે ત્યારે પિતા તે જોવા હાજર નહિ રહે. [...]
આઈપીએલ : સિક્કાની બીજી બાજુ પણ છે…
Posted in Sport, tagged Thought on મે 17, 2008 | 5 Comments »
આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ [...]
ટોચ પર રહીને સંન્યાસ લેવો એ જેવાતેવાનું કામ નહિ…
Posted in Sport, tagged Thought on મે 16, 2008 | 5 Comments »
ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ [...]
