Feeds:
Posts
Comments

Posts Tagged ‘Film & Books’

તહમિમા અનામ લંડનમાં સ્થાયી થયેલાં બાંગ્લાદેશી મૂળનાં યુવા લેખિકા છે. હજી ગયા મહિને જ તેમની બીજી અંગ્રેજી નવલકથા “ધ ગુડ મુસ્લિમ” પ્રગટ થઈ છે. તેમની પહેલી નવલકથા “ધ ગોલ્ડન એજ”એ તેમને જે રીતની ખ્યાતિ અપાવી અને આંતરરાષ્ટીય સ્તરના એવોર્ડ્સ પણ અપાવ્યા એ પછી સ્વાભાવિક જ આ નવી નવલકથા ઘણી અપેક્ષાઓ જગાવી ચૂકી છે. ”ધ ગુડ મુસ્લિમ” તરફ [...]

Read Full Post »

સત્યજિત રાયે કહ્યું છે કે “કોઇ પણ ફિલ્મ દિગ્દર્શક માટે રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ પરથી ફિલ્મ બનાવવી એ પડકાર બની રહે છે, કારણ કે તેનાં સાહિત્યિક મૂલ્યો અનંત હોય છે.” રાયના આ કથન સાથે ભાગ્યે જ કોઇએ અસંમતિ દર્શાવી છે. બંગાળી સાહિત્યની અનેક કૃતિઓ પરથી ફિલ્મો બની છે, અને એમ કહેવું જોઇએ કે ફિલ્મકારોને શરદબાબુ, બંકિમબાબુ [...]

Read Full Post »

કોઇ ફિલ્મ સમીક્ષકે સાચું જ કહ્યું છે કે પડદા પર નિર્ઘૃણ હિંસા અને લોહી દેખાડવાની જે ભૂખ ક્વેન્ટિન ટેરેન્ટિનો (Quetin Tarrantino)માં છે એ ભાગ્યે જ કોઇ બીજા દિગ્દર્શકમાં જોવા મળે. “રિઝર્વોઇર ડોગ્સ”થી લઈને “કિલ બિલ” સહિતની તેની બાકીની ફિલ્મો અને હવે “ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ” તેનું ઉદાહરણ છે. ક્વેન્ટિન ટેરેન્ટિનો કંપાવી દે તેવી હિંસાના દૃશ્યને પણ પ્રતીકાત્મક રીતે [...]

Read Full Post »

સિર્ફ હાં યા ના મૈં જવાબ દિજિયે… હિંદીં ફિલ્મોની અદાલતોના સીનમાં આ સંવાદ હજારો વાર બોલાઇ ચૂક્યો છે. ફિલ્મ “એન્જલ્સ એન્ડ ડેમન્સ”માં સિમ્બોલિસ્ટ ટોમ હેન્ક્સને પૂછવામાં આવે છે, “તમે ભગવાનમાં માનો છો?” આ પ્રશ્નનો જવાબ હા કે ના માં આપવો કદી સરળ નથી હોતો. ભગવાનમાં માનનારાને આસ્તિક અને ન માનનારાને નાસ્તિક ગણી લેવાતા હોય છે, [...]

Read Full Post »

કોઇ ભારતીયને ઓસ્કરના ઉંબરે ખડા કરી દેનારી ફિલ્મ Slumdog Millionaire જેના આધારે બનાવાઈ છે તે વિકાસ સ્વરૂપની અંગ્રેજી નવલકથા Q & A નો ગુજરાતી અનુવાદ “જેકપોટ” વાંચ્યો. ફિલ્મ તો પહેલા જ દિવસે જોઇ લીધેલી. ઘણા સમય પહેલાં એવું વાંચ્યાનું કે સાંભળ્યાનું યાદ છે કે અભિવ્યક્તિનાં બધાં માધ્યમોમાં લિખિત શબ્દની જે તાકાત છે તે અનન્ય છે.  [...]

Read Full Post »

“સ્લમડોગ મિલિયોનર” વિષે ઘણું લખાઇ ચૂક્યું છે, લખાઇ રહ્યું છે અને ઓસ્કરનો મામલો નહિ પતે ત્યાં અને તે પછી પણ લખાતું રહેવાનું છે. “સ્મલડોગ” એટલે ભારતની ગરીબીને વિદેશોમાં વેચવાનો પ્રયાસ એવું જે કહેવાઇ રહ્યું છે તેની સાથે ખાસ સહમત થઈ શકાઇ તેમ નથી. એક વિદેશી દિગ્દર્શકે બનાવેલી ફિલ્મમાં ભારતની ગરીબાઇ દેખાડાઇ છે તેની સામેનો આ [...]

Read Full Post »

ભૂતકાળમાં ઉત્ત્રરાયણ નિમિત્તે બોલીવૂડમાં પતંગબાજી વિષે બે-ત્રણ વાર લખવાનું થયેલું. “યે દુનિયા પતંગ, નીત બદલે હૈ રંગ… કોઇ જાને ના ઉડાને વાલા કૌન હૈ” અને “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે…” જેવાં ગીતોના ઉલ્લેખ સાથે એ લેખો લખાયા હતા. ત્યારે અંગ્રેજી ફિલ્મ “ધ કાઇટ રનર” જોઇ નહોતી કે જેના આધારે આ ફિલ્મ બનાવાઇ છે [...]

Read Full Post »

હવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, [...]

Read Full Post »

માણસનું જીવન બદલી નાંખવાની ક્ષમતા ધરાવતા કોઇ એક પુસ્તક્નું નામ આપવાનું જો કહેવામાં આવે તો બેશક પોલો કોએલો (Paulo Coelho) લિખિત નવલકથા “ધ એલ્કેમિસ્ટ” (The Alchemist)નું જ નામ આપું. મૂળ પોર્ટુગિઝ ભાષામાં ૧૯૮૮માં પ્રગટ થયેલું, ૬૭ ભાષાઓમાં અનુવાદ થયેલું અને ત્રણ કરોડ પ્રતોથી વધુ વેચાયેલું આ પુસ્તક હવે ગુજરાતીમાં પણ સુલભ બન્યું છે. “એલ્કેમિસ્ટ” નામે [...]

Read Full Post »

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય [...]

Read Full Post »

Older Posts »

Follow

Get every new post delivered to your Inbox.