જનાબ આદિલ મનસૂરી જન્નતનશીન થઈ ગયા. ગુજરાતી અને ઊર્દુ પર પકડ ધરાવતો શાયર આમ સાવ એકાએક મેહફિલ છોડી જાય એ કેમ કરીને સહન થઈ શકે? પણ આવા સમયે ઉપરવાળાની મરજી આગળ આપણે લાચાર એમ કહીને જ મન મનાવવું રહ્યું. આદિલ કેવા ઊંચા દર્જાના શાયર હતા, એ વિષે બહુ લખાયું છે, લખાશે, લખાતું રહેવાનું છે. મારે [...]
Posts Tagged ‘Nostalgia’
આદિલ, તુમ્હેં ભૂલ ન પાયેંગે…
Posted in Nostalgia, tagged Adil Mansuri, Ghazal, Nostalgia, Ratilal Jogi on November 7, 2008 | Leave a Comment »
મહેંદી રંગ લાગ્યો : જલસો બે ઘડીનો…
Posted in Film, tagged Nostalgia on September 3, 2008 | 6 Comments »
ઇન્ટરનેટ પર ખાંખાખોળાં કરતો કરતો deshgujarat.com પર પહોંચી ગયો. ત્યાં ૧૯૬૦માં બનેલી ગુજરાતી ફિલ્મ “મહેંદી રંગ લાગ્યો”નાં બધાં ગીતોની YouTube વિડિયો-લિન્ક પર નજર પડતાં જ જલસો પડી ગયો. આ આનંદ તો જોકે ક્ષણજીવી જ નીવડ્યો, કારણ કે બધી જ લિન્ક પર “સોરી, વિડિયો હટાવી લેવાયો છે” એવો મેસેજ હતો એટલે “મહેંદી રંગ લાગ્યો”નું એક પણ ગીત [...]
તપન સિંહા : “ખુદિતો પાષાણ”નું અમદાવાદ કનેક્શન…
Posted in Film, tagged Nostalgia on July 24, 2008 | 7 Comments »
આખરે ભારતીય ફિલ્મજગતના ટોચના સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડનો કળશ બંગાળી ફિલ્મકાર તપન સિંહા પર ઢોળાયો છે. પ્રાણ, સુચિત્રા સેન, બી. સરોજાદેવી જેવાં કેટલાંક દિગ્ગજો હજી કતારમાં છે, પણ ૮૪ વર્ષીય તપનદાને આ એવોર્ડ મળવો એ ખુદ એવોર્ડનું પણ સન્માન છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સત્યજિત રાય, મૃણાલ સેન અને રુત્વિક ઘટકની હેડીના તપનદાએ બંગાળી અને હિંદીમાં ઉત્કૃષ્ટ ફિલ્મો આપી છે. આજ સુધીમાં તપનદાની ફિલ્મોને વિવિધ [...]
ફિલ્મ્સ ડિવિઝન : વો ભી ક્યા દિન થે…
Posted in Film, tagged Nostalgia on June 12, 2008 | 4 Comments »
ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયાનો હીરક મહોત્સવ આજથી શરૂ થઈ ચૂક્યો છે. આજે આ સંસ્થાની સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થયાં છે. નવી પેઢીના ફિલ્મરસિકો માટે કદાચ “ફિલ્મ્સ ડિવિઝન ઓફ ઇન્ડિયા” બહુ જાણીતું નામ નહિ હોય. પણ હજી થોડાં વર્ષ પહેલાં થિયેટરમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં એક દસ્તાવેજી ફિલ્મ કે લઘુ ફિલ્મ ફરજિયાત જોવી પડતી. તેનું નિર્માણ [...]
ગાઈડ : ભારતીય ફિલ્મોનું એક સીમાચિહ્ન…
Posted in Film, tagged Nostalgia on મે 19, 2008 | 7 Comments »
દુનિયાના ફિલ્મ ફેસ્ટિવલઓમાં અવ્વલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૧૯૬૫માં દેવ આનંદે નિર્માણ કરેલી ક્લાસિક “ગાઈડ” દર્શાવાશે. મને ગમતી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે. અનેક વાર મેં આ ફિલ્મ જોઈ છે અને જ્યારે પણ તક મળશે ત્યારે ત્યારે જોવાનો છું. એક એક્ટર તરીકે દેવ આનંદ મને બહુ ગમ્યો નથી, પણ આ ફિલ્મમાં તેણે કમાલ કરી છે. પટકથા, અભિનય, એડિટિંગ, દિગ્દર્શન, ગીત-સંગીત… એક પણ પાસું નબળું નહિ. ભારતીય [...]
પચ્ચીસ વર્ષ પહેલાંની એ ઘટના…
Posted in Nostalgia, tagged Nostalgia on મે 11, 2008 | 2 Comments »
પચ્ચીસ વર્ષ થઇ ગયાં. ૧૯૮૨ની પાંચમી મેએ સવારે ૯ ને ૧0 મિનિટની ઘડી. પ્રતીક્ષાનો ત્યારે જન્મ થયો. આજે તેનો ૨૬મો જન્મદિન છે. પચ્ચીસ વર્ષ નાનો સમયગાળો ન કહેવાય, તેમ છતાં હજી જાણે ગઈ કાલની જ વાત હોય એવું લાગે છે. કશું જ ભુલાયું નથી. ત્યારે “જનસત્તા”માં સબ-એડિટર તરીકે જોડાયે માંડ અઢી વર્ષ થયાં હતાં. બે [...]
