Feeds:
Posts
Comments

Posts Tagged ‘Thought’

“૨૦૧૨” નામની એક ફિલ્મ આવી રહી છે. ૨૦૧૨માં વિશ્વનો વિનાશ થવાની આગાહીઓ થયેલી છે. અત્યારથી જ ટીવી પર તેને લગતા કાર્યક્રમો પણ આવવા માંડ્યા છે. ૨૦૧૨ની ૨૧ ડિસેમ્બરે દુનિયામાં પ્રલય આવશે ત્યારે શું થશે તે “૨૦૧૨”ની કથાના કેન્દ્રમાં છે. ટૂંક સમયમાં જોવા મળનારી આ ફિલ્મની કથા કંઇક એવી છે કે પ્રાચીન મય સંસ્કૃતિ (ઘણા માયા [...]

Read Full Post »

હિંદી સામયિક “જાગરણ સખી”ના મે-૨૦૦૯ અંકમાં એક સુંદર પ્રેરક કથા વાંચવા મળી. ગુજરાતીમાં ઉતારવાની લાલચ રોકી શકતો નથી. લેખકનું નામ કે કથાનો સોર્સ જણાવ્યો નથી. કદાચ “ઓશોવર્લ્ડ”માંથી પણ હોઇ શકે…
***
એક દિવસ એક સ્ત્રી પોતાના ઘરની બહાર નીકળી અને તેણે જોયું કે ત્રણ સંત તેના દરવાજા પર ખડા છે. તે તેમને ઓળખતી નહોતી તે છતાં તેણે [...]

Read Full Post »

જર્મનીના સ્ટુટગાર્ટમાં એક મહિનો વિતાવીને પરત આવ્યાને હવે પંદર દિવસ થઈ ગયા છે. મિત્રો પૂછે છે કે ત્યાં તમને સૌથી વધુ શું ગમ્યું ત્યારે બહુ વિચારવું નથી પડતું. જર્મની સહિત યુરોપના દેશો ભારત કરતાં જુદાં અક્ષાંશ-રેખાંશ પર આવેલા છે એટલે ત્યાના હવામાન અને તેને લીધે જળવાઇ રહેતા કુદરતી સૌંદર્ય સાથે અહીંની સરખામણી કરવાનો તો કોઇ [...]

Read Full Post »

હવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, [...]

Read Full Post »

ભૂપત વડોદરિયાએ પૈસાના મહત્ત્વ વિષેના તેમના એક લેખમાં એક પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. “મની ટોક્સ” (Money Talks). રોબર્ટ ડબ્લ્યુ. કેન્ટે સંપાદિત કરેલું આ પુસ્તક થોડાંક વર્ષ પહેલાં પ્રગટ થયું હતું. તેમાં પૈસા અંગેની દેશ દેશની કહેવતો, ધર્મગ્રંથોની ઉક્તિઓ, મહાનુભાવોનાં અવતરણોનો સંચય હતો. રસ પડ્યો એટલે બેચાર જગ્યાએ તપાસ કરી, પણ પુસ્તક ન મળ્યું. કોઇક મહાનુભાવે જ પૈસાને [...]

Read Full Post »

૨૦૦૨માં “એક છોટી સી લવસ્ટોરી” ફિલ્મ આવી હતી. પોતાની દાદી સાથે રહેતો એક કિશોર દૂરબીનમાંથી સામા ફ્લેટમાં રહેતી એક યુવતીને જોયા કરે છે અને તેને મનોમન પ્રેમ કરવા માંડે છે એવી તેની વાર્તા હતી. ફિલ્મનું દિગ્દર્શન શશિલાલ નાયરે કર્યું હતું. મુખ્ય ભૂમિકા મનીષા કોઇરાલાએ ભજવી હતી. આ ફિલ્મ રજૂ થઈ તે પહેલાં વિવાદોમાં સપડાઇ હતી. [...]

Read Full Post »

આઈપીએલનો જ્વર તેની ચરમસીમાએ છે. બીસીસીઆઈએ કદાચ ધાર્યા કરતાં પણ વધુ સફળતા તેને મળી રહી છે. આઇસીએલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે એમ જે કહેવાય છે તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી. ક્રિકેટરોને એટલા રૂપિયા મળ્યા છે કે તેમને બખ્ખા થઈ ગયા છે. તેમાં કેટલાક નિવૃત્ત ક્રિકેટરોને પણ લોટરી લાગી ગઈ છે. કુલ આઠ ટીમ [...]

Read Full Post »

ટેનિસની નંબર વન ખેલાડી જસ્ટિન હેનિને એ કરી દેખાડ્યું છે. ફ્રેન્ચ ઓપનની લાલ માટીવાળા કોર્ટ પર સતત વિજય મેળવવા સાથે તેણે કુલ ચાર વાર આ ટુર્નામેન્ટ જીતી છે, અને આ વખતે પણ તે હોટ ફેવરિટ હતી તે છતાં આ ટુર્નામેન્ટ શરૂ થવાના ગણતરીના દિવસ પહેલાં જ આંતરરાષ્ટ્રીય ટેનિસને અલવિદા કહેવાનો નિર્ણય જાહેર કરીને હેનિને ટેનિસ [...]

Read Full Post »

ભારતીય ફિલ્મોને આંતરરાષ્ટ્રિય નકશા પર મૂકી આપનાર કોઈ એક ફિલ્મનું નામ લેવું હોય તો તે સત્યજિત રાયની ‘પથેર પાંચાલી’ જ હોઈ શકે. છેલ્લા સમાચાર એ છે કે ‘પથેર પાંચાલી’ને રંગીન બનાવાઈ રહી છે. સાપ્તાહિક ‘સ્ક્રીન’ના નવા અંકમાં જે વિગતો છે તે પ્રમાણે જેણે ‘મુગલે આઝમ’ અને ‘નયા દૌર’ને રંગીન બનાવી હતી તે મુંબઈની સંક્રાંતિ ક્રિયેશન [...]

Read Full Post »