હવે ટીવી બહુ જોવાનું થતું નથી. ટીવી પર જે કંઇ આવે છે તે બધું ખરાબ આવે છે એવું નથી, પણ જે સારું આવે છે તે શોધવા જેટલો સમય નથી. મોટા ભાગે ફિલ્મો જોવાનું બને છે, તેમ છતાં સૂતા પહેલાં ચેનલ સર્ફિંગ કરવાની ટેવ હજી છૂટી નથી. ટીવી પર ૩ જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે, [...]
Posts Tagged ‘Wondering’
સ્ત્રી સફળ પુરુષની પાછળ કે બાજુમાં…?
Posted in book, tagged Film & Books, Talk Show, Thought, TV, Wondering on January 11, 2009 | 1 Comment »
ધીમી ગતિવાળા જગતમાં જઈ ચઢીએ તો શું થાય…
Posted in General, tagged Film & Books, H. G. Wells, Time Machine, Wanted, Wondering on September 13, 2008 | 1 Comment »
હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ “વોન્ટેડ” (Wanted) જોઇ. Matrix જેવી આ અડધીપડધી સાયન્સ ફિક્શન ફિલ્મમાં એન્જેલિના જોલી, જેમ્સ મેકેવોય અને મોર્ગન ફ્રીમેન જેવાં કલાકારો છે અને દિગ્દર્શન મૂળ રશિયન દિગ્દર્શક Tim Bekmambetov એ કર્યું છે. એક સામાન્ય કારકુન જેવી નોકરી કરતા યુવાનને ખબર પડે છે કે થોડા સમય પહેલાં હત્યાનો ભોગ બનેલા તેના પિતા અસામાન્ય [...]
“સાત”નો મહિમા અપરંપાર…
Posted in General, tagged Wondering on July 7, 2008 | 2 Comments »
મારા મિત્ર દિનકર ભટ્ટે જગતની એક અજાયબી તાજમહાલ વિષે બ્લોગ લખ્યો છે. તેના શીર્ષકમાં જ પ્રશ્ન કર્યો છે કે “અજાયબી સાત જ કેમ?” આવો પ્રશ્ન બીજા ઘણાને થવો સ્વાભાવિક છે, પણ તેનો જવાબ એટલો જ હોઈ શકે કે સાતનો આંકડો દુનિયાભરની સંસ્કૃતિઓમાં શુભ અને પવિત્ર મનાય છે અને તેનું વિશિષ્ટ મહત્ત્વ છે. સાત જનમના ફેરા, [...]
રજનીકાન્ત મને ગમે છે, કારણ કે…
Posted in Film, tagged Wondering on June 27, 2008 | 5 Comments »
રજનીકાન્તની બહુ ફિલ્મો મેં જોઈ નથી. યાદ કરવા બેસું તો એક માત્ર અમિતાભ સાથેની “હમ” યાદ આવે. જે ફિલ્મોથી રજનીકાન્ત મશહૂર છે તે “બાબા”, “ચંદ્રમુખી”, “શિવાજી” વગેરે તો જોવા મળે ત્યારે ખરી. તેની કેટલીક ફિલ્મો વિષે તો જોક્સ પ્રચલિત છે અને સાંભળ્યું છે કે એ ફિલ્મો જોવા જતી વખતે મગજ ઘેર રાખીને જ જવું પડે.
તેમ [...]
વહુ અને વરસાદની જેમ અનુવાદને પણ જશ નથી…
Posted in Literature, tagged Wondering on June 24, 2008 | 8 Comments »
રુગ્વેદમાં કહ્યું છે : “આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ” અર્થાત “સારા વિચારો સમગ્ર વિશ્વમાંથી આવવા દો”. વેદની આ વાણીનો આજે દુનિયામાં સૌથી વધુ જો કોઈ પ્રચાર કરતું હોય તો તે છે એક ચીની વિદ્વાન. તેમનું નામ છે જિ ઝિયાનલિન (Ji Xianlin) અને ઉંમર છે ૯૭ વર્ષ. હવે તો તેઓ પદ્મભૂષણ થઈ ગયા છે. સંસ્કૃત [...]
વાત “સ્માઇલી”ની અને “આભાર”ની…
Posted in General, tagged Wondering on June 17, 2008 | 7 Comments »
ઇ-મેઇલ, ચેટ અને એસએમએસના આજના જમાનામાં આ બધાં સંપર્ક માધ્યમોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કોઇ ચીજ હોય તો તે છે સ્માઇલી. તમારા લખાણ સાથે જે લાગણી વ્યક્ત કરવી હોય તે માટેના અલાયદાં સ્માઇલી હોય છે. આ સ્માઇલીનો વ્યાપક ઉપયોગ કરનારે પણ એવો વિચાર કદાચ ભાગ્યે જ કર્યો હશે કે સ્માઇલી કોણે ક્યારે બનાવ્યું હશે અને [...]
લો ઓફ કેટસ્ટ્રફી : એવું નથી થયું એટલે તો આવું થયું છે…
Posted in General, tagged Wondering on June 1, 2008 | 6 Comments »
“ગાંધીજી આજે જીવતા હોત તો પરિસ્થિતિ જુદી હોત” આવું ઘણાને મોઢે ક્યારેક સાંભળવા મળતું હોય છે. “જો અને તો” પરિબળ માણસમાત્રના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતું હોય છે. ૨૦૦૪ની ૨૩ ઓગસ્ટનો “આઉટલૂક” મેગેઝિનનો એક વિશેષાંક હાથમાં આવી ગયો. તેમાં “જો આવું ન થયું હોત તો…”ને કેન્દ્રમાં રાખીને લખાયેલા કેટલાક લેખો છે. તેમાંનાં કેટલાંક રસપ્રદ શીર્ષકો : ગોડસેની ગોળીથી ગાંધી બચી ગયા હોત તો…, સરદાર પટેલ ભારતના પહેલા વડાપ્રધાન [...]
સૂકા ભેગું લીલું બળે તે આનું નામ!
Posted in General, tagged Wondering on May 13, 2008 | 1 Comment »
બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કોઈ કારણ વગર રિમુવ થઈ ગયા તેનું દુખ હજી છે. કાર્તિકભાઈ મિસ્ત્રીએ બેક અપ લેવાનું જે સૂચન કર્યું છે અને તે માટેની જે ટેકનિકલ વિધિ આપી છે તે ઘણાને ઉપયોગી થઈ પડશે. ખાસ કરીને મારા જેવા બિન-ટેકનિકલ બ્લોગર માટે તો ખરી જ.
બ્લોગસ્પોટ પરથી મારા બ્લોગ કેમ રિમુવ થયા તેનું કારણ હેલ્પ-ગ્રૂપના એક [...]
સુનને વાલોં… સુનો ઐસા ભી હોતા હૈ…
Posted in General, tagged Wondering on May 11, 2008 | 3 Comments »
ફિલ્મ “ઓમ શાંતિ ઓમ”નું આ ગીત મને બહુ ગમે છે, પણ બહુ જલદી તે મારા એક બ્લોગનું હેડિંગ બનશે એવી તો કલ્પના જ નહિ. આવું બનવું કંઈ નવી વાત નહિ ગણાતી હોય, પણ મારા માટે તો નવી જ છે… બ્લોગસ્પોટ પર બ્લોગ લખવાવું શરૂ કર્યાની બરાબર મોજ આવવી હજી તો શરૂ થઈ હતી ત્યાં જ [...]
જૂઠ બોલે કૌઆ કાટે… ખરેખર?
Posted in General, tagged Wondering on May 11, 2008 | Leave a Comment »
મને જુઠ્ઠું બોલતા લોકો ગમતા નથી, એનો અર્થ એવો મુદ્દલ નથી કે હું કદી જુઠ્ઠું નથી બોલતો. જુઠ્ઠું બોલવાની બાબતમાં કોઈ પણ સામાન્ય માણસનું હોય છે એવું જ આપણું છે. પાછા ન પડીએ, પણ કોઈ બિનજરૂરી જુઠ્ઠું બોલે ત્યારે મજા ન આવે. આવા અનુભવો થતા રહેવા એ આજના જમાનામાં કોઈ નવી વાત ન કહેવાય અને [...]
