* “વાક્શલ્યસ્તુ ન નિર્હર્તુ શક્યો હૃદિશયો હિ સ:” અર્થાત, દુર્વચન રૂપી બાણને બહાર નથી કાઢી શકાતું, કારણ કે તે હૃદયમાં ઘૂસી ગયું હોય છે. – સંસ્કૃતની એક સુક્તિ
* મારા પોતાના કડવા અનુભવોમાંથી એક પરમ શિક્ષણ મેળવ્યું છે : ક્રોધનો સંચય કરો. જે રીતે ઉષ્મા (ગરમી)નો સંચય કરીને તેને ઊર્જામાં બદલી શકાય છે તે જ રીતે આપણા ક્રોધનો સંચય કરીને એવી શક્તિમાં બદલી શકાય, જે દુનિયાને હલાવી નાખે. – મહાત્મા ગાંધી
* જો આપણે આપણા સામર્થ્ય મુજબ કામ કરીએ તો આપણી જાતને પણ અચંભિત કરી શકીએ. – ટોમસ આલ્વા એડિસન
* માતાનો પ્રેમ પામવા તમારે લાયક બનવું પડતું નથી, પિતાનો પ્રેમ પામવા લાયક બનવું પડે છે. – રોબર્ટ ફ્રોસ્ટ
* પગથિયાંને નીરખ્યા કરવાં એ જ પૂરતું નથી હોતું, પગથિયાં ચઢવાં પણ જરૂરી હોય છે. – માઇકલ જોર્ડન
* આજના યુગમાં એક્ટરોની બહુ કદર છે, કારણ કે દરેક માણસ એક્ટર બની ગયો છે. આજે લાગણીઓનો નહિ, પણ લાગણીઓના પ્રદર્શનનો યુગ છે. – બલરાજ સાહની, આ તેમનું શતાબ્દી વર્ષ છે
* જે વ્યક્તિ પુસ્તક નથી વાંચતી તે એવી વ્યક્તિ સમાન છે, જેને વાંચતાં જ નથી આવડતું. – માર્ક ટ્વેઇન
* આદતો પણ ગજબ હોય છે. જિંદગી આખી સાથે ચોંટેલી રહે છે અને લોકોને ખબર પણ નથી પડતી. – આગાથા ક્રિસ્ટી
* સત્યને હજી તો તૈયાર થઈને ચાલવાની તક મળે ત્યાં સુધીમાં જૂઠ અડધી દુનિયાનું ચક્કર લગાવી ચૂક્યું હોય છે. – વિન્સ્ટન ચર્ચિલ
* કોઈ પણ લેખના બે ફકરા વાંચીને હું કહી શકું કે તે મહિલાએ લખેલો છે. જગતને જોવાનો તેમનો દૃષ્ટિકોણ સંકીર્ણ હોય છે. – વી. એસ. નાઇપોલ
* જેની યાદશક્તિ બહુ સારી ન હોય તેણે એવું કોઇ કામ ન કરવું જોઇએ જેમાં ખોટું બોલવું પડતું હોય. – માઇકલ દ મોન્ટેન
* મેં કદી મારા ભૂતકાળનાં સ્મરણોથી બચવાની કોશિશ નથી કરી, અને તેમાંનાં કેટલાંક તો ખૂબ પીડાદાયક છે. મને કદી સમજાતું નથી કે લોકો કેમ ભૂતકાળથી બચવા ઇચ્છે છે. તમે જે એક એક પળ જીવો છો તેનાથી જ તો તમારું વ્યક્તિત્વ ઘડાય છે. — સોફિયા લોરેન, ઇટાલિયન અભિનેત્રી
* લોકો એ વાત સમજવા તૈયાર જ નથી હોતા કે દુનિયા પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ વાસ્તવમાં તેમના પોતાના જ ચરિત્રની અભિવ્યક્તિ હોય છે. – રાલ્ફ વાલ્ડો એમર્સન
* બીજાએ કરેલા ઉપકારને ભૂલી જવો એ યોગ્ય નથી, પણ બીજા પર કરેલા ઉપકારને તો તરત ભૂલી જવો જ ઉચિત છે. – સંત કવિ તિરુવલ્લુવર
* જબરદસ્ત એકાગ્રતા વિના કોઈ પણ માણસ સૂઝબૂઝવાળો, આવિષ્કારક, મૌલિક કે સંશોધક ન હોઇ શકે. – સ્વેટ માર્ડન
* જેનું ચિત્ત એકાગ્ર નથી તે સાંભળીને પણ કંઈ સમજી શકતો નથી. – નારદ પુરાણ
* દરેક કાર્ય પર વિજય મેળવવા માટે એકાગ્રચિત્ત હોવું જરૂરી છે. – માર્લે
* જ્યારે “પ્રેમની સત્તા”નો વિજય “સત્તાના પ્રેમ” પર થશે ત્યારે દુનિયા જાણી શકશે કે શાંતિ કોને કહેવાય. – જિમી હેન્ડ્રિક્સ
* કેટલાક લોકોને મારી સલાહ એટલી બધી ગમી જાય છે કે તેઓ તેના પર અમલ કરવાને બદલે તેને ફ્રેમમાં મઢાવીને દીવાલ પર લટકાવી દે છે. – ગોર્ડન આર. ડિક્શન
* કોઇ વ્યક્તિને તેના પર કરાયેલા ઉપકારની યાદ અપાવવી કે તેનો ઉલ્લેખ કરવો એ ગાળ દેવા સમાન છે. – ડિમોસ્થનીઝ
* જેને તમે જાણો છો તે વિગ્નાન છે, જે નથી જાણતા એ ફિલસૂફી છે. – બર્ટ્રાન્ડ રસેલ
* સમયની બરબાદી પર અફસોસ કરવો એ ફરી વાર સમય બરબાદ કરવા જેવું જ છે. – મેસન કૂલે
* યુદ્ધમાં જે હારે છે તે પણ રોવે છે, જે જીતે છે તે પણ રોવે છે… કોઇને કંઈ હાથમાં નથી આવતું. યુદ્ધમાં ઊતરવું એ નાસમજ સેનાપતિઓનું કામ છે. – લાઓત્સે
* બનવાજોગ છે કે આ દુનિયા કદાચ બીજા કોઇ ગ્રહનું નરક હોય. – આલ્ડસ હક્સલી
* ન માનવું એના કરતાં માનવું એ બેહતર છે. એમ કરવાથી તમે બધી વસ્તુઓને શક્યતાના ઘેરાવામાં લાવી દેશો. – આઇન્સ્ટાઇન
* પ્રાર્થના ઇશ્વરને નથી બદલતી, પણ જે પ્રાર્થના કરે છે તેને બદલે છે. – સોરેન કર્કગાર્ડ
* જો તમને એમ લાગતું હોય કે ગઈ કાલે તમે માનતા હતા એટલા ડાહ્યા તમે આજે નથી તો સમજી લેજો કે આજે તમે વધુ ડાહ્યા છો. – એન્થની દ મિલો
* પુષ્પ ચૂંટવા ઊભા ન રહેશો, આગળ વધતા રહો. તમારા માર્ગમાં પુષ્પો ખીલતાં રહેશે. – રવીન્દ્રનાથ ટાગોર
* સારી સલાહનો માત્ર એટલો જ ઉપયોગ છે કે તેને તમે બીજા સુધી પહોંચાડી દો. ખુદ પોતાને માટે એ કંઇ કામની નથી હોતી. – ઓસ્કર વાઇલ્ડ
* જો સમાજવાદ તમામ લોકોનો બૌદ્ધિક વિકાસ પૂર્ણ થયા પછી જ સંભવ હોય તો આપણે ઓછામાં ઓછાં પાંચ સો વર્ષ રાહ જોવી પડશે. – લેનિન
* લાલચ મોટા ભાગે એવા બારણામાંથી અંદર આવે છે, જે જાણી જોઇને ખુલ્લું રાખેલું હોય છે. – આર્નોલ્ડ ગ્લાસો
* લોકો કહે છે કે સમય બધું બદલી નાંખે છે, પણ વાસ્તવમાં તો તમારે જાતે જ તે બદલવું પડે છે. – એન્ડી વોર્હોલ
* નવો પાઠ ભણવા હંમેશાં ત્યાર રહો, પછી ભલે તે તમે ગઈ કાલે જે પાઠ ભણ્યા હો તેનો વિરોધાભાસી હોય. – એલન ડિજનરસ
* દરેક નવો પ્રારંભ કોઇ અન્ય પ્રારંભના અંતમાંથી થાય છે. – સેનેકા
* પ્રાર્થના એવી રીતે કરો કે બધાનો આધાર ઇશ્વર પર છે અને કામ એવી રીતે કરો કે બધાનો આધાર તમારા પર છે. – ફ્રાન્સિસ કાર્ડિનલ
* પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ. – રવીન્દ્રનાથ ટાગોર
* ખ્યાતનામ વ્યક્તિ હોવા બાબતે એક સારી વાત એ છે કે જ્યારે તમે લોકોને કંટાળો આપવા માંડો છો ત્યારે તેઓ એવું માને છે કે એ તેમનો પોતાનો વાંક છે. – હેનરી કિસિન્જર
* માણસો તેમની નિયતિના કેદી નથી હોતા, પણ તેઓ માત્ર તેમના પોતાના દિમાગના કેદી હોય છે. – ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટ
* જિંદગીથી ખુશ થાઓ, કારણ કે એ તમને પ્રેમ કરવાની, કામ કરવાની, રમવાની અને તારાઓ તરફ જોવાની તક આપે છે. – હેન્રી વાન ડાઇક
* ગીતા આપણને શીખવે છે કે જેનું રોજિંદા જીવનમાં આપણે પાલન નથી કરી શકતા તેને ધર્મ ન કહી શકાય. – મહાત્મા ગાંધી
* તમારી જિંદગી જીવવાના બે રસ્તા છે. એક તો એ રીતે કે ચમત્કાર છે જ નહિ, અને બીજો એ રીતે કે દરેક બાબત ચમત્કાર છે. – આઇન્સ્ટાઇન
* તમારી એ ચીજ તમે જે કરવા માગતા હતા એ કરતી નથી એનો અર્થ એ નથી કે તે બિનઉપયોગી છે. – ટોમસ આલ્વા એડિસન
* જે સ્ત્રી પોતાની સાચી ઉંમર કહી દે છે તે કાં તો એટલી નાની છે કે તેણે કંઇ ગુમાવવાનું નથી અથવા તો એટલી મોટી છે કે કંઇ મેળવવાનું નથી. – ચીની કહેવત
* મેં એક નિર્ધાર કર્યો છે અને તેને વળગી રહેવાનો પ્રયાસ કરતો રહું છું તે એ છે કે નાની નાની બાબતોમાંથી બહાર નીકળવું- જોન બરોસ (તા. ૧૫ જુલાઇ ૨૦૦૮)
* ઇતિહાસના દસ્તાવેજોમાં એવા એક પણ અર્થશાસ્ત્રીનું નામ નોંધાયેલું નથી, જેણે પોતાના આવતી કાલના ભોજનની ચિંતા કરવી પડતી હોય. – પીટર ડ્રકર (તા. ૧૪ જુલાઇ ૨૦૦૮)
* ડાહ્યો માણસ જેટલું જોઇ શકે છે એટલું નહિ, પણ તેણે જેટલું જોવું જોઇએ એટલું જ જુએ છે. – માઇકલ ઇક્વેમ દ મોન્ટેન (તા. ૧૩ જુલાઇ ૨૦૦૮)
* જુઠ્ઠાણા પ્રત્યેનો ગુસ્સો કાયમ ટકી રહે છે, સત્ય પ્રત્યેનો ગુસ્સો ટકી શકતો નથી. – ગ્રેગ ઇવાન્સ (તા. ૧૨ જુલાઇ ૨૦૦૮)
* જ્યારે લોકો સમીક્ષાનું સ્વાગત કરવાની વાત કરતા હોય છે ત્યારે પણ તેઓ માત્ર પ્રશંસા સાંભળવાની આશા રાખતા હોય છે. – સમરસેટ મોમ (તા. ૧૧ જુલાઇ ૨૦૦૮)
* પ્રેમના સ્પર્શ માત્રથી દરેક જણ કવિ બની જાય છે. – પ્લેટો (તા. ૧૦ જુલાઇ ૨૦૦૮)
* વૃદ્ધ થવાની પ્રક્રિયા તમે રોકી શકો નહિ, પણ વૃદ્ધ થવું તમારા માટે જરૂરી નથી. – જ્યોર્જ બર્ન્સ (તા. ૯ જુલાઇ ૨૦૦૮)
* સ્વાભાવિક ક્ષમતા વિનાના શિક્ષણ કરતાં શિક્ષણ વિનાની સ્વાભાવિક ક્ષમતા માણસને વધુ કામયાબ બનાવી શકે છે. – સિસેરો (તા. ૮ જુલાઇ ૨૦૦૮)
* સ્વચ્છતા, પવિત્રતા અને આત્મસન્માનથી જીવવા માટે ધનની જરૂર નથી પડતી. – મહાત્મા ગાંધી (તા. ૭ જુલાઇ ૨૦૦૮)
* બુદ્ધિશાળી માણસોને જેટલી તકો મળતી હોય છે તે કરતાં વધુ તકો તેઓ ઊભી કરી લેતા હોય છે. – ફ્રાન્સિસ બેકન (તા. ૬ જુલાઇ ૨૦૦૮)
* મારી મા સફળતા અને સિદ્ધિ વચ્ચે એક ભેદરેખા દોરે છે. તે કહે છે કે “સિદ્ધિ એક એવું ગ્નાન છે, જેનો તમે અભ્યાસ કર્યો છે અને સખત મહેનત કરી છે અને તમારામાં જે શ્રેષ્ઠ છે તે કર્યું છે, સફળતા લોકો દ્વારા કરાતાં વખાણ છે અને તે સારું પણ છે, પણ તે એટલું મહત્ત્વપૂર્ણ કે સંતોષકારક નથી. હંમેશાં સિદ્ધિનો ધ્યેય રાખો અને સફળતા વિષે ભૂલી જાઓ.” – હેલન હેઇન્સ (તા. ૫ જુલાઇ ૨૦૦૮)
* હંમેશાં એક વાત યાદ રાખી લેજો કે સફળ થવા માટેનો તમારો દૃઢ નિર્ધાર બીજી બધી બાબતો કરતાં વધુ મહત્ત્વનો છે. – અબ્રાહમ લિંકન (તા. ૪ જુલાઇ ૨૦૦૮)
* જિંદગી શું છે એ ખબર પડે તે પહેલાં અડધી જિંદગી વીતી જાય છે. – ફ્રેન્ચ કહેવત (તા. ૩ જુલાઇ ૨૦૦૮)
* ભય એ અંધશ્રદ્ધાનો મુખ્ય સ્રોત છે અને ક્રૂરતાના મુખ્ય સ્રોતોમાંનો એક છે. ભય ઉપર વિજય મેળવવો એ ડહાપણનો પ્રારંભ છે. – બર્ટ્રાન્ડ રસેલ (તા. ૨ જુલાઇ ૨૦૦૮)
* શહાદત એક એવી ચીજ છે જેના વડે માણસ ક્ષમતા ન હોવા છતાં ખ્યાતનામ થઈ શકે છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (તા. ૧ જુલાઈ)
* સફળતાનો ધ્યેય રાખજો, સંપૂર્ણતાનો નહિ. ખોટા પડવા માટેનો તમારો અધિકાર ક્યારેય ગુમાવશો નહિ, કારણ કે તો પછી તમે જીવનમાં આગળ વધવાની અને નવું શીખવાની ક્ષમતા ખોઈ બેસશો. – ડો. ડેવિડ એમ. બર્ન્સ (તા. ૩૦ જૂન ૨૦૦૮)
* સફળતા માત્ર એક જ હોય છે, જેમાં તમે તમારી જિંદગીને તમે ઇચ્છો તે રીતે વ્યતિત કરી શકતા હો. – ક્રિસ્ટોફર મોર્લી (તા. ૨૯ જૂન ૨૦૦૮)
* પૈસા શી ચીજ છે? માણસ તો જ સફળ છે જો તે સવારે ઊઠી શકતો હોય અને રાત્રે સૂવા જઈ શકતો હોય અને વચ્ચેના સમયમાં પોતે ઇચ્છે તે કરી શકતો હોય. – બોબ ડાયેલન (તા. ૨૮ જૂન ૨૦૦૮)
* નિષ્ફળ થવું તો ઘણી રીતે શક્ય છે, પણ સફળ થવાનો તો કદાચ એક જ રસ્તો છે. – એરિસ્ટોટલ (તા. ૨૭ જૂન ૨૦૦૮)
* જો તમને સફળતા તમારી રીતે ન મળી હોય, જો તે બીજાઓની દૃષ્ટિએ ખૂબ સારી હોય પણ તમારા દિલને સ્પર્શતી ન હોય તો એ ખરી સફળતા છે જ નહિ. -અન્ના ક્વિન્ડલેન (તા. ૨૬ જૂન ૨૦૦૮)
* દુનિયામાં “પ્રેમ કરવો” ક્રિયાપદ પછીનું સૌથી વધુ સુંદર ક્રિયાપદ છે “મદદ કરવી”. – બર્થા વોન સટ્ટનર (તા. ૨૫ જૂન ૨૦૦૮)
* સફળ માણસ નહિ, પણ મૂલ્યનિષ્ઠ માણસ બનવાનો પ્રયાસ કરજો. – આલ્બર્ટ આઇનસ્ટાઇન (તા. ૨૪ જૂન ૨૦૦૮)
* એક વાત હંમેશાં યાદ રાખજો કે સફળ થવા માટેની તમારી દ્દૃઢ ઇચ્છાશક્તિ જ બીજી બધી બાબતો કરતાં સૌથી વધુ મહત્ત્વની છે. – અબ્રાહમ લિંકન (તા. ૨૩ જૂન ૨૦૦૮૦
* અંતે તો તમારી પાસે જે છે તેનાથી તમે શું કરી શકો છો તેનું જ મહત્ત્વ છે. – શર્લી લોર્ડ (તા. ૨૨ જૂન ૨૦૦૮)
* કોઇ પણ માણસ મહાન બની શકે છે કારણ કે કોઇ પણ માણસ સેવા કરી શકે છે. સેવા કરવા માટે તમારી પાસે કોલેજની ડિગ્રી હોવી જરૂરી નથી. સેવા કરવા માટે તમારી પાસે માત્ર અનુકંપાભર્યું હૃદય હોવું જોઇએ અને પ્રેમથી આંદોલિત આત્મા હોવો જોઇએ. – માર્ટિન લ્યુથર કિંગ જુ. (તા. ૨૧ જૂન ૨૦૦૮)
* સફરનો અંત આવે તે સારું છે, પણ અંતે મહત્ત્વ તો સફરનું જ હોય છે. -ઉર્સુલા કે. લેગ્વિન (તા. ૨૦ જૂન ૨૦૦૮)
*કોઇએ પોતાનો દિવસ ઝટ પૂરો થાય તે માટે ઉતાવળ ન કરવી જોઇએ. આમ પણ જિંદગીમાં દિવસો બહુ ઓછા હોય છે. -ડેલ કોલમેન (તા. ૧૯ જૂન ૨૦૦૮)
* કંટાળો એ નૈતિકતાવાદીઓ માટે મોટો પ્રશ્ન હોય છે, કારણ કે માનવજાતનાં અડધાં પાપ તો તેના ભયમાંથી થયાં હોય છે. – બર્ટ્રાન્ડ રસેલ (તા. ૧૮ જૂન ૨૦૦૮)
* હું માત્ર એક જ છું તેમ છતાં હું છું, હું બધું જ નથી કરી શકતો તેમ છતાં હું કંઇક તો કરી જ શકું છું અને માત્ર હું બધું જ નથી કરી શકતો તે કારણે જ હું જે કરી શકું તેમ છું તે કરવાનો ઇનકાર નહિ કરું. – એડવર્ડ એવરેટ હેઇલ (તા. ૧૬ જૂન ૨૦૦૮)
* જીવનનો સૌથી તાકીદનો અને મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તમે બીજાઓ માટે શું કરી રહ્યા છો. – માર્ટિન લ્યુથર કિંગ જુ. (તા. ૧૫ જૂન ૨૦૦૮)
* ખુશી એ અન્ય કોઇને ખુશ કરવાના પ્રયાસોની બાય પ્રોડક્ટ છે. – ગ્રેટા બ્રુકર પાલમેર (તા. ૧૪ જૂન ૨૦૦૮)
* માણસ બીજા કશાથી નહિ પણ અન્ય માણસો પ્રત્યેનાં સારાં કાર્યો થકી જ ઇશ્વરની વધુ નિકટ પહોંચી શકે છે. – સિસેરો (તા. ૧૩ જૂન ૨૦૦૮)
* માણસ શું કરે છે તે ગણતરીમાં લેવાય છે. તે શું કરવા ધારે છે તે ગણતરીમાં લેવાતું નથી. – પાબ્લો પિકાસો (તા. ૧૨ જૂન ૨૦૦૮)
* દરેક કાર્ય કરવાની સાથે તમે એક બીજ વાવો છો, પણ બનવાજોગ છે કે તેની ફસલ તમે ન જોઈ શકો. – ઈલા વ્હીલર વિલકોક્સ (તા. ૧૧ જૂન ૨૦૦૮)
* ઓછો ભય પામો, આશા વધુ રાખો; ઓછો દારૂ પીઓ, શ્વાસ વધુ લો; ઓછું બોલો, સાંભળો વધુ; ઓછી નફરત કરો, પ્રેમ વધુ કરો, અને જુઓ કે જે કંઇ સારું છે એ બધું તમારું છે. – સ્વિડિશ કહેવત (તા. ૧૦ જૂન ૨૦૦૮)
* જેણે ક્યારેય પણ કોઈ ભૂલ નથી કરી તેણે ક્યારેય પણ કંઇ નવું કરવાનો પ્રયાસ નથી કર્યો. – આઇન્સ્ટાઇન (તા. ૯ જૂન ૨૦૦૮)
* જીવનમાં કોઈ બાબતથી ડરવા જેવું હોતું નથી, તેને માત્ર સમજવાની જરૂર હોય છે. – મેરી સ્ક્લોડોવ્સ્કા ક્યુરી (તા. ૮ જૂન ૨૦૦૮)
* જે વસ્તુઓને આપણે ખરેખર ચાહીએ છીએ તે હંમેશાં આપણી સાથે જ રહે છે. જિંદગી રહે છે ત્યાં સુધી તે આપણા હૃદયમાં કેદ થઈ જાય છે. – જોસેફાઇન બેકર (તા. ૭ જૂન ૨૦૦૮)
* ગઈ કાલ એ બીજું કંઈ નહિ, પણ આજની સ્મૃતિઓ છે અને આજ એ બીજું કંઈ નહિ, પણ આવતી કાલનાં સપનાં છે. – ખલીલ જિબ્રાન (તા. ૬ જૂન ૨૦૦૮)
* સમય એ તમારી જિંદગીનો સિક્કો છે. તમારી પાસે માત્ર આ એક જ સિક્કો છે. બીજાઓ તે તમારા માટે વાપરી શકે એટલી કાળજી રાખજો. -કાર્લ સેન્ડબર્ગ (તા. ૫ જૂન ૨૦૦૮)
* જ્યારે તમે બે અનિષ્ટ પૈકી વધુ ઓછું અનિષ્ટ પસંદ કરો ત્યારે પણ એટલું તો યાદ રાખજો જ કે તે છે તો અનિષ્ટ જ. – મેક્સ લર્નર (તા. ૪ જૂન ૨૦૦૮)
* મને ઉંમરમાં જરાય રસ નથી. જેઓ મને પોતાની ઉંમર કહે છે તેઓ મૂરખ છે. તમારી એટલી જ ઉંમર છે, જેટલી તમે અનુભવો છો. – એલિઝાબેથ આર્ડેન (તા. ૩ જૂન ૨૦૦૮)
* લોખંડનો વપરાશ ન થાય તો તેને કાટ લાગે છે, પાણી જો બંધિયાર રહે તો તેની શુદ્ધતા ગુમાવી દે છે અને ઠંડી મોસમમાં થીજી જાય છે, એવું જ માણસ નિષ્ક્રિય રહે ત્યારે તેના મગજની સ્થિતિ થાય છે. – જ્યોર્જ એલન (તા. ૨ જૂન ૨૦૦૮)
* સિંહના નેતૃત્વ હેઠળનું ઘેંટાંનું લશ્કર ઘેંટાના નેતૃત્વ હેઠળના સિંહના લશ્કરને હરાવી દે છે. – અરબી કહેવત (તા. ૧ જૂન ૨૦૦૮)
* હંમેશાં એવું જ વર્તન કરો કે જાણે કંઇ જ બન્યું નથી, પછી ભલે ગમે તે બન્યું હોય. – આર્નોલ્ડ બેનેટ (તા. ૩૧ મે ૨૦૦૮)
* હું જે આઇડિયા આપું છું એ મારા નથી હોતા. તે મેં સોક્રેટિસમાંથી લીધા છે, ચેસ્ટરફીલ્ડમાંથી ઉઠાવ્યા છે, જીસસમાંથી ચોર્યા છે અને પુસ્તકમાં મૂક્યા છે. એમના નિયમો જો તમને ન ગમતા હોય તો બીજા કોના ગમશે? – ડેલ કાર્નેગી (તા. ૩૦ મે ૨૦૦૮)
* ઉંમર એ કંઈ બહુ રસપ્રદ વિષય નથી. કોઈ પણ માણસ ઘરડું થઈ શકે. જરૂર છે પૂરતું લાંબું જીવવાની. – ગ્રાઉચો માર્ક્સ. (તા. ૨૯ મે ૨૦૦૮)
* તમે જ્યારે તમારી અંદર નજર નાંખશો ત્યારે તમારી દૃષ્ટિ સ્પષ્ટ થશે. જેઓ બહાર નજર નાંખે છે તેઓ સપનાં જુએ છે અને ભિતર જુએ છે તેઓ જાગ્રત થઈ જાય છે. – કાર્લ ગુસ્તાવ જંગ (તા. ૨૮ મે ૨૦૦૮)
* હું ક્યારેય ઘરડો નહિ થાઉં. વૃદ્ધાવસ્થા મારી ઉંમર કરતાં હંમેશાં ૧૫ વર્ષ વધારે હોવાની. – ફ્રાન્સિસ બેકન (તા. ૨૬ મે ૨૦૦૮)
* અધિકાર એ કંઈ એવી ચીજ નથી કે કોઇ તમને આપે છે, પણ તે એ એવી ચીજ છે કે તે કોઈ તમારી પાસેથી લઈ ન શકે. – રામસે ક્લાર્ક (તા. ૨૫ મે ૨૦૦૮)
* આપણે એવા સમયમાં જીવીએ છીએ, જ્યા બિનજરૂરી ચીજો જ આપણી જરૂરિયાતો છે. – ઓસકર વાઈલ્ડ (તા. ૨૪ મે ૨૦૦૮)
* દુખ તો પોતે પોતાની સંભાળ લઈ લેશે, પણ આનંદને પૂરેપૂરો માણવા માટે તેને અન્ય કોઈ સાથે વહેંચવો જરૂરી હોય છે. –માર્ક ટ્વેઈન (તા. ૨૩ મે ૨૦૦૮)
* બનવાજોગ છે કે તમારા વિચારો સાથે સહમત ન થઈ શકું, પણ વિચારો વ્યક્ત કરવાના તમારા અધિકારોનું હું રક્ષણ કરીશ. –વોલ્તેર (તા. ૨૨ મે ૨૦૦૮)
Hasmukhbhai……VERY NICE VUCHARO ! Enjoyed reading & will come back to read them again.
PLEASE pardon me …typing error in the above comment.Read as VICHARO Thanks !
wah bahu saras
keep it up
Quotes are our leading lights to show us path ahead which we cant see if our eyes are not set for the darkness ahead.
So, we have to see the path and not praise quotes for the
niceties…thnx for the collection.
Really great collectin of good thoughts.I share them with my students. we hope for more n more
Hashmukh the all above sentences are all beautifull and very good also. wow wonderful keep it up……
Hashmukh the all above sentences are all beautifull and very good also. wow wonderful keep it up……
સત્ય કેટલુ કડવુ છે કે ભારતીયોને ગમતા અને ઘડતા આવા વિશિષ્ટ અવતરણો વિદેશી અને મોટા ભાગે ખ્રિસ્તીય વિચારધારાના જ હોય છે અને છતાંય આપણે બાઈબલ પ્રત્યે અણગમો રાખીયે છીએ. એવુ કેમ??
excellent quotes, makes live and change the life….
“Earth provides enough to satisfy everyman needs, but not satisfy everyman greed” —— Mahatma Gandhi
આવા સુવિચારો મને ખુબજ ગમે છે, એટલે એનો સંગ્રહ કરી ગુજરાતીમાં પાવર પોઈન્ટન શો બનાવું છું. જો કોઈને આવા સુવિચારોના પી.પી.એસ. જોવા હોય તો મારા નીચેના બ્લોગની મુલાકાત લઈ “સુવિચાર” ઉપર ક્લિક કરજો. બીજું હરસુખભાઈ આપના બીજા લેખો વાંચવાની મઝા આવી ગઇ. એક અનુભવી લેખક અને અમારા જેવા વચ્ચેનો આ મોટો ફરક છે.
http://suratiundhiyu.wordpress.com/
Sir,Very good quotations.I am very appreciated your thoughts and put in our daily life.