વેકેશન પૂરું થઈ ગયું છે. શાળાઓ ખૂલી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો બાળકો શાળામાં દાખલ થશે અને પોતાના શૈક્ષણિક જીવનનો આરંભ કરશે. બાળકના શાળાપ્રવેશનો દિવસ દરેક માતાપિતા માટે પણ મહત્ત્વનો બની રહેતો હોય છે. ભવિષ્યનાં અનેક સપનાંઓ સાકાર થઈ શકશે એવી આશાઓ જાગવાનો પ્રારંભ પણ આ દિવસથી થતો હોય છે. બાળક ભવિષ્યમાં કેવું બનીને ઊભું રહેશે તેનો ઘણો આધાર તેને શાળામાંથી મળેલા શિક્ષણ અને સંસ્કારો પર હોય છે. એટલે જ આજથી લગભગ દોઢ સો – પોણા બસ્સો વર્ષ પહેલાં અમેરિકાના મહાન પ્રમુખ અબ્રાહમ લિંકને તેમના પુત્રને શાળામાં બેસાડ્યો ત્યારે તેના શિક્ષક પર એક પત્ર લખ્યો હતો. શાળામાં બાળકનું ઘડતર કેવું થવું જોઇએ એ અંગે પોતાના વિચારો તેમણે પત્રમાં શિક્ષકને જણાવ્યા છે. આટલાં બધાં વર્ષો પહેલાં લખાયેલો આ પત્ર આજે પણ એટલો જ પ્રાસંગિક છે.
વર્ષોથી આ પત્ર દુનિયાની બધી જ ભાષાઓમાં છપાતો રહ્યો છે. શાળાઓ ખૂલી રહી છે ત્યારે ફરી એક વાર એ મહાન ચિંતકનો પત્ર શિક્ષકોને સાદર…
માનનીય શિક્ષકશ્રી,
આજે મારા પુત્રનો શાળામાં પહેલો દિવસ છે. થોડા સમય માટે તો એને બધું નવું અને અજાણ્યું લાગશે. હું ઇચ્છું કે તમે તેના પ્રત્યે મૃદુતા દાખવશો. આ એક એવું સાહસ છે જે તેને ખંડો ઓળંગાવી શકે. એ બધાં સાહસોમાં યુદ્ધો, દુર્ઘટનાઓ અને હતાશાઓનો સમાવેશ થઈ જાય છે. તેને તેનું જીવન જીવવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમતની જરૂર પડતી રહેવાની.
એટલે, મારા વહાલા શિક્ષક, તમે એનો હાથ ઝાલીને એને એ બધું શીખવજો જે એણે શીખવાનું હોય… પણ બની શકે તો એને એ બધું ધીરજથી શીખવજો.
એને શીખવજો કે દરેક દુશ્મન સામે એક મિત્ર હોય છે. તેણે એ જાણવું પડશે કે બધા માણસો સાચા અને ન્યાયી નથી હોતા. પરંતુ સાથેસાથે એને એ પણ જણાવજો કે દરેક કુટિલ માણસની સામે એક આદર્શવાદી વ્યક્તિ હોય જ છે, અને દરેક સ્વાર્થી રાજકારણીની સામે એક સમર્પિત નેતા હોય જ છે. સમય લાગશે એની મને જાણ છે, છતાં જો સમજાવી શકો તો બાળકને સમજાવજો કે ક્યાંકથી મળેલા પાંચ રૂપિયા કરતાં પોતે કમાયેલા એક રૂપિયાની કિંમત ઘણી વધુ હોય છે.
એને હાર સ્વીકારવાનું શીખવજો અને જીતને માણવાનું પણ શીખવજો. શક્ય હોય તો એને ઇર્ષ્યાના વમળમાંથી બહાર ખેંચજો. એને મૌન હાસ્યનું રહસ્ય સમજાવજો. વહેલી તકે એને શીખવજો કે ક્રૂર અને ઘાતકી લોકોને જીતવા સૌથી સરળ છે. જો કરાવી શકો તો તેને પુસ્તકોની અદભુત દુનિયાનાં દર્શન કરાવજો, પણ સાથેસાથે આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યપ્રકાશમાં ગીત ગાતી મધમાખીઓ અને ડુંગરના હરિયાળા ઢોળાવ ઉપર ઊગતાં ફૂલોનાં સનાતન રહસ્ય વિષે વિચારવાની નિરાંત પણ આપજો.
શાળામાં એને શીખવજો કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું વધુ ગૌરવભર્યું છે. ભલે બધાના મત પ્રમાણે ખોટા હોઇએ, છતાં પોતાના વિચારોમાં શ્રદ્ધા રાખવાનું એને શીખવજો. નમ્ર લોકો સાથે નમ્ર અને સખત લોકો સાથે સખત બનવાનું એને શીખવજો. વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. દરેકને સાંભળવાનું એને શીખવજો, પણ સાથેસાથે સત્યની ચાળણીમાંથી બધું ચાળીને પછી જે સારું હોય તેને જ સ્વીકારવાનું પણ શીખવજો. એની પ્રતિભા અને આવડતની ઊંચામાં ઊંચી કિંમત મળે એના પ્રયાસ કરવાનું એને શીખવજો, પણ એને એ પણ શીખવજો કે પોતાનાં હૃદય અને આત્માને વેચવા ન કાઢે.
શક્ય હોય તો એ ઉદાસ હોય ત્યારે એને હસવાનું શીખવજો. એને શીખવજો કે રડવામાં કોઇ શરમ નથી. માનવતામાં જેને શ્રદ્ધા ન હોય તેને વખોડી નાંખવાનું અને અતિ નમ્રતા/વખાણથી સાવચેત રહેવાનું એને શીખવજો.
એની સાથેનું વર્તન મૃદુ/કોમળ રાખજો, પણ એને લાડમાં જકડી ન રાખતા, કારણ કે અગ્નિમાં તપીને જ સોનું નીખરે છે… શુદ્ધ બને છે. અધીર થવાની હિંમત અને ધીરજ ધરવાની સહનશીલતા એને કેળવવા દેજો. પોતાનામાં પરમ/દિવ્ય/ઉચ્ચત્મ વિશ્વાસ રાખવાનું એને કાયમ શીખવજો, જેથી માનવજાતમાં અને ઇશ્વરમાં પણ તે એવો જ વિશ્વાસ રાખતો થાય.
આ ઘણું કઠિન કામ છે. જોઇએ તમે શું કરી શકો છો. એક સુંદર, નાનું વ્યક્તિત્વ છે મારું બાળક.
આ પત્ર અંગ્રેજીમાં વાંચ્યો હતો. તમારો અનુવાદ ખરેખર સરસ છે.
વાહ! ઘણો જ સરસ પત્ર! સાચી કેળવણીની વાતો… Thanks for sharing the letter.
સરસ! મારા પુત્રને શાળાએ મુકવાનો થશે ત્યારે આ સાથે મોકલીશ અને જોઇશ કેવું રીએક્શન આવે છે 🙂
અબ્રાહમ લિંકને આ પત્ર લખીને ને આપે એનો સરસ અનુવાદ કરીને, હિન્દના આંગળી પકડીને કે અમેરિકાના કારમાં બેસાડીને નિશાળે લઈ જતા માતપિતાના અંતરમાં રહેલી આશાઓ અને અપેક્ષાઓને સુપેરે અભિવ્યક્ત કરી છે.
Sir,
I am pleased to read Abraham Lincoln’s letter to a teacher. During my post graduation studies, I had happened to read John Drinkwater’s play “Abraham Lincoln”. Since then, I am under the influence of his thoughts. As a blogger, I never miss to quote Abe Lincoln at my appropriate point in my Articles. Dale Carnege, Khalil Gibran, Abraham Lincoln, Mahatma Gandhi and many other great personalities have expressed their eternal thoughts. I am the guest blogger of Vijay Shah’s blog and there I read your comment on my translated Article “Lady with the lantern”. I thank you very much for your inspiring comment.
Regards,
Valibhai Musa
Indeed insightful
adaraniy sahebo
bakvas jeva bhashantar ne vah vah karo sho ?
ava loko ej navi pedhi ne vanchan thi door rakhi she …….
baxi kaheta hata ke lekhako “charke ” she ane bija o chati jay she.
aa rahyu bhasahntar
લિંકનનો એ પત્ર આ પ્રમાણે હતો :
“સન્માનનીય સર,
આજે મારા દીકરાનો સ્કૂલમાં પહેલો દિવસ છે. દુનિયાથી તે અજાણ્યો છે. હું ઇચ્છું છું કે આપ તેને જિંદગીનાં મૂલ્યો શીખવો. આ જગતમાં બધા જ લોકો સાચા અને સારા નથી. આ વાત એણે શીખવી પડશે. હું ઇચ્છું છું કે, આપ તેને એ વાત શીખવો કે દુનિયાના સૌથી ખરાબ માનવી પાસે પણ સારું અને પવિત્ર હૃદય હોય છે. દરેક દુશ્મનની ભીતર પણ એક સારા દોસ્ત બનવાની અનંત સંભાવના છુપાયેલી હોય છે. હું જાણું છું કે, આ વાત શીખવામાં તેને સમય લાગશે. છતાંયે મને લાગે છે કે, આપ તેને શીખવજો કે મહેનતથી કમાયેલો એક રૃપિયો સડક પરથી મળી આવેલા પાંચ રૃપિયા કરતાં વધુ મૂલ્યવાન છે. આપ એને શીખવો કે બીજા લોકો પ્રત્યેની ઇર્ષાની ભાવના તે કાયમ માટે મનમાંથી કાઢી નાંખે. આપ એને એ પણ શીખવો કે ખૂલીને હસતી વખતે પણ શાલીનતાથી વર્તવું અત્યંત જરૃરી છે.
આપ તેને પુસ્તકો વાંચવાનું કહેજો, પરંતુ તેની સાથે સાથે આકાશમાં ઊડતાં પક્ષીઓ, ફૂલો પર ઊડાઊડ કરતાં પતંગિયાંને નીરખવાં અને કુદરતની અનુભૂતિ કરવી પણ જરૃરી છે. મારું માનવું છે કે, બહેતર જિંદગી માટે આ બધું વધુ જરૃરી છે. આપ એને એ પણ શીખવો કે, ચોરી કરીને કે કોઈની નકલ કરીને પરીક્ષામાં પાસ થવા કરતાં નાપાસ થઈ જવું વધુ સારું છે. પોતાની સાચી વાતને વળગી રહેવાનો હુન્નર હોવો જોઈએ. પછી બીજા ભલે તેને ગલત કહેતા રહે. દયાળુ લોકો સાથે પ્રેમથી વર્તવું અને ખરાબ લોકો સાથે સખ્તાઈ કરવી પણ જરૃરી છે એ વાત પણ તેને શીખવજો. બાળકને બીજા લોકોની તમામ વાતો સાંભળ્યા બાદ તેને કામની વાત કઈ છે તે પસંદ કરતાં તેને આવડવું જોઈએ. એને એ પણ શીખવજો કે, બીજા લોકોને ડરાવવા કે ધમકાવવા તે સારી વાત નથી. આ બધાથી એણે દૂર રહેવું જોઈએ.
આપ એને એ વાત પણ સમજાવજો કે નિરાશાને ખુશીમાં કેવી રીતે બદલી શકાય છે. એને એ વાત પણ શીખવજો કે, જ્યારે પણ એને રડવાનું મન થાય ત્યારે રડી લેવામાં કોઈ જ શરમ ના અનુભવે. હું માનું છું કે, પોતાના પર ભરોસો હોવો જોઈએ અને બીજાઓ પર વિશ્વાસ પણ હોવો જોઈએ અને તેમ થશે ત્યારે જ તે બહેતરીન ઇન્સાન બની શકશે. એને કહેજો કે, સફળતા પામવા માટે આખું આકાશ તારું છે. આ બધી વાતોમાંથી જેટલું પણ આપ તેને શીખવી શકો તેટલું તેનું ભવિષ્ય ઊજળું હશે. અત્યારે તો એ બહુ નાનો છે અને વહાલો પણ છે.
આપનો
અબ્રાહમ લિંકન”
This is a social cultural story and a new guidence for teachers for 21 st century
Thanks For sharing.
very good
aje hu kay chu to mara papa ne lidhe