“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર…” એવું કવિ નર્મદ કહી ગયા છે. કયા સંદર્ભમાં કહી ગયા છે એની ચિંતા કર્યા વિના ભાષાના મહાસાગરમાં ભલે ડૂબકી ન મારીએ પણ કિનારે બેસીને છબ્છબિયાં કરીએ તો પણ ઘણું રસપ્રદ જાણવા મળે તેમ છે. હિંદી સામયિક “કાદમ્બિની”માં ઇબ્બાર રબ્બીના માત્ર અડધા પાનાના લેખમાં દંગ થઈ જવાય તેવી વિગતો છે. તેમણે લખ્યું છે તે મુજબ ગ્રીક, લેટિન વગેરે ભાષાઓમાં પ્રાચીન મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષાના “ચ” વર્ગે “ક” વર્ગનું રૂપ લઈ લીધું. સંસ્કૃત, ઇરાની વગેરેમાં “ચ” વર્ગ ઉષ્મ બની ગયો. લેટિનનું “કેન્ટુમ” સંસ્કૃતમાં “શતમ” છે. લેટિનનું “ઓક્ટો” સંસ્કૃતમાં “અષ્ટૌ”, લેટિન “ડિક્ટિઓ” સંસ્કૃતમાં “દિષ્ટિ”, લેટિન “ગેનુસ” સંસ્કૃતમાં “જન” છે. મુળ ઇન્ડો-યુરોપિયન શબ્દ “ચંતોમ” હતો, જે લેટિનમાં “કેન્ટુમ”, ગ્રીકમાં “હેક્તોમ”, પ્રાચીન આઇરિશમાં “કેત”, ગાથિકમાં “ખુદ”, તોખારીમાં “કંધ”, સંસ્કૃતમાં “શતમ”, લિથુઆનિયનમાં “શિંતસ, સ્જિપ્તસ” અને રશિયનમાં “સ્તો” છે. આ રીતે ઇન્ડો-યુરોપિયન ભાષાઓને બે વર્ગમાં વહેંચી દેવાઇ, “કેન્ટુમ” અને “શતમ”. જે ભાષાઓ લેટિનની નજીક છે તે “કેન્ટુમ” શાખામાં છે અને સંસ્કૃતની નિકટવર્તી ભાષાઓ “શતમ” શાખામાં છે.
સંસ્કૃતનું “પંચ” વેલ્શમાં “પંય” થઈ જાય છે. એ જે રીતે લેટિનનું “સેપ્ટેમ” ઇટાલિયનમાં “સેતે”, સંસ્કૃતમાં “સપ્ત”, પાલીમાં “સત્ત” અને હિંદી-ગુજરાતીમાં “સાત” છે. લેટિન “ઓક્ટો” ઇટાલિયનમાં “ઓત્તો”, સંસ્કૃતમાં “અષ્ટ”, પાલીમાં “અટ્ઠ” અને હિંદી-ગુજરાતીમાં “આઠ” છે. સંસ્કૃતનું “સિંધુ” પ્રાચીન ફારસીમાં “હિંદુ” અને આધુનિક ફારસીમાં “હિંદ” છે. સંસ્કૃતનું “સર્વ” પ્રાચીન ફારસીમાં “હૌર્વ” અને આધુનિક ફારસીમાં “હર” છે. સંસ્કૃત “ભૂમિ” પ્રાચીન ફારસીમાં “બૂમિ” અને આધુનિક ફારસીમાં “બૂમ” છે. મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષામાં “ક” વર્ગ, “પ” વર્ગ, “દ” વર્ગ અને “ત” વર્ગ આ ચાર વર્ગ જ હતા. આ જ મૂળ ધ્વનિ હતા. તેમાં બીજો વર્ણ નહોતો. જેમ કે “ક” હતો, પણ “ખ” નહોતો. “પ” હતો, પણ “ફ” નહોતો. “દ” હતો, પણ “ધ” નહોતો. “ત” હતો, પણ “થ” નહોતો. જે પ્રાચીન ભાષામાં “ત” વર્ગ હતો, તેમાં “ટ’ વર્ગ નહોતો અને “ટ” વર્ગ હતો તેમાં “ત” વર્ગ નહોતો. “ટ” કે “ત” બેમાંથી એક જ વર્ગ હતો. ચાર જાતના “ડ” પણ નહોતા. એકમાત્ર સંસ્કૃત એવી ભાષા છે જેમાં ચાર જાતના “ડ” અને “ત” તથા “ટ” વર્ગ બંને છે.
સંસ્કૃતનું “મધ્ય” જર્મનમાં “મિટ્ટે” અને અંગ્રેજીમાં “મિડલ” છે. પ્રાચીન જર્મનના શબ્દ આધુનિક જર્મનમાં પણ છે. વેદ ભાષા અને સંસ્કૃતનાં અનેક રૂપ જર્મનમાં પણ છે. જર્મનના દરેક વાક્યમાં ક્રિયા બીજા સ્થાને હોય છે. સંસ્કૃત અને વેદ ભાષા પર રિસર્ચ કરવા માટે જર્મન જાણવી સહાયક બની રહે છે. ૧૮૫૦થી ૧૮૭૫ દરમ્યાન જર્મનમાં વેદ ભાષાનો કોશ પ્રગટ થયો હતો. તેમાં દરેક શબ્દનો ઇતિહાસ અને વ્યુત્પત્તિ અપાઇ છે. આ કોશ વાંચ્યા વિના વેદ ભાષાનું અધ્યયન સંભવ નથી. વેદ ભાષાના વ્યાકરણ પર જર્મનમાં અદભુત કામ થયું છે. જર્મન વિદ્વાન મેક્સ મ્યુલરે (Max Mullar) વેદની વ્યાખ્યા કરીને યુરોપને ગ્નાન અને ચિંતનના ઊંડાણથી અવગત કરાવ્યું હતું. સ્વામી દયાનંદ સરસ્વતી તેમને “મોક્ષ મ્યુલર” કહેતા. સાથેનું ચિત્ર મેક્સ મ્યુલરનું છે.
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર.
Good article but beware of UNJHA jodani group. Very vocal UNJHA jodani supporters on net will not like above statement. They will torture you with comments and emails.
Their sole aim is to spread UNJHA on net by any means.
અરે વાહ. મઝાનું સંશોધન. રશીયન પણ સંસ્કૃતની નજીકના શબ્દો ધરાવે છે. જાણીતું ઉદાહરણ: સ્પુતનીક.
kharekhar saras janva jevi vaat
sanskrit is the mother of all prakrit languages … and hence the similarity follows …
good information as always
gr8…. lang. is just for communication between two
nice info……
ભાષાને શું વળગે ભુર, એ નર્મદે કહ્યું છે?
સાહેબ શ્રી, ખાતરી કરીને જાહેર કરો…