૫૯ વસંતો જોઇ છે, પણ કદી બાને “હેપ્પી મધર્સ ડે” કહ્યું નથી. મારી અભણ બાને આજે મધર્સ ડે છે, એ પણ ખબર નહિ હોય, સિવાય કે નાનાભાઇની બંને દીકરીઓએ એમની મમ્મીને “હેપ્પી મધર્સ ડે” કહ્યું હોય અને બાએ સાંભળ્યું હોય. મેં માત્ર એવી કલ્પના કરી જોઇ કે બાને “હેપ્પી મધર્સ ડે” વિશ કરતો ફોન કરું તો? મને ખાતરી છે કે મારાઆવા કોઇ ફોનની બા રાહ નહિ જ જોતાં હોય. કલ્પનામાં વધુ રંગ પૂરવાનું માડી વાળી હાલમાં જ વાંચેલી કવિ સુરજીત પાતરની એક હિંદી કવિતા मां का दु:ख ફરી એક વાર વાંચી જાઉં છું. આ રહી એ કવિતા…
मां का दु:ख
मेरी मां को मेरी कविता समझ न आइ
बेशक मेरी मां-बोली में लिखी हुइ थी
वह तो केवल इतना समझी
पुत्र की रुह को दु:ख है कोइ
पर इसका दु:ख मेरे होते कहां से आया?
बडे गौर से देखी
मेरी अनपढ मां ने मेरी कविता;
देखो लोगों
कोख से जन्मे
मां को छोड के
दु:ख कागज से कहते हैं
मेरी मां ने कागज उठा
सीने से लगाया
शायद ऐसे ही
कुछ मेरे करीब आ जाए
मेरा जाया.