માધુરી દીક્ષિત “ગુલાબ ગેંગ” નામની એક ફિલ્મમાં કામ કરવાની છે અને આ ફિલ્મ “ગુલાબી ગેંગ” પરથી પ્રભાવિત છે એવા સમાચાર આજકાલ ક્યાંક ને ક્યાંક છપાતા રહે છે. તેનું દિગ્દર્શન અનુભવ સિંહા કરવાના છે. એક અખબારમાં તો એક “જાણકાર”નો હવાલો આપીને એવું છપાયું છે કે “ઉત્તર પ્રદેશમાં ગુલાબી ગેંગ નામની મહિલાઓની એક ગેંગસ્ટર ગેંગ સક્રિય છે. આ ગેંગ માધુરીને મળવા માગે છે અને ગેંગની સૂત્રધાર મહિલા એવું ઇચ્છે છે કે શૂટિંગ શરૂ થતા પહેલાં માધુરી ઉત્તર પ્રદેશ જઈને તેમની જીવનશૈલી અને કામ કરવાની રીત જુએ, તેમના જીવનમાં ડોકિયું કરે, અને પછી તેને પડદા પર જીવંત કરે. આમ ન કરવાની સ્થિતિમાં તેમણે શૂટિંગમાં વિઘ્ન નાખવાની ચેતવણી કે બીજી ભાષામાં ધમકી પણ આપી દીધી છે.”
આ અખબારી અહેવાલના ધમકીવાળા ભાગમાં કેટલી સચ્ચાઇ છે એ ખબર નથી, પણ ગુલાબી ગેંગ ગેંગસ્ટર ગેંગ હોવાની વાત તો ખોટી જ છે. “ગુલાબી ગેંગ” એ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હવે તો વ્યાપકપણે વિસ્તરેલું મહિલાઓનું એક સંગઠન છે. આ મહિલાઓ સ્ત્રીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવે છે, અને આ બધી મહિલાઓ પોતાની એક ખાસ ઓળખ માટે ગુલાબી રંગની સાડી પહેરતી હોવાથી તે “ગુલાબી ગેંગ” તરીકે ઓળખાય છે. સંપત પાલ નામનાં એક મહિલા આ “ગુલાબી ગેંગ”નાં નેતા છે. આ મહિલા સંગઠન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં મહિલાઓનો અવાજ બની ચૂક્યું છે. આ ગેંગ પોતાનો એવો રુઆબ ઊભો કરી ચૂકી છે કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પણ આ ગેંગથી ખાસ્સાં પ્રભાવિત થયાં છે. ગેંગની કમાન્ડર સંપત પાલને તેઓ છેલ્લાં ચાર વર્ષમાં ત્રણ વાર પોતાના ઘેર બોલાવી ચૂક્યાં છે. એટલું જ નહિ, દેશ-વિદેશની અનેક સંસ્થાઓ તેમને નિમંત્રિત કરતી રહે છે. દુનિયાની અનેક ચેનલો સંપત પાલ અને તેમની “ગુલાબી ગેંગ” વિષેની ડોક્યુમેન્ટરી દેખાડી ચૂકી છે.
૧૯૮૦ના દાયકામાં “ગુલાબી ગેંગ” પહેલી વાર ચર્ચામાં આવી હતી. એક મહિલાને તેના પતિનો ત્રાસ હતો. તેની ફરિયાદ લખવામાં પોલીસે આનાકાની કરી ત્યારે સંપત પાલ અને તેમની ગેંગે એ પોલીસ જમાદારને એક ઝાડ સાથે બાંધીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો એ પછીથી ગેંગ પ્રકાશમાં આવી હતી. ૧૯૮૦માં માત્ર પાંચ મહિલાઓ સાથે મળીને ગેંગ બનાવી હતી. આજે આ ગેંગ સાથે દસ હજારથી વધુ મહિલાઓ જોડાયેલી છે. સરકારી તંત્ર પાસે કામ લેવું હોય તો ભાઇસાબ બાપા કરવાથી મેળ ન પડે એ બહુ વહેલાં સમજી ગયેલી આ બહેનો જબરી ધાક ધરાવતી થઈ ગઈ છે. સંપત પાલ તો કહે છે પણ ખરી કે “આ પછાત વિસ્તારમાં મહિલાઓના અધિકારો માટે દાદાગીરીથી જ લડવું પડે.”
આ “ગુલાબી ગેંગ” એક ડોક્યુમેન્ટરી ફિલ્મનો વિષય પણ બની ચૂકી છે. આજ સુધીમાં ઘણા એવોર્ડ મેળવનાર ૫૯ વર્ષીય બ્રિટિશ ફિલ્મકાર કિમ લોન્ગિનોટ્ટો (Kim Longinotto)એ “ગુલાબી ગેંગ”ની પ્રવૃત્તિઓ પર “પિન્ક સારીઝ” (Pink Saris) નામની ડોક્યુમેન્ટરી બનાવી છે. એક નારી ધારે તો પોતાની સાથે અનેક નારીઓને રાખીને મહિલાઓને કનડતા સામાજિક પ્રશ્નો પરત્વે જે લડાઇ લડી શકે તેને “ગુલાબી ગેંગ” કઈ રીતે સાર્થક કરી શકી છે તેનું ચિત્રણ આ ડોક્યુમેન્ટરીમાં કરાયું છે.
….અને પ્રારંભે જેનો ઉલ્લેખ કર્યો છે તે અખબારી અહેવાલની એક રસપ્રદ વાત એ છે કે તેમાં દિગ્દર્શક અનુભવ સિંહાને “ગેંગસ્ટર ગેંગ દ્વારા અપાયેલી ધમકી” સંદર્ભે એમ કહેતો ટાંકવામાં આવ્યો છે કે “આવી સ્થિતિ પેદા થશે એ મેં વિચાર્યું પણ ન હતું. હું આ મહિલા ગેંગસ્ટર ગેંગ અંગે વધુ કંઈ જાણતો નથી, પણ હવે મારી ઇચ્છા પ્રબળ બની છે.”
શું કહીશું આને?
હેડિંગ અલગ કરીને સરસ રીતે ધ્યાન ખેંચ્યું
PINK SARIS | Women Make Movies | Trailer
(3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/
આ ગેન્ગ નીચલા અને નીચલા મધ્યમ વર્ગ માટે જરૂર જરૂરી છે. પણ ધનિક અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં દલિત પુરૂષોની ગેન્ગ હવે એતલી જ જરૂરી લાગે છે .-
—–
અને હળવા મિજાજમાં …
હું નોકરી કરતો હતો; ત્યારે ઓફિસર્સ એસોસિયેશન કરતાં ઓફિસર્સ વાઈવ્ઝ એસોસિયેશન વધારે સારા સામાજિક કાર્યક્રમો કરતું હતું. એની એક મીટીન્ગમાં પ્રભાવિત એક ઓફિસરે હળવાશમાં સૂચવેલું કે.
ઓફિસર્સ વાઈવ્ઝ હસ્બન્ડ્ઝ એસોસિયેશન સ્થાપવું પડશે !
કશુંક નવું લાધ્યું.,ગેંગ તો ઠીક, જાગૃતિ યસ.આભાર.