૧૯૪૧માં એટલે કે લગભગ ૬૭ વર્ષ પહેલાં ફિલ્મ “સિટીઝન કેન” (Citizen Kane) બની હતી. એ પછી દુનિયાભરમાં હજારોની સંખ્યામાં ફિલ્મો બની ચૂકી છે અને બની રહી છે, પણ જ્યારથી “સિટીઝન કેન”નું નિર્માણ થયું છે, ત્યારથી વિશ્વ સિનેમામાં તે હંમેશાં સર્વશ્રેષ્ઠ ગણાઇ છે. દુનિયામાં ક્યાંય પણ ટોપ ટેન ફિલ્મોની યાદી બને તો અચૂક્પણે નંબર વન તો “સિટીઝન કેન” જ હોય. જ્યાં સુધી જોઇ નહોતી ત્યાં સુધી આ પ્રશ્ન હંમેશાં થતો હતો કે “સિટીઝન કેન”માં એવું તે શું છે? પણ નેટ પરથી ડાઉનલોડ કરીને જોયા પછી આ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ ફિલ્મમાં ક્થાનકને પ્રભાવશાળી બનાવવા માટે કરાયેલા પ્રયોગો અને સિનેમાની ભાષા અને વ્યાકરણને તેણે આપેલા નવા અર્થોએ તેને સર્વશ્રેષ્ઠ બનાવી છે. વર્ષોથી આ ફિલ્મ ફિલ્મસર્જકો માટે પાઠ્યપુસ્તક સમાન બની રહ્યું છે. જો કે થોડાં વર્ષોથી “સિટીઝન કેન” over rated ફિલ્મ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે.
હવે તો ફિલ્મસર્જનમાં અતિ આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરાય છે, પણ ફિલ્મકળા માત્ર ને માત્ર દિગ્દર્શક્નું માધ્યમ હતું ત્યારે “સિટીઝન કેન”એ નવા આયામો સિદ્ધ કર્યા હતા, જેમ કે દૂરના અને નજીકનાં પાત્રો અને પરિવેશને એકસરખાં ફોકસમાં રાખવાની “ડીપ ફોકસ ટેકનિક”, કથાપ્રવાહને વેગવંતો અને પ્રભાવક બનાવવા દસ્તાવેજી ફિલ્મોનો ઉપયોગ સહિતના નવા પ્રયોગો આ ફિલ્મમાં પહેલી વાર કરાયા હતા.
ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક અખબારી સામ્રાજ્યનો માલિક ચાર્લ્સ ફોસ્ટર કેન છે, પણ તે વખતના અખબારી માંધાતા વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ (William Randolph Hearst)ના જીવન પરથી તે લેવાઇ હોવાનું ચર્ચાસ્પદ બનતાં હર્સ્ટે આ ફિલ્મને રીલીઝ થતી અટકાવવા તમામ પ્રકારના પ્રયાસ કર્યા હતા. વાર્તા એવી છે કે ચાર્લ્સ ફોસ્ટર કેન ધનાઢ્ય અને વગદાર છે. “સિટીઝન કેન” નામના અખબારનો તે માલિક છે. તે કોઇ પણ રાજકીય નેતાની કારકિર્દી બનાવી કે બગાડી શકે એવો સક્ષમ છે. ૭૮ વર્ષની ઉંમરે જ્યારે તે અંતિમ શ્વાસ લે છે ત્યાંથી ફિલ્મનો પ્રારંભ થાય છે. તેના અંતિમ શબ્દો છે “રોઝબડ” (Rosebud). આ શબ્દો હરકોઇ માટે એક રહસ્ય ઊભું કરે છે. આ રહસ્ય જાણવા બધા આતુર છે. “માર્ચ ઓફ ધ ન્યુઝ” નામના દસ્તાવેજી ફિલ્મોના સંપાદકને પણ તેમાં રસ પડે છે. આ શબ્દો પાછળનો ભેદ જાણી લાવવા તે એક પત્રકારને કામ સોંપે છે. શા માટે ચાર્લ્સ કેને “રોઝબડ” શબ્દો જ ઉચ્ચાર્યા? એમ કહીને તે શું કહેવા માંગતો હતો તેનો ભેદ ઉકેલવા પત્રકાર કામે લાગી જાય છે. તે કેન સાથે સંકળાયેલા અનેક પ્રકારનાં લોકોને મળે છે, અને તેનું બાળપણ, તેની કારકિર્દી અને મહત્ત્વકાંક્ષાઓ, સ્ત્રીઓ સાથેના તેના સંબંધો, ફિલ્મ જગતમાં તેની દખલગીરી અને કલાકારો તથા ખાસ કરીને અભિનેત્રીઓ સાથેની તેની નિકટતા તથા તેના પોતાના અખબારી વ્યવસાયને લગતી તમામ પ્રકારની માહિતી તે એકઠી કરે છે. આ માહિતી વિવિધ સ્વરૂપે પ્રેક્ષકો સામે આવતી રહે છે અને તેમાંથી કેનની જીવનકિતાબનાં પાનાં ખૂલતાં જાય છે. જુદી જુદી વ્યક્તિઓ કેનને જે રીતે ઓળખતી હતી કે મૂલવતી હતી તે વિગતોમાંથી એક પછે એક કડી જોડાતી રહે છે. આ બધા પ્રસંગો સમયની દૃષ્ટિએ ક્રમબદ્ધ નહિ, પણ આગળપાછળ દર્શાવાયા છે, કારણ કે માહિતી આપનારા કેનના જીવનના કોઇ પણ સમયગાળાની વાત કરતાં હોય છે.
અંતે “રોઝબડ” શબ્દો સુધી પ્રેક્ષકો પહોંચી જાય છે. કેન નાનપણમાં એક ગાડી વડે રમતો. એ ગાડી પર “રોઝબડ” શબ્દો લખેલા હતા એટલે ગાડીને તે “રોઝબડ” કહેતો. મકાનમાં આગ લાગવાને કારણે ઘણા સામાન સાથે ગાડી પણ ખાખ થઈ ગઈ હતી. મૃત્યુ વખતે કેનને બીજું કંઈ નહિ, પણ એ ગાડી યાદ આવી હતી, પણ તેને લઈને કથાનકની જે રીતે ગૂંથણી કરાઇ અને કેનનું ચરિત્ર ઉપસાવાયું તે અદભુત બની રહ્યું. દિગ્દર્શક ઓરઝન વેલ્સ (Orson Welles)એ જ ચાર્લ્સ કેનની ભૂમિકા ભજવી હતી. “સિટિઝન કેન”ને શ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કર મળ્યો હતો.
“સિટીઝન કેન” સંદર્ભે બીજી બે જોવાલાયક ફિલ્મો છે RKO 281 અને FADE TO BLACK. આ બંને ફિલ્મો વિષે ફરી ક્યારેક…
Interesting !!! 🙂
would like to watch these asap … thank you for sharing this …
સુદર માહિતી. ફેડ બ્લેક વિશે માહિતી આપો તો પત્રથી જણાવશો.
કમલેશના
પ્રણામ
kcpatel.wordpress.com
(શબ્દસ્પર્શ)
hello, Mr . Hashubha,
– nice webbloge and subject…….really.
-Visit at : sanjayoscar.wordpress.com
-19 pgs.
-Sanjay Nimavat
harindra dave ni kavya rachana
`jaani boozine ame alaga chalya ne chhatan paalav adakyano mane vhem chhe …….
audio athavaa text mali shake khari ?
harindra dave ni kavita
`jaani boozine ame alaga chalya ne chhatan paalav adakyano mane vhem chhe …….
audio athavaa text mali shake khari ?