૨૦૦૮ના વર્ષમાં બનેલી મહત્ત્વની સાહિત્યિક ઘટનાઓની જો યાદી બનાવવામાં આવે તો તેમાં એક ઘટનાનો ચોક્કસ ઉલ્લેખ કરવો પડે તે એ કે જાપાનમાં એક યુવા લેખિકાને ત્યાંનો એક પ્રતિષ્ઠત એવોર્ડ મળ્યો છે. સારું લખતા લેખકોને તો એવોર્ડ મળતા જ હોય છે એટલે આમાં નવી વાત શી એવો કોઈને પણ પ્રશ્ન થાય, પણ આ કિસ્સામાં નવી વાત એ છે કે એવોર્ડ મેળવનાર લેખિકાએ થોડા સમયથી જ લખવાનું શરૂ કર્યું છે, અને વધુ નવાઈભરી વાત એ છે કે આજે જાપાનમાં તે સૌથી વધુ લોકપ્રિય બ્લોગ લેખિકા છે અને બ્લોગના લેખને જ તેને લેખિકા બનાવી છે.
તેનું નામ છે મીકો કાવાકામી (Mieko Kawakami). વાંચનાર સાથે સીધો સંવાદ સ્થાપિત કરતા હોય એવા તેની સરળ લેખનશૈલીએ તેને આજે જાપાની સાહિત્યજગતની સ્ટાર બનાવી દીધી છે. ૧૯૭૬માં ઓસાકા શહેરમાં જન્મેલી અને ત્યાં જ ઊછરેલી મીકો ઓસાકામાં બોલાતી લઢણમાં જ લખે છે. માણસના નસીબ આડેનું પાદડું ખસી જતાં જરાય વાર ન લાગે એમ કહેવામાં હવે મીકોનું પણ ઉદાહરણ આપી શકાય તેમ છે. કારણ કે એક બારમાં ગાયિકા તરીકે અને એક બુકસ્ટોરમાં સેલ્સગર્લ તરીકે કામ કરતી ૩૧ વર્ષીય મીકોને આ વર્ષે જાન્યુઆરીમાં “અકુતાગાવા એવોર્ડ” એનાયત કરાયો છે. ફિલ્મકાર અકીરા કુરોસાવાએ ૧૯૫૫ના અરસામાં જેના આધારે “રશોમોન” ફિલ્મ બનાવી હતી એ નવલકથાના લેખક રયુનોસુકે અકુતાગાવાની સ્મૃતિમાં આ પ્રતિષ્ઠત એવોર્ડ દર વર્ષે નવોદિત લેખકને આપવામાં આવે છે.
અંગ્રેજી ભલે આખી દુનિયામાં બોલાતી ભાષા હોય, પણ સૌથી વધુ બ્લોગ જાપાની ભાષામાં લખાય છે. આ વાત માનવામાં ન આવતી હોય તો તે પૂરવાર કરતા આંકડાઓ પણ છે. જાપાનીઓઅમાં બ્લોગ ખૂબ લોકપ્રિય છે તેનો લાભ મીકોને મળ્યો છે. જે વિગતો નેટ પર ઉપલબ્ધ છે તે મુજબ ૨૦૦૩માં મીકોએ બ્લોગ લખવા શરૂ કર્યા હતા ત્યારે તેના રોજના વાચકો બહુ થોડા હતા, પણ તે ધીમેધીમે એટલી લોકપ્રિય થતી ગઈ કે લગભગ રોજ ૧૦૦૦૦ જેટલા લોકો તેના બ્લોગ વાંચતા થઈ ગયા હતા. અને જ્યારથી તેણે એવોર્ડ મેળવ્યો છે ત્યારથી તો એ સંખ્યા અધધધ થઈ ગઈ છે.
મીકોએ પોતાના બ્લોગ પર જે કંઈ લખ્યું છે તેનો સંગ્રહ બહાર પાડવાનું કામ જ કર્યું છે. પોતે ગાયિકા છે એટલે સંગીતથી માંડીને વિવિધ વિષયો પર તે લખતી હોય છે, પણ ખાસ કરીને રોજિંદા જીવનની હાડમારીઓ, વિટંબણાઓ અને સ્ત્રીઓના પ્રશ્નો તેના બ્લોગનો વિષય બનતા હોય છે. ઘણી બધી બાબતોનું નિર્ભિકપણે નિરુપણ કરવામાં તે જરાય છોછ રાખતી નથી. તેને એવોર્ડ અપાવનાર લઘુનવલના શીર્ષક પરથી પણ તે કેવું બેબાક લખે છે તેનો ખ્યાલ આવી જશે. શીર્ષક છે “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”. બેબાક લખાણોને કારણે તેણે રૂઢિવાદીઓની આકરી ટીકાઓનો સામનો પણ કરતા રહેવું પડે છે. તેની લોકપ્રિયતાનું એક કારણ એ પણ છે જાપાની સાહિત્યમાં સ્ત્રીઓને લગતાં જે કેટલાંક પાસાંને ખાસ કોઈ સ્પર્શ નથી કરાયો તે ભૂમિ પર તે બિન્દાસ્ત વિહરી રહી છે. “ધ બ્રેસ્ટ એન્ડ ધ એગ”માં તેણે સંબંધો અને સ્ત્રીઓના આંતર દ્બંદ્વને કેન્દ્રમાં રાખ્યું છે.
બ્લોગની તાકાત કેટલી છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
yes,,,absolutely right…
great.
Now I like to read blog. I am taking interest in this now because eirlear I don’t know much about BLOG.
મીકોનાં બ્લોગનું url આપવા વિનંતિ.
ભલે સામાન્ય હોય પણ લોકોને સ્પર્શતુ કઇ પણ હશે એ લખાણ સ્વીકૃત થશેજ લોકો માટે અને લોકોનુ સાહીત્ય ચાલશે
કાર્તિકભાઈ, મીકો જાપાની ભાષામાં જ લખે છે. તેના બ્લોગની url છે : http://mieko.jp/
great,
I am fond of blog world now. keep me informes like this
welcome to blog world
nice info……
great !! keep it up..
very nice, and its really now an emerging medium where there is no mediator to present your thoughts called Blog….
Proud to have one…!!!
Nice job….Keep it up…
બ્લોગ સ્ટાર મીકો કાવાકામી વિશે જાણીને આનંદ થયો.